
રમતની દુનિયામાં પાકિસ્તાનની ખુબ જ કંગાળ હાલત જોવા મળી રહી છે. યુએઈની ધરતી પર રમાઈ રહેલા એશિયા કપમાં તો પાડોશી દેશ પાકિસ્તાનની આબરુ ગઈ છે. ત્યારે હવે જાપાનમાં પાકિસ્તાનનો મોટો પર્દાફાશ થયો છે. એક નકલી પાકિસ્તાની ફૂટબોલ ટીમ જાપાનમાં યોજાઈ રહેલી એક ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આવી હતી. જોકે, અધિકારીઓને શંકા ગઈ અને તપાસમાં, બધા ખેલાડીઓ નકલી હોવાનું જાણવા મળ્યું.
ત્યાપબાદ તરત જ પાકિસ્તાનની આ નકલી ટીમને જાપાનમાંથી રવાના કરી દેવામાં આવી હતી. ખુબ ફુટબોલ ખેલાડીઓ જણાવી રહ્યા છે કે,આ છેતરપિંડી કરનારાઓ પાસે વિદેશ મંત્રાલયના નકલી NOC પણ હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં કુલ 22 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.
ફુટબોલની કિટ પહેરી ખેલાડીઓ જાપાન પહોંચ્યા હતા અને દાવો કર્યો કે, તે પાકિસ્તાન ફુટબોલ ફેડરેશન સાથે જોડાયેલા છે. તેની પાસે વિદેશ મંત્રાલયના નકલી NOC પણ હોવાનું જાણવા મળ્યું છે. આ ટીમ ગોલ્ડન ફુટબોલ ટ્રાયલ નામની એક ક્લબ હોવાનું જણાવ્યું હતુ. જે સિયાલકોટના પાસરુરમાં રહેતા મલિક વકાસે મોકલી હતી. આ 22 ખેલાડીઓનો હેતુ જાપાનમાં યોજાનારી ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો હતો, પરંતુ તે બધું પૂર્વ-આયોજિત છેતરપિંડીનો ભાગ હોવાનું બહાર આવ્યું.
આટલું જ નહી પરંતુ આરોપી મલિક વિકાસે દરેક વ્યક્તિ પાસેથી યાત્રા માટે 40-40 લાખ પાકિસ્તાની રુપિયા લીધા હતા. જાન્યુઆરી 2024માં તેમણે 17 લોકોને જાપાનમાં મોકલ્યા હતા. જ્યાં નકલી ડોક્યુમેન્ટ અને જાપાની ક્લબ બોવિસ્ટા એફસીનું નકલી આમંત્રણ પત્ર દ્વારા તેને મોકલવામાં આવ્યા હતા. આ વખતે પણ તેમણે આ રણનીતિ અપનાવી હતી. પરંતુ જાપાની અધિકારીઓની સતર્કતાએ શ્રડયંત્ર પર પાણી ફેરવી દીધું હતુ.
આ ટીમે નકલી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી સિયાલકોટ એરપોર્ટથી જાપાન રવાના થઈ હતી. આ મામલાનો પર્દાફાશ થયા બાદ 22 લોકોને પરત પાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાનની FIAએ તેમની ધરપકડ કરી હતી. પાકિસ્તાનની તપાસ એજન્સી FIA એ તેને માનવ તસ્કરીનો મોટો કેસ ગણાવ્યો. રિપોર્ટ મુજબ FIAના કમ્પોઝિટ સર્કલે 15 સપ્ટેમ્બરના રોજ વકાસની ધરપકડ કરી તેના પર મોટી કાર્યવાહી કરી રહી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, આ એક મોટું માનવ તસ્કરી નેટવર્ક હતુ. જેમાં નકલી રમતના આયોજનનો સહારો લેવામાં આવી રહ્યો હતો.