આજે 10 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 12.30 કલાકે કતારના લુસેલ સ્ટેડિયમમાં નેધરલેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે આ બીજી કવાર્ટર ફાઈનલ મેચ શરુ થઈ હતી. આ મેચ 2 વારની વર્લ્ડકપ ચેમ્પિયન ટીમ આર્જેન્ટિના અને 3 વારની રનર અપ ટીમ નેધરલેન્ડ વચ્ચે હતી. આ મેચમાં મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના ટીમ જીતની દાવેદાર માનવામાં આવી રહી હતી. પેનલટી શૂટઆઉટ સુધી પહોંચેલી આ મેચમાં મેસ્સીની ટીમે 4-3 થી જીત મેળવીને સેમીફાઈનલમાં સ્થાન મેળ્યુ છે. 14 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 12.30 કલાકે ફિફા વર્લ્ડકપ 2022ની પ્રથમ સેમીફાઈનલ મેચ આર્જેન્ટિના અને ક્રોએશિયા વચ્ચે રમાશે.
પ્રથમ કવાર્ટર ફાઈનલ મેચમાં વર્લ્ડ નંબર 1 ટીમ બ્રાઝિલને હરાવીને ક્રોએશિયાની ટીમે આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધુ હતુ. ત્યારબાદ સૌની નજર આ રોમાંચક મેચ પર હતી. મેચનો પ્રથમ હાફ આર્જેન્ટિનાને નામે રહ્યો હતો. મેચની 35મી મિનિટે આર્જેન્ટિનાના 24 વર્ષીય નાહુએલ મોલિના એ પોતાના કરિયરનો પ્રથમ વર્લ્ડકપ ગોલ કર્યો હતો. આર્જેન્ટિના મહાન ખેલાડી મેસ્સી એ આ ગોલ અસિસ્ટ કર્યો હતો. મેચ દરમિયાન પોતાના ક્ષેત્રની બોર્ડર લાઈનથી બહાર આવીને ખેલાડીઓને સૂચના આપતા આર્જેન્ટિનાના કોચને રેફરીએ યલો કાર્ડ આપ્યો હતો.
All of the emotions… pic.twitter.com/55zBVmMf9h
— FIFA World Cup (@FIFAWorldCup) December 9, 2022
બીજા હાફમાં મેસ્સીને મળેલી ફ્રી કીક સમયે એક શાનદાર નજારો જોવા મળ્યો હતો. નેધરલેન્ડની 7 મેન વોલને પાર કરીને મેસ્સીની મેજિક કીકને કારણે બોલ ગોલ પોસ્ટ સુધી પહોંચ્યો હતો. જોકે બોલ વધારે ઉંચાઈ પર જતા ગોલ પોસ્ટની અંદર જઈ શક્યો ન હતો. પણ મેચની 73મી મીનિટમાં મળેલી પેનલટીમાં મહાન ફૂટબોલર મેસ્સી એ શાનદાર ગોલ કરીને મેચનો રોમાંચ વધાર્યો હતો. આ સાથે મેસ્સી એ ફિફા વર્લ્ડકપ 2022નો ત્રીજો ગોલ કર્યો હતો. તેણે ફિફા વર્લ્ડકપ ઈતિહાસનો 10 ગોલ કર્યો હતો.
મેચ દરમિયાન નેધરલેન્ડના ગોલકીપર અને એક ખેલાડી વચ્ચે અંદરોઅંદર લડાઈ થતી જોવા મળી હતી. મેચ દરમિયાન એક દર્શક મેદાન પર આવી જતા મેચ થોડા સમય માટે અટકી પણ હતી. બીજા હાફમાં 83મી મીનિટે નેધરલેન્ડના Wout Weghorst ગોલ કરીને મેચનો સ્કોર 2-1 કર્યો હતો. મેચની 87 મીનિટમાં નેધરલેન્ડના ખેલાડીઓ તરફ ગોલ મારતા નેધરલેન્ડના ખેલાડીઓ આર્જેન્ટિનાના ખેલાડી પર તૂટી પડ્યા હતા. અંતે મેચમાં 10 મીનિટનો સમય પણ જોડવામાં આવ્યો હતો.
મેચ દરમિયાન કોઈ ઈજા કે અન્ય ઘટનાને કારણે મેચનો ટાઈમ વ્યર્થ જાય છે તે સમયને નોંધીને બીજા હાફના અંત બાદ મેચના સમયમાં ઉમેરવામાં આવે છે. મેચની અંતિમ મીનિટમાં ફી કીકને ગોલમાં ફેરવીને Wout Weghorst એ પોતાની ટીમની ફરી વાપસી કરાવી હતી. તેણે મેચની 100.30 મીનિટે ગોલ કરીને આર્જેન્ટિનાના હાથમાંથી સરળ જીત છીનવી લીધી હતી. અંતે મેચનો સ્કોર 2-2 થયો. આર્જેન્ટિનાની ટીમ આ ગોલને કારણે જીતથી દૂર ગઈ હતી. સ્કોર 2-2થી ડ્રો થતા મેચમાં 30 મીનિટ વધુ ઉમેરવામાં આવી હતી.
