
New Zealand : ભારતીય સમય અનુસાર, આજે 1.30 કલાકે ન્યુઝિલેન્ડના ઈડન પાર્કમાં સ્પેન અને સ્વીડનની મહિલા ફૂટબોલ ટીમ વચ્ચે સેમિફાઈનલ મેચ શરુ થઈ હતી. આ દિલધડક સેમિફાઈનલ મેચમાં 80 થી 90 મિનિટની વચ્ચે ગોલ થયા હતા. સ્વીડન સામે 2-1થી જીત મેળવીને સ્પેનની મહિલા ફૂટબોલ ટીમ પહેલીવાર ફિફા વર્લ્ડ કપની (FIFA Women’s World Cup) ફાઈનલમાં પહોંચી છે.
નેધરલેન્ડ્સ સામેની ક્વાર્ટર ફાઈનલમાં કમાલ કરનાર સલમા પેરાલ્યુએલોએ 81મી મિનિટે શરૂઆતી ગોલ સાથે સ્પેનને લીડમાં લાવી દીધુ. 88 મિનિટે સ્વીડનની ખેલાડીએ ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો. પરતુ અંતે ઓલ્ગા કાર્મોનો 90મી મિનિટમાં થયેલા ગોલને કારણે સ્પેનની ટીમે સેમિફાઈનલમાં 2-1થી જીત મેળવી હતી.
આ પણ વાંચો : ભારતીય ક્રિકેટરોએ સ્વતંત્રતા દિવસની પાઠવી શુભેચ્છા, કોહલી-ગંભીર-સૂર્યાએ કરી ખાસ પોસ્ટ
સ્વીડન છેલ્લી પાંચ ટુર્નામેન્ટથી સેમિફાઈનલમાં પહોંચી રહી છે. પણ તેઓ દર વખતની જેમ આ વખતે પણ ફાઈનલમાં એન્ટ્રી મેળવી શક્યું નથી. સ્વીડનની મહિલા ફૂટબોલ ટીમ આ વખતે યુએસએ અને જાપાનની ટીમને પછાડવામાં સફળ રહી, પરતું સ્પેનને હરાવવામાં નિષ્ફળ રહ્યુ.
મહિલા ફિફા વર્લ્ડ કપ 2023ની બીજી અને અંતિમ સેમિફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની મહિલા ફૂટબોલ ટીમ વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર, 16 ઓગસ્ટના બપોરે 3.30 કલાકે શરુ થશે. ત્રીજા સ્થાન માટેની મેચ 19 ઓગસ્ટના રોજ બપોરે 1.30 કલાકે શરુ થશે. જ્યારે ફાઈનલ મેચ 20 ઓગસ્ટના દિવસે બપોરે 3.30 કલાકે શરુ થશે.
આ પણ વાંચો : ધોની બાદ આ ક્રિકેટરે પણ 15 ઓગસ્ટે લીધો સંન્યાસ, ટેસ્ટ ક્રિકેટ નહીં રમે