Portugal vs South Korea : પોર્ટુગલ સામે 2-1થી ભવ્ય જીત મેળવી દક્ષિણ કોરિયા પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં

|

Dec 02, 2022 | 10:54 PM

FIFA World cup 2022 Portugal vs South Korea match Result : ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો પોર્ટુગલની ટીમ આ યાદીમાં 9માં સ્થાને છે, જ્યારે દક્ષિણ કોરિયાની ટીમ આ યાદીમાં 28માં સ્થાને છે.

Portugal vs South Korea : પોર્ટુગલ સામે 2-1થી ભવ્ય જીત મેળવી દક્ષિણ કોરિયા પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં
FIFA World cup 2022 Portugal vs South Korea match Result
Image Credit source: Twitter

Follow us on

આજે કતારના એજ્યુકેશન સિટી સ્ટેડિયમમાં આજે પોર્ટુગલ અને દક્ષિણ કોરિયાની ફૂટબોલ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. ગ્રુપ Hની ટીમો વચ્ચેની આ મેચ રોમાંચક રહી હતી. આ મેચ ફિફા વર્લ્ડકપ 2022ની 45મી મેચ હતી. બંને ટીમોની ગ્રુપ સ્ટેજની આ છેલ્લી મેચ હતી. પ્રથમ હાફમાં જ પોર્ટુગલની ટીમે પાંંચમી મિનિટમાં ગોલ કરીને મેચનો રોમાંચ વધાર્યો હતો. તેના જવાબમાં દક્ષિણ કોરિયા એ પણ 1 ગોલ કરીને મેચમાં 1-1થી બરાબરી કરી હતી. બીજા હાફમાં એકસ્ટ્રા સમયમાં 1 ગોલ કરીને દક્ષિણ કોરિયાની ટીમે 2-1થી જીત મેળવી હતી. આ સાથે આ ટીમ પ્રી કવાર્ટરફાઈલમાં પહોંચી છે.

ફિફા વર્લ્ડકપ 2022ની પ્રથમ મેચમાં પોર્ટુગલની ટીમે 3-2થી ઘાના સામે જીત મેળવી હતી. બીજી મેચમાં પોર્ટુગલની ટીમે 2-0થી જીત મેળવી હતી. દક્ષિણ કોરિયાની ઉરુગ્વે સામેની પ્રથમ મેચ 0-0થી ડ્રો રહી હતી. બીજી મેચમાં ઘાનાની ટીમે દક્ષિણ કોરિયાને 3-2થી હરાવી હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો પોર્ટુગલની ટીમ આ યાદીમાં 9માં સ્થાને છે, જ્યારે દક્ષિણ કોરિયાની ટીમ આ યાદીમાં 28માં સ્થાને છે. ફિફા વર્લ્ડકપ 2022માં હમણા સુધી 46 મેચ રમાઈ છે. જેમાં 10 મેચ ડ્રો રહી છે. આ મેચોમાં 3 મેચ 1-1ના સ્કોરથી ડ્રો રહી છે. જ્યારે બાકીની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી છે. જયારે એક મેચ 3-3 થી ડ્રો રહી હતી.

આજે એક સાથે 2 મેચ કેમ ?

જણાવી દઈએ કે આજે ગ્રુપ Hની ચારે ટીમો વચ્ચે છેલ્લી મેચો એકસાથે અને એક સમયે જ રમાઈ હતી. ચારે ટીમો પોઈન્ટ ટેબલને જોઈને પોતાની રમત ન રમે અને ફિફા વર્લ્ડકપમાં ફેરપ્લે થાય તેવા માટે આવી તમામ ગ્રુપની છેલ્લી મેચો એક સમય પર જ રમાશે.

 

 

 

આ હતી બંને ટીમો

 

ગ્રુપ Hનું પોઈન્ટ ટેબલ

 

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

ફિફા વર્લ્ડકપ 2022ના 8 ગ્રુપમાં વિભાજીત થઈ 32 ટીમો

 

ગ્રુપ A: કતાર, એક્વાડોર, સેનેગલ, નેધરલેન્ડ ગ્રુપ B: ઈંગ્લેન્ડ, ઈરાન, યુએસએ, વેલ્સ ગ્રુપ C: આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડ ગ્રુપ D : ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ટ્યુનિશિયા ગ્રુપ E: સ્પેન, કોસ્ટા રિકા, જર્મની, જાપાન ગ્રુપ F: બેલ્જિયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયા ગ્રુપ G: બ્રાઝિલ, સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ, કેમરૂન ગ્રુપ H: પોર્ટુગલ, ઘાના, ઉરુગ્વે, દક્ષિણ કોરિયા

ફિફા વર્લ્ડકપ 2022 માટે કતારના 8 સ્ટેડિયમ

 

1. અલ બાયત સ્ટેડિયમ 2. લુસેલ સ્ટેડિયમ 3. અહમદ બિન અલી સ્ટેડિયમ 4. અલ જાનુબ સ્ટેડિયમ 5. અલ થુમામા સ્ટેડિયમ 6. એજ્યુકેશન સિટી સ્ટેડિયમ 7. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ 8. સ્ટેડિયમ 974

Published On - 10:29 pm, Fri, 2 December 22

Next Article