French Open 2022 : રોહન બોપન્નાએ રચ્યો ઇતિહાસ, પહેલીવાર ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલમાં પહોંચ્યો

French Open 2022: ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના (Rohan Bopanna) તેના નેધરલેન્ડના પાર્ટનર માટવે મિડલકોપ સાથે ફ્રેન્ચ ઓપન 2022ની સેમિફાઇનલમાં પહોંચી ગયો છે. ફ્રેન્ચ ઓપનના ઈતિહાસના ડબલ્સમાં આ જોડી પ્રથમ વખત છેલ્લા ચારમાં પહોંચી છે.

French Open 2022 : રોહન બોપન્નાએ રચ્યો ઇતિહાસ, પહેલીવાર ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલમાં પહોંચ્યો
Rohan Bopanna (PC: Roland Garros)
| Edited By: | Updated on: May 31, 2022 | 12:07 PM

ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના (Rohan Bopanna)ફ્રેન્ચ ઓપન (French Open 2022) માં ઈતિહાસ રચ્યો છે. તે નેધરલેન્ડના તેના પાર્ટનર માટવે મિડેલકોપ સાથે ફ્રેન્ચ ઓપનના ડબલ્સની સેમિ ફાઇનલમાં પહોંચી ગયો છે. મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં બોપન્ના અને મિડલકોપની જોડીએ લોયડ ગ્લાસપૂલ અને હેનરી હેલિઓવારાને 4-6, 6-4, 7-6 થી હરાવ્યો હતો. બોપન્ના અને મિડેલકોપ હવે સેમિ ફાઇનલમાં 12 મી ક્રમાંકિત માર્સેલો અરેવાલો અને જીન-જુલિયન રોજર્સની જોડી સામે ટકરાશે.

તમને જણાવી દઇએ કે રોહન બોપન્ના 7 વર્ષ બાદ કોઈ ગ્રાન્ડ સ્લેમની સેમિ ફાઈનલમાં પહોંચ્યો છે. અગાઉ 2015 માં તેણે વિમ્બલ્ડનમાં છેલ્લા ચારમાં જગ્યા બનાવી હતી. લોયડ ગ્લાસપૂલ અને હેનરી હેલીઓવારાની જોડીએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ સેટ 6-4 થી જીતી લીધો હતો. પરંતુ ત્યાર બાદ રોહન બોપન્ના અને મિડલકોપની જોડીએ શાનદાર વાપસી કરી અને આગામી બે સેટ 6-4, 7-6 ના માર્જીનથી જીતી લીધા. ત્રીજા સેટમાં એક સમયે બોપન્ના અને તેનો પાર્ટનર 3-5 થી પાછળ હતો. પરંતુ બંને ખેલાડીઓએ સમજદારી દાખવી અને હરીફ જોડીને વર્ચસ્વ જમાવવા દીધું નહીં.

મેદવેદેવ બહાર થયો

બીજી તરફ વિશ્વનો બીજો ક્રમાંકિત ટેનિસ ખેલાડી રશિયાનો ડેનિલ મેદવેદેવ (Daniil Medvedev) ફ્રેન્ચ ઓપનમાંથી બહાર થઈ ગયો છે. તેને વિશ્વમાં નંબર 23 ક્રોએશિયાના મારિન સિલિકે હરાવ્યો હતો. આ સાથે મેદવેદેવનું ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. આ મેચમાં મેદવેદેવ સિલિકની સામે ગયો ન હતો. કોરિયન ખેલાડીએ તેને સીધા સેટમાં 6-2 6-3 6-2થી હરાવ્યો હતો. મારિન સિલિક મેદવેદેવને હરાવીને ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો હતો.

 

 

2014 માં યુએસ ઓપનનો ખિતાબ જીતનાર મારિન સિલિકે શરૂઆતથી જ મેદવેદેવ પર પ્રભુત્વ જમાવ્યું હતું. તેણે 1 કલાક 45 મિનિટ સુધી ચાલેલી મેચમાં રશિયાના ખેલાડીને સીધા સેટમાં હરાવ્યો હતો. મારિન સિલિકે ફ્રેન્ચ ઓપનના ઈતિહાસમાં ત્રીજી વખત અંતિમ આઠમાં જગ્યા બનાવી છે. અગાઉ મેદવેદેવે સિલિક સામેની ત્રણેય મેચ જીતી હતી. પરંતુ ક્લે કોર્ટ પર તે ક્રોએશિયન ખેલાડીને પછાડી શક્યો ન હતો.