FIFA World Cup 2022 માં હાર બાદ ફ્રાંસની ફુટબોલ ટીમના દિગ્ગજ ખેલાડીએ સંન્યાસ લેવાના સંકેત આપ્યા

આર્જેન્ટિના સામે દિલધડક ફાઈનલ મેચમાં ફ્રાંસની પેનલ્ટી શૂટઆઉટમાં હાર થઈ હતી. આ હાર બાદ હવે ફ્રાંસને એક દિગ્ગજ ખેલાડી નિવૃત્તિ લઈ શકે છે એવા સમાચાર સામે આવી રહ્યા છે.

FIFA World Cup 2022 માં હાર બાદ ફ્રાંસની ફુટબોલ ટીમના દિગ્ગજ ખેલાડીએ સંન્યાસ લેવાના સંકેત આપ્યા
Karim Benzema એ નિવૃ્તીના સંકેત આપ્યા
| Edited By: | Updated on: Dec 19, 2022 | 11:31 PM

લિયોનલ મેસીને ટીમ આર્જેન્ટિના સામે ફ્રાંસની ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. ફ્રાંસ વર્તમાન વિજેતા ટીમના રુપમાં કતારમાં ફિફા વિશ્વકપ 2022 માં ઉતર્યુ હતુ. પરંતુ ફાઈનલ મેચમાં ફ્રાંસે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ પહેલા જબરદસ્ત રમત ફ્રાંસે દર્શાવ્યો હતો. ફ્રાંસના ખેલાડીઓએ જુસ્સા સાથે ટક્કર આપીને મેચને દિલધડક બનાવી દીધી હતી. હવે ફ્રાંસની હાર બાદ ટીમનો એક દિગ્ગજ ખેલાડી કરીમ બૈઝેમાએ નિવૃત્તી જાહેર કરી શકવાના સંકેત આપ્યા છે. જોકે તે વિશ્વકપ અભિયાનનો હિસ્સો બની શક્યો નહોતો.

હવે ફિફા વિશ્વકપના અંત બાદ કરીમે આ સકેત આપ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર એક સંદેશો લખ્યો હતો. તેણે લખ્યુ હતુ કે, “હું જ્યાં છું ત્યાં સુધી પહોંચવા માટે મે પ્રયત્નો કર્યા અને ભૂલો પણ થઈ અને મને તેનો ગર્વ છે. મેં મારી કહાની લખી અને અમારો અંત.” કરીમને ફિફા વિશ્વકપ પહેલા પહેલા જ ઈજા થઈ હતી અને તેણે ટૂર્નામેન્ટથી પોતાનુ નામ પરત લઈ લીધુ હતુ. તેને જાંઘમાં ઈજા પહોંચી હતી.

 

 

કરીમની કારકિર્દી આવી રહી

ફ્રાન્સ માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીઓની યાદીમાં બૈઝેમા પાંચમા નંબરે છે. તેણે રાષ્ટ્રીય ટીમ માટે 2008 અને 2012માં રમાયેલા યુરો કપમાં ભાગ લીધો હતો. તે 2014 વર્લ્ડ કપમાં પણ રમ્યો હતો. જોકે તે 2010માં વર્લ્ડ કપ રમી શક્યો ન હતો કારણ કે તેને ટીમમાં સ્થાન ન મળ્યું. 2015 માં, કોચ ડીડીઅર ડેશચમ્પ્સે તેને મેદાનની બહારના કૌભાંડમાં ફસાયા બાદ તેને પાંચ વર્ષ માટે ટીમની બહાર રાખ્યો હતો.

આ કારણોસર તે ફ્રાન્સમાં રમાયેલા યુરો કપ-2016ની ફાઇનલમાં અને 2018માં રશિયામાં રમાયેલા ફિફા વર્લ્ડ કપમાં ભાગ લઈ શક્યો નહોતો. ફ્રાન્સે 2018માં વર્લ્ડ કપ જીત્યો હતો. તેને 2021માં ટીમમાં પરત બોલાવવામાં આવ્યો હતો અને તેણે યુરો કપમાં ભાગ લીધો હતો. તેણે આ ટુર્નામેન્ટમાં ચાર ગોલ કર્યા હતા. જોકે ટીમ રાઉન્ડ-16માંથી બહાર થઈ ગઈ હતી.

 

 

Published On - 11:28 pm, Mon, 19 December 22