Breaking News : ભારતને 23 વર્ષ પછી વર્લ્ડ કપની મેજબાની મળી, 90 થી વધુ દેશોના ખેલાડીઓ ભાગ લેશે

ભારતમાં 23 વર્ષ બાદ ચેસ વર્લ્ડકપનું આયોજન થવા જઈ રહ્યું છે. ગોવામાં 30 ઓક્ટોમ્બર થી 27 નવેમ્બરના રોજ ચેસ વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું છે.90 થી વધુ દેશોના ખેલાડીઓ ભાગ લેશે.

Breaking News : ભારતને 23 વર્ષ પછી વર્લ્ડ કપની મેજબાની મળી, 90 થી વધુ દેશોના ખેલાડીઓ ભાગ લેશે
| Updated on: Aug 27, 2025 | 10:32 AM

ફિડે ચેસ વર્લ્ડકપનું આયોજન ગોવામાં 30 ઓક્ટોમ્બર થી 27 નવેમ્બર સુધી કરવામાં આવશે.આ સ્પર્ધામાં આગામી વર્ષની ઉમેદવારોની ટુર્નામેન્ટ માટે ત્રણ સ્થાનો અને 20 લાખ ડોલર ઇનામી રકમ દાવ પર લાગશે. આ ટુર્નામેન્ટમાં વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશ, મેગ્નસ કાર્લસન, ફેબિયાનો કારુઆના અને આર પ્રજ્ઞાનાનંદા સહિત 206 ખેલાડીઓ ભાગ લેશે.

હાલમાં વર્લ્ડ ચેમ્પિયન ગુકેશ ક્વોલિફિકેશનની રેસમાં ભાગ લેશે નહી. આ માટે જોવાનું રહેશે કે, તે ઈનામી રકમ અને રેટિંગ અંકો માટે પ્રતિસ્પર્ધા કરે છે કે નહી. ભારતના 21 ખેલાડીઓએ એન્ટ્રી લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે, જેમાં પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદનો પણ સમાવેશ થાય છે.આનંદે જૂન 2025ની ફિડે રેટિંગ લિસ્ટના માધ્યમથી સ્થાન બનાવ્યું છે. આનંદે છેલ્લા કેટલાક વર્ષોથી ક્લાસિકલ ચેસ રમ્યો નથી.

 

 

ભારત દેખાડશે તાકાત

આ ટૂર્નામેન્ટ 23 વર્ષ બાદ ભારતમાં રમાશે. છેલ્લી વખત વર્ષ 2022માં હૈદરાબાદમાં ભારતે આ સ્પર્ધાની મેજબાની કરી હતી ત્યારે આનંદે ખિતાબ જીત્યો હતો. ત્યારથી ભારતીય ચેસે ખુબ પ્રગતિ કરી છે અને આ વખતે પ્રજ્ઞાનાનંદા, અર્જુન એિગેસી અને નિહાલ સરીન જેવા ખેલાડીઓની ઉપસ્થિતિમાં ભારતની રમત વધુ મજબુત થશે. આ ટુર્નામેન્ટ બે-ગેમ નોકઆઉટ ફોર્મેટમાં આઠ રાઉન્ડમાં રમાશે. બે ક્લાસિકલ રાઉન્ડ હશે, ત્યારબાદ ટાઇ થવાના કિસ્સામાં રેપિડ અને બ્લિટ્ઝ પ્લેઓફ હશે. ટોચના 50 ક્રમાંકિત ખેલાડીઓ સીધા બીજા રાઉન્ડમાં પ્રવેશ કરશે કારણ કે તેમને પ્રથમ રાઉન્ડમાં બાય મળશે.

90થી વધારે દેશ ભાગ લેશે

ફિડે પોતાની વેબસાઈટ પર કહ્યું કે, દરેક રાઉન્ડ જીતો અથવા ઘરે જાઓ, જે વર્લ્ડ કપને કેલેન્ડર પરની સૌથી નાટકીય ટુર્નામેન્ટમાંની એક બનાવે છે. FIDEના પ્રમુખ આર્કાડી ડ્વોરકોવિચે જણાવ્યું હતું કે, ભારત ઉત્તમ ખેલાડીઓ અને ઉત્સાહી ચાહકો સાથે સૌથી મજબૂત ચેસ રમતા દેશોમાંનો એક બની ગયો છે. આ વર્ષની શરુઆતમાં જૉર્જિયામાં ફિડે મહિલા વર્લ્ડકપની સફળતા બાદ અમે ફિડે વર્લ્ડકપને ગોવામાં લાવવાનો ગર્વ છે.

તેમણે કહ્યું કે, આ ચેસનો ઉત્સવ હશે અને દુનિયાભરના ખેલાડીઓ અને ચાહકો માટે એક અનોખો અનુભવ હશે. 90થી વધુ દેશોના પ્રતિનિધિયો આ રમતમાં ભાગ લે તેવી આશા છે. આ ચેસના ઈતિહાસમાં સૌથી વધારે જોનારી સ્પર્ધામાંથી એક હશે.

ચેસના બાદશાહ ગુકેશના માતા-પિતા છે ડોક્ટર, દીકરો વર્લ્ડ ચેમ્પિયન બનતા જ પિતા થયા હતા ભાવુક અહી ક્લિક કરો