છેલ્લા પેનલટી શોટ સુધી મેચનું પરિણામ ડ્રો હતુ , પણ આર્જેન્ટિના માર્ટિનસના ગોલને કારણે મેચમાં આર્જેન્ટિનાની ટીમે રોમાંચક જીત મેળવી હતી. અંતિમ સ્કોર 4-3 રહ્યો હતો.
આર્જેન્ટિના ફૂટબોલ ટીમ 18 વાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ છે. ફિફા વર્લ્ડકપની 85 મેચમાંથી 46 મેચમાં આ ટીમે જીત મેળવી છે. ફિફા વર્લ્ડકપમાં આર્જેન્ટિનાની ટીમે કુલ ગોલ 144 ગોલ કર્યા છે. આર્જેન્ટિનાની ટીમ 2 વાર વર્લ્ડ ચેમ્પિયન ટીમ (1978, 1986) રહી છે. જ્યારે 3 વાર રનર અપ ટીમ (1930, 1990, 2014) રહી છે. ફિફા વર્લ્ડકપ 2022ની છેલ્લી 5 મેચોમાંથી ફ્કત એક મેચમાં આર્જેન્ટિનાની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
નેધરલેન્ડની ટીમ ફિફા વર્લ્ડકપ માટે 11 વાર ક્વોલિફાય થઈ છે. ફિફા વર્લ્ડકપની 54 મેચમાંથી 30 મેચમાં આ ટીમે જીત મેળવી છે. ફિફા વર્લ્ડકપમાં નેધરલેન્ડની ટીમે કુલ 94 ગોલ કર્યા છે. આ ટીમ 3 વાર રનર અપ ટીમ (1974, 1978, 2010) રહી છે. જ્યારે 1-1 વાર ચોથા સ્થાને અને ત્રીજા સ્થાને રહી છે. ફિફા વર્લ્ડકપ 2022ની નેધરલેન્ડની છેલ્લી 5 મેચોમાંથી ફ્કત એક મેચમાં ડ્રો રહી છે જ્યારે બાકીની 4 મેચમાં નેધરલેન્ડની ટીમને જીત મળી છે.
Here’s how #NED and #ARG are looking ahead of this Quarter-final clash! 👇#FIFAWorldCup | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 9, 2022
Our #NED v #ARG clash is underway!#FIFAWorldCup | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 9, 2022
⏰ Our next game is only 15 minutes away! #FIFAWorldCup | #NED #ARG
— FIFA World Cup (@FIFAWorldCup) December 9, 2022
હેડ ટુ હેડ મેચ રેકોર્ડ – બંને ટીમો વચ્ચે 5 મેચ રમાઈ છે. જેમાંથી બંને ટીમો 2-2 મેચ જીત્યુ છે અને 1 મેચ ડ્રો રહી છે.
નોકઆઉટ મેચમાં બંને ટીમોનું પ્રદર્શન : આર્જેન્ટિના ટીમ ફિફા વર્લ્ડકપમાં 2 વાર ચેમ્પિયન રહી છે. આર્જેન્ટિના ટીમે ફિફા વર્લ્ડકપમાં કુલ 25 નોકઆઉટ મેચ રમી છે. જેમાંથી તેને 15 મેચમાં જીત, જ્યારે 10 મેચમાં હારનો સામનો કરવો પડયો છે. નેધરલેન્ડની ટીમ ફિફા વર્લ્ડકપમાં કુલ 3 ફાઈનલ મેચ રમી ચૂકી છે પણ તમામમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ફિફા વર્લ્ડકપની 18 નોકઆઉટ મેચમાંથી 8 મેચમાં નેધરલેન્ડની ટીમે જીત મેળવી છે.
પ્રથમ કવાર્ટર ફાઈનલ મેચમાં ક્રોએશિયાની ટીમે વર્લ્ડ નંબર 1 ટીમ બ્રાઝિલને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ત્રીજી કવાર્ટર ફાઈનલ મેચ મોરક્કો અને પોર્ટુગલની ટીમ વચ્ચે 10 ડિસેમ્બરના રોજ રાત્રે 8.30 કલાકે શરુ થશે. જ્યારે અંતિમ કવાર્ટર ફાઈનલ મેચ ફ્રાન્સ અને ઈંગ્લેન્ડની વચ્ચે 11 ડિસેમ્બરના રોજ મધરાત્રે 12.30 કલાકે શરુ થશે.
1. અલ બાયત સ્ટેડિયમ 2. લુસેલ સ્ટેડિયમ 3. અહમદ બિન અલી સ્ટેડિયમ 4. અલ જાનુબ સ્ટેડિયમ 5. અલ થુમામા સ્ટેડિયમ 6. એજ્યુકેશન સિટી સ્ટેડિયમ 7. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ 8. સ્ટેડિયમ 974
Published On - 3:28 am, Sat, 10 December 22