The Great Khali નો માર ખાઈ બેહોશ થયેલા WWE સ્ટારની પોલીસે ધરપકડ કરી

WWE રિંગની અંદર જૈફ હાર્ડી(Jeff Hardy)નો જ્યારે હિંદુસ્તાનની આન-બાન અને શાનથી જાણીતા ધ ગ્રેટ ખલી સામે ટક્કર થઈ તો બહોશ થઈ ગયો હતો પરંતુ હાલમાં હાર્ડી ખુબ જ ચર્ચામાં છે કારણ કે તેની પોલીસે ધરપકડ કરી છે.

The Great Khali નો માર ખાઈ બેહોશ થયેલા WWE સ્ટારની પોલીસે ધરપકડ કરી
The Great Khaliના માર ખાઈ બેહોશ થયેલા WWE સ્ટારની પોલીસે ધરપકડ કરી
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jun 14, 2022 | 5:47 PM

WWE : ધ ગ્રેટ ખલી (The Great Khali) ને ડબલ્યુડબલ્યુઈની રિંગમાં અનેક રેસલરોને ધુળ ચટાવી છે. તો કેટલાકને બેહોશ કર્યા છે અનેકના હાથ પગ તોડ્યા છે. આમાંથી એક છે WWE રેસલર જૈફ હાર્ડી (Jeff Hardy) રિંગની અંદર જૈફ હાર્ડીની ટક્કર એક મેચમાં ધ ગ્રેટ ખલી સાથે થઈ હતી ત્યારે હાર્ડી બેહોશ થઈ ગયો હતો પરંતુ હાલમાં હાર્ડી ચર્ચામાં છે. તેની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તેની એક કેસમાં ધરપકડ કરી છે, આવું તેણે 10 વર્ષમાં ત્રીજી વખત કર્યું છે

પોલીસે હાર્ડીને દારુનું સેવન કરી ડ્રાઈવિંગ કરવાના આરોપમાં ધરપકડ કરી છે,તેમજ રદ્દ ડ્રાઈવિંગ લાઈસન્સ સાથે વાહન ચલાવવાનો પણ આરોપ છે 10 વર્ષની અંદર આવું ત્રીજી વખત થયું છે જ્યારે હાર્ડી આ જ કારણોસર ફરી પોલીસના સકંજામાં ફસાયો છે

 

નશામાં ડ્રાઈવિંગ કરી રહ્યો હતો હાર્ડી

પોલીસનું કહેવું છે કે, જૈફ હાર્ડી નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યો હતો, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી છે આ ધટના બાદ હાર્ડીની મુશ્કેલિ વધતી જોવા મળી રહી છે પોલીસનું કહેવું છે કે હાર્ડીએ એટલો નશો કર્યો હતો કે જ્યારે પોલીસે તેની ધરપકડ કરી તો ઉભો પણ રહી શકતો ન હતો. તેના મોંઢામાંથી દારુની ગંધ આવી રહી હતી.

2007માં ખલી સાથે ટક્કર થઈ હતી

WWEના રિંગમાં જૈફ હાર્ડીની સફળ શાનદર રહી છે, તે 6 વખત વર્લ્ડ ચેમ્પિયન પણ રહ્યો હતો બે વખત મોસ્ટ પૉપ્યુલર રેસલર ઓફ ધ યરના એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. વર્ષ 2007માં જ્યારે ખલી સાથે તેમની ટક્કર થઈ તો ભારતીય રેસલરે રિંગની અંદર જ તેને બેહોશ કરી નાંખ્યો હતો

હાર્ડી લાંબા સમયથી તેની ભૂલના કારણે કાયદાના સંકજામાં ફસાયો છે, તે જેલની હવા પણ ખાય ચૂક્યો છે, જ્યારે વર્ષ 2011માં તે પ્રતિબંધિત દવાઓની તસ્કરીનો આરોપ લાગ્યો હતો. 2017માં હાર્ડીએ ડબલ્યુ ડબલ્યુ રિંગમાં ફરી પ્રવેશ કર્યો હતો. હવે તે
ઑલ એલીટ રેસલિંગમાં ભાગ લે છે