ફક્ત 11 સેકન્ડમાં ગોલ… મેસ્સી-રોનાલ્ડો નહીં, FIFA વર્લ્ડ કપનો સૌથી ઝડપી ગોલ આ ખેલાડીના નામે

12 જૂનથી FIFA વર્લ્ડ કપ 2026 શરૂ થશે. ટુર્નામેન્ટ નજીક આવતાં જૂના રેકોર્ડ અને યાદગાર ક્ષણોની ચર્ચા ફરી શરૂ થઈ છે. જેમાં FIFA વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી ઝડપી ગોલ કરવાનો રેકોર્ડ પણ સામેલ છે. બે દાયકાથી પણ વધુ સમયથી આ રેકોર્ડ અતૂટ છે અને ખાસ વાત એ છે કે આ રેકોર્ડ રોનાલ્ડ, મેસ્સી કે કોઈ મોટા સ્ટારના નામે નથી. ચાલો જ્નૈએ કોઈ છે આ ખેલાડી જેણે FIFA વર્લ્ડ કપમાં સૌથી ઝડપી ગોલ કર્યો છે.

ફક્ત 11 સેકન્ડમાં ગોલ... મેસ્સી-રોનાલ્ડો નહીં, FIFA વર્લ્ડ કપનો સૌથી ઝડપી ગોલ આ ખેલાડીના નામે
fastest goal
Image Credit source: X
| Updated on: Jun 10, 2026 | 7:19 PM

FIFA વર્લ્ડ કપના ઈતિહાસમાં અનેક મહાન ખેલાડીઓએ પોતાના નામે અદ્ભુત રેકોર્ડ નોંધાવ્યા છે. સૌથી ઝડપી ગોલની વાત આવે તો મોટાભાગના લોકોના મનમાં લિયોનેલ મેસ્સી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અથવા અન્ય કોઈ દિગ્ગજ સ્ટારનું નામ આવે. પરંતુ આ રેકોર્ડ એવા ખેલાડીના નામે છે, જેણે માત્ર 11 સેકન્ડમાં દુનિયાને ચોંકાવી દીધી હતી. આજે પણ બે દાયકા બાદ તેનો આ કમાલ વર્લ્ડ કપના સૌથી યાદગાર રેકોર્ડ્સમાં ગણાય છે.

હાકન શુકુરના નામે સૌથી ઝડપી ગોલનો રેકોર્ડ

FIFA વર્લ્ડ કપમાં સૌથી ઝડપી ગોલ કરવાનો અનોખો રેકોર્ડ તુર્કીના પૂર્વ સ્ટ્રાઈકર હાકન શુકુરના નામે છે. તેણે વર્ષ 2002ના ફિફા વર્લ્ડ કપ દરમિયાન દક્ષિણ કોરિયા સામે માત્ર 11 સેકન્ડમાં ગોલ કરીને ઈતિહાસ રચ્યો હતો. આ યાદગાર ઘટના 29 જૂન, 2002ના રોજ રમાયેલી ત્રીજા સ્થાન માટેની મેચમાં બની હતી.

 

2002ના ફિફા વર્લ્ડ કપમાં બન્યો રેકોર્ડ

દક્ષિણ કોરિયા પોતાના ઘરઆંગણે રમતું હોવાથી સ્ટેડિયમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બંને ટીમોએ સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર રમત બતાવી હતી અને ત્રીજા સ્થાન સાથે અભિયાન પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખ્યો હતો.મેચની શરૂઆત થતાં જ દક્ષિણ કોરિયાએ બોલ પર કબજો મેળવ્યો, પરંતુ શરૂઆતના પાસ દરમિયાન થયેલી નાની ભૂલ તેમની માટે ભારે પડી. તુર્કીના ખેલાડીઓએ તરત જ દબાણ બનાવ્યું અને બોલ હાકન શુકુર સુધી પહોંચ્યો. તક મળતા જ તેણે કોઈ ભૂલ કર્યા વિના ગોલ તરફ દોડ લગાવી.

શુકુરે માત્ર 11 સેકન્ડમાં કર્યો ગોલ

હાકન શુકુર તેની ઝડપી ગતિ અને સચોટ ફિનિશિંગ માટે જાણીતો હતો. તેણે ડિફેન્ડરોને પાછળ છોડીને જમણા પગથી જોરદાર કિક મારી. ગોલકીપર પાસે પ્રતિક્રિયા આપવાનો સમય પણ નહોતો અને બોલ સીધો ગોલપોસ્ટમાં ગયો. મેચ શરૂ થયાને માત્ર 11 સેકન્ડ થયા હતા અને વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી ઝડપી ગોલ નોંધાઈ ગયો.

 

તુર્કીએ દક્ષિણ કોરિયાને 3-2થી હરાવ્યું

રસપ્રદ વાત એ છે કે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શુકુરનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું અને તેના પર સતત ટીકા થઈ રહી હતી. જોકે, આ એક ગોલે તેની તમામ ટીકાઓનો જવાબ આપી દીધો. તે મેચમાં તુર્કીએ દક્ષિણ કોરિયાને 3-2થી હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

બે દાયકા પછી પણ અતૂટ રેકોર્ડ

આજે પણ જ્યારે ફિફા વર્લ્ડ કપની સૌથી યાદગાર ક્ષણોની ચર્ચા થાય છે, ત્યારે હાકન શુકુરનો 11 સેકન્ડનો ગોલ ખાસ સ્થાન ધરાવે છે. બે દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ રેકોર્ડ હજુ સુધી કોઈ ખેલાડી તોડી શક્યો નથી. ફૂટબોલ ચાહકો માટે આ ક્ષણ આજે પણ વર્લ્ડ કપ ઇતિહાસની સૌથી રોમાંચક અને અવિસ્મરણીય ઘટનાઓમાંની એક માનવામાં આવે છે.

Breaking News: T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો, જાણો કોનો હાથ ઉપર?

Follow Us