Football : મેસ્સી વર્લ્ડકપ બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃતી લઈ શકે છે, હોમ ગ્રાઉન્ડ પર રમી છેલ્લી મેચ

|

Mar 27, 2022 | 6:31 PM

મેસ્સીએ આર્જેન્ટિના માટે 159મી મેચમાં 81મો ગોલ કર્યો છે. આર્જેન્ટિનાની ટીમ નવેમ્બર-ડિસેમ્બરમાં કતારમાં યોજાનાર વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. 10 ટીમોની દક્ષિણ અમેરિકન ઝોન 16 મેચમાં 38 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને છે.

Football : મેસ્સી વર્લ્ડકપ બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃતી લઈ શકે છે, હોમ ગ્રાઉન્ડ પર રમી છેલ્લી મેચ
Lionel Messi (PC: Talk Sports)

Follow us on

આર્જેન્ટિનાના વિશ્વના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી (Lionel Messi) આ વર્ષે કતારમાં યોજાનાર ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup) પછી આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહી શકે છે. તેણે તેની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ શુક્રવારે (25 જાન્યુઆરી) રાત્રે તેના હોમ ગ્રાઉન્ડ પર રમી હતી. તેણે પોતાના હોમ ગ્રાઉન્ડ બોમ્બેનેરા સ્ટેડિયમમાં મેચ દરમ્યાન શાનદાર ગોલ કરીને દર્શકોને ભાવુક બનાવી દીધા હતા. મેસ્સીએ ગોલ કર્યા બાદ ઘણા દર્શકો રડતા જોવા મળ્યા હતા. મેસ્સીએ મેચ બાદ દર્શકોની શુભેચ્છાઓ સ્વીકારી હતી. દક્ષિણ અમેરિકામાં ચાલી રહેલ વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં આર્જેન્ટિનાએ શાનદાર પ્રદર્શન કરતા વેનેઝુએલાને 3-0 થી માત આપી હતી.

આર્જેન્ટિના માટે પ્રથમ ગોલ નિકોલસ ગોન્ઝાલેઝે 35 મી મિનિટે કર્યો હતો. ત્યારબાદ એન્જલ ડી મારિયાએ 79 મી મિનિટે અને લિયોનેલ મેસીએ 82 મી મિનિટે ગોલ કર્યો હતો. મહત્વનું છે કે પેરિસ સેન્ટ-જર્મન માટે ક્લબ માટે ફૂટબોલ રમનારા મેસ્સી માટે આ વર્ષ સારું રહ્યું નથી. તેની રમત પરથી એવું લાગી રહ્યું છે કે તે પેરિસ સેન્ટ જર્મેન ક્લબ સાથે જોડાયા બાદ કઇ ખાસ સારૂ રમી રહ્યો નથી. લિયોનેલ મેસ્સી પોતાની રાષ્ટ્રીય ટીમ આર્જેન્ટિના સાથે જોડાતા જ તેના જૂના ફોર્મમાં જોવા મળ્યો હતો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

લિયોનેલ મેસ્સીએ પોતાની રાષ્ટ્રીય ટીમ આર્જેન્ટિના માટે 159 મી મેચમાં 81 મો ગોલ કર્યો હતો. આર્જેન્ટિનાની ટીમ નવેમ્બર-ડિસેમ્બરમાં કતારમાં રમાનારી મેચ માટે ક્વોલિફાય કરી ચુકી છે. 10 ટીમોની દક્ષિણ અમેરિકન ઝોન 16 મેચમાં 38 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને છે. બ્રાઝિલ 42 પોઈન્ટ સાથે ટોપ પર છે. આ સાથે જ વેનેઝુએલા 10 પોઈન્ટ સાથે છેલ્લા સ્થાને છે.

ફુટબોલર લિયોનેલ મેસ્સીએ મેચ બાદ કહ્યું, “મને નથી ખબર કે હું વર્લ્ડ કપ પછી શું કરીશ. હું માત્ર એ જ વિચારી રહ્યો છું કે હવે શું આવી રહ્યું છે. કતાર બાદ મારે ઘણી બધી બાબતો પર ફરીથી વિચાર કરવો પડશે.” મેસ્સીએ ગયા વર્ષે આર્જેન્ટિના ટીમ સાથે પ્રથમ ટાઇટલ જીત્યું હતું. આર્જેન્ટિનાએ બ્રાઝિલને હરાવી કોપા અમેરિકા જીત્યું. મેસ્સીના આ નિવેદન બાદ સમજી શકાય છે કે તે કતારમાં યોજાનાર વર્લ્ડ કપ બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈ લેશે.

આ પણ વાંચો : IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 178 રનનો લક્ષ્યાંક આપ્યો, ઈશાન કિશને અડધી સદી ફટકારી

આ પણ વાંચો : Swiss Open Badminton: પીવી સિંધુ એ મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યું, ફાઇનલમાં બુસાનને 21-16, 21-8 થી માત આપી

Next Article