
FIFA વર્લ્ડ કપ 2026 ઝેરી સાપથી ખતરો છે. સાવચેત રહેવા માટે ચેતવણીઓ જારી કરવામાં આવી છે. જોકે, આ સાવચેતી બધી ટીમોને લાગુ પડતી નથી; ફક્ત સ્વિસ ટીમને જ લાગુ પડે છે. કારણ કે યુએસમાં સ્વિસ ટીમ જ્યાં તાલીમ લઈ રહી છે તે વિસ્તાર રેટલસ્નેકનું ઘર છે, જે વિશ્વના ટોપ પાંચ ઝેરી સાપમાંના એક માનવામાં આવે છે. સ્વિસ ખેલાડીઓને તેમના તાલીમ ક્ષેત્રની બહાર ન જવાની કડક સૂચના આપવામાં આવી છે.
સ્વિસ ટીમ હાલમાં સાન ડિએગોમાં 2026 ફિફા વર્લ્ડ કપ માટે તૈયારી કરી રહી છે. તેમના ટ્રેનિંગ કેમ્પમાં ચાર અલગ-અલગ ઝેરી પ્રજાતિના રેટલસ્નેક રહે છે. સ્વિસ ફૂટબોલરોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ તેમના ટ્રેનિંગ કેમ્પની બહાર ન જાય. જો કોઈ બોલ આકસ્મિક રીતે ટ્રેનિંગ કેમ્પની બહાર જાય, તો તેને જવા દેવો અને પોતાનો જીવ જોખમમાં નાખવાને બદલે બીજા બોલથી પ્રેક્ટિસ કરવી શ્રેષ્ઠ છે.
:
The Swiss FA has issued an official warning over venomous snakes found near the team’s accommodation in San Diego, California.
The federation considers the situation unacceptable and is now looking for an alternative base before the World Cup ❌. pic.twitter.com/iSw39I0R2B
— KinG £ (@xKGx__) June 7, 2026
2026 ફિફા વર્લ્ડ કપ માટે સ્વિટ્ઝર્લૅન્ડને ગ્રુપ B માં યજમાન કેનેડા, કતાર અને બોસ્નિયા અને હર્ઝેગોવિના સાથે મૂકવામાં આવ્યું છે. સ્વિટ્ઝર્લૅન્ડને સૌથી બેલેન્સ ફૂટબોલ ટીમોમાંની એક માનવામાં આવે છે, કારણ કે તેઓ રમતને નિયંત્રિત કરે છે અને ખૂબ જ ઓછી ભૂલ કરે છે, જેથી તેમની સામે વધુ ગોલ કરવા કોઈ પણ ટીમ માટે હંમેશા મુશ્કેલ હોય છે.
FIFA વર્લ્ડ કપ 2026 12 જૂનથી શરૂ થવાનો છે. આ ફૂટબોલ મેળો જુલાઈ મહિનાની 19 તારીખ સુધી સમગ્ર વિશ્વને રોમાંચિત કરશે. FIFA વર્લ્ડ કપના ઈ તિહાસમાં પહેલી વાર 48 ટીમો ભાગ લઈ રહી છે. આ પહેલી વાર બનશે કે ત્રણ દેશો – યુનાઈટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો – સંયુક્ત રીતે FIFA વર્લ્ડ કપનું આયોજન કરશે.