ઓસ્ટ્રેલિયાની મહિલા ફૂટબોલ ટીમે શનિવારના રોજ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને હરાવી પ્રથમ વખત મહિલા ફૂટબોલ વિશ્વ કપની (FIFA Womens World Cup 2023) સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યુ હતુ. બંને ટીમ નિર્ધારિત સમય અને તે બાદ એક્સ્ટ્રા ટાઇમમાં પણ ગોલ કરવામાં અસફળ રહી હતી. જે બાદ મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઇ હતી જેમાં કોર્ટની વાઇનની દસમી પેનલ્ટી બાદ ઓસ્ટ્રેલિયાએ આ રોમાંચક ક્વાર્ટર ફાઇનલ મુકાબલો પોતાના નામે કર્યો હતો અને 7-6 થી જીત મેળવી હતી.
ઓસ્ટ્રેલિયા અગાઉ શૂટઆઉટમાં બે વખત જીતવામાં અસફળ રહી હતી પણ અંતમાં તેણે મેજબાન દેશ સાથે જોડાયેલી માન્યતાને તોડીને જીત મેળવવામાં સફળતા મેળવી હતી. અમેરિકા બાદ ઓસ્ટ્રેલિયા બીજી મેજબાન ટીમ બની છે જે મહિલા વિશ્વ કપમાં ક્વાર્ટર ફાઇનલ બાદના સ્ટેજમાં પહોંચવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયાની જીતની સ્ટાર રહી ગોલકિપર મેકેંઝી આર્નોલ્ડ જેણે એક્સ્ટ્રા ટાઇમ અને શૂટાઆઉટમાં શાનદર ગોલકિપિંગ કરી હતી અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પેનલ્ટી શૂટઆઉટમાં તેણે પણ કિક લીધી હતી પણ તે ગોલ કરવામાં અસફળ રહી હતી. મેકેંઝીએ જો ગોલ કરવામાં સફળતા મેળવી હોત તો ઓસ્ટ્રેલિયાની ટીમ ત્યારે જ વિજેતા થઇ ગઇ હોત.
A marathon shootout with 20 penalties, making it the longest in World Cup history! 🤯
WATCH ▶️
Australia 🇦🇺 win 7-6 win on penalties ⚽️#FIFAWWC #BeyondGreatness #StreamingLiveOnFanCode pic.twitter.com/OUo1FHbQNQ
— FanCode (@FanCode) August 12, 2023
બંને ટીમને નિર્ધારિત સમયમાં ગોલ કરવાની તક મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ વખત સૈમ કરએ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી પણ કોઇ પણ ટીમ ગોલ કરવામાં અસફળ રહી હતી. ફ્રાન્સની ટીમ ત્યારે ઉજવણી કરવા લાગી ગઇ હતી જ્યારે ઓસ્ટ્રેલિયાની ડિફેન્ડર અલાના કેનેડીએ ઓન ગોલ કર્યો હતો પણ રેફરીએ તે ગોલને અમાન્ય ગણાવ્યો હતો. રેફરીએ જણાવ્યુ કે ફ્રાન્સની કેપ્ટન વેન્ડી રેનાર્ડએ પેનલ્ટી એરિયામાં ઓસ્ટ્રેલિયાની ફોરવર્ડ કેટલિન ફોર્ડની જર્સી ખેંચી હતી.
I have been to many, many, many, MANY incredible sporting events at Suncorp Stadium. I have never, ever, ever, EVERRRRRR, experienced anything like that. If this place had a roof it would be in New South Wales right now. #Fifawwc #GoMatildas pic.twitter.com/QSsV7UXkFh
— Mark Gottlieb (@MarkGottlieb) August 12, 2023
ફીફા મહિલા વિશ્વ કપની સેમિફાઇનલમાં હવે ઓસ્ટ્રેલિયાની ટક્કર યૂરો ચેમ્પિયન ઇંગ્લેન્ડ સામે થશે. હવે ફૂટબોલ વિશ્વ કપમાં એશિઝ જેવી જંગ જામશે કારણ કે ક્રિકેટમાં બંને ટીમ કટ્ટર હરીફ છે. ઇંગ્લેન્ડની ટીમએ ચોથી સેમિફાઇનલમાં કોલંબિયાને 2-1 થી માત આપી હતી. જ્યારે અન્ય સેમિફાઇનલમાં સ્પેનની ટક્કર સ્વીડન સામે થશે. આ ચાર ટીમમાંથી એક પણ ટીમ વિશ્વ કપ જીતી શકી નથી. જેનો અર્થ એ થાય છે કે મહિલા વિશ્વ કપના ઇતિહાસમાં કોઇ ટીમ પ્રથમ વખત વિજેતા બનવા જઇ રહી છે.