મહિલા ફૂટબૉલ વિશ્વ કપના (FIFA Womens World Cup) રંગમાં તમામ ફૂટબૉલ ફેન્સ રંગાય ગયા છે. 9મા ફૂટબૉલ વિશ્વ કપની શરૂઆત 20 જુલાઇના રોજ થઇ હતી અને તેનો ફાઇનલ મુકાબલો 20 ઓગસ્ટના રોજ રમાશે. ફૂટબૉલ વિશ્વ કપની યજમાની ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સંયુક્ત રીતે કરી રહ્યા છે. જ્યારે ફૂટબૉલ વિશ્વ કપનું રોમાંચ તેની તમામ મેચ દ્વારા જોવા મળી રહ્યુ છે ત્યારે ઓસ્ટ્રેલિયાની સ્ટાર મહિલા ક્રિકેટર એલિસ પેરીનો 2011ફૂટબૉલ વિશ્વ કપનો ગોલ વાયરલ થઇ રહ્યો છે. એલિસ પેરી એક માત્ર મહિલા ખેલાડી છે જેણે મહિલા ક્રિકેટ વિશ્વ કપ અને ક્રિકેટ કપમાં ભાગ લીધો છે.
ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ ક્રિકેટર એલિસ પેરી ક્રિકેટ પહેલા ફૂટબૉલ માં દેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. ત્યારે જ્યારે હાલમાં ફૂટબૉલ વિશ્વ કપ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહ્યું છે ત્યારે 2011 ફૂટબૉલ વિશ્વ કપ દરમિયાન એલિસ પેરી દ્વારા કરવામાં આવેલા શાનદાર ગોલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 2011 વિશ્વ કપમાં જર્મની આયોજિત ટુર્નામેન્ટમાં સ્વીડન સામે જબરદસ્ત ગોલ કર્યો હતો.
જુઓ ગોલનો વીડિયો
For most sports people, achieving any one of scoring a great goal at a football World Cup, making a Test double century, or taking a 7 wicket haul would be career defining.
Ellyse Perry has done all three.pic.twitter.com/tWTw6z3bEY https://t.co/CoABLF0KXj
— hypocaust (@_hypocaust) July 20, 2023
એલિસ પેરીના આ વીડિયોમાં તેના શાનદાર ગોલ સાથે તેની ટેસ્ટ ક્રિકેટમાં કરવામાં ડબલ સેન્ચુરીનો પણ વીડિયો છે જે તેણે ઇંગ્લેન્ડ સામે ફટકારી હતી અને સાથે સાથે વનડે ક્રિકેટમાં એલિસ પેરીના શાનદાર બોલિંદ પ્રદર્શનનો પણ વીડિયો છે જેમાં તેણે ઇંગ્લેન્ડ સામે 7 વિકેટ ઝડપી હતી. પેરીએ ફક્ત ક્રિકેટના તમામ ફોર્મેટ નહી પણ રમતના બીજા ફોર્મેટમાં પણ પોતાનો જાદુ બતાવ્યો છે.
મહિલા ફૂટબૉલ વિશ્વ કપમાં અમેરિકાની મહિલા ટીમે સૌથી વધુ 4 ખિતાબ જીત્યા છે. અમેરિકા છેલ્લા બે ફૂટબોલ વિશ્વ કપ (2015, 2019) માં વિજેતા રહી હતી અને તે 2023 માં ઇતિહાસ રચવા જઇ રહી છે. ફૂટબોલની રમતના ઇતિહાસમાં કોઇ પણ ટીમ સતત ત્રણ વિશ્વ કપ જીતવામાં ક્યારેય પણ સફળ રહી નથી. પૂરૂષ ફૂટબોલમાં પણ આ ઘટના જોવી મળી નથી. અમેરિકા સિવાય ઇંગ્લેન્ડની ટીમ પણ વિશ્વ કપ 2023 માં પ્રબળ દાવેદાર તરીકે દેખાઇ રહી છે.