Cristiano Ronaldo: રોનાલ્ડો માન્ચેસ્ટર યુનાઈટેડ છોડવા માંગે છે, એક રિપોર્ટમાં થયો ખુલાસો

Cristiano Ronaldo and Manchester United: એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડ છોડવાનું મન બનાવી લીધું છે.

Cristiano Ronaldo: રોનાલ્ડો માન્ચેસ્ટર યુનાઈટેડ છોડવા માંગે છે, એક રિપોર્ટમાં થયો ખુલાસો
Cristiano Ronaldo (File Photo)
| Edited By: | Updated on: Jul 03, 2022 | 2:23 PM

ફુટબોલ જગતના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લોકોમાં ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તેને લઇને એક એવા સમાચાર સામે આવી રહ્યા છે. જેનાથી તેના ચાહકો માં નિરાશા જોવા મળી રહી છે. ફુટબોલ જગતના દિગ્ગજ ગણાતા એવા પોર્ટુગલના ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) ફરી એકવાર માન્ચેસ્ટર યુનાઈટેડ (Manchester United) છોડી શકે છે. તેણે ઈંગ્લિશ પ્રીમિયર લીગ (English Premier League) ની આ ક્લબને પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડને કહ્યું છે કે, તે આ સિઝન પહેલા ક્લબ છોડવા માંગે છે. કારણ કે તે ચેમ્પિયન્સ લીગમાં રમવા માંગે છે. ‘ધ ટાઈમ્સ’ ન્યૂઝ પેપરના અહેવાલમાં આ વાત સામે આવી છે.

ફુટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડ (Manchester United) આ વખતે ચેમ્પિયન્સ લીગ (Champions League) માટે ક્વોલિફાઈ કરી શક્યું નથી. છેલ્લી સિઝન માં તે એક પણ ટ્રોફી જીતી શકી ન હતી. આવી સ્થિતિમાં હવે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ક્લબ છોડવાની અટકળોએ જોર પકડ્યું છે. જો કે નવા મેનેજર એરિક ટેન હાગ આ પોર્ટુગીઝ ખેલાડીને તેની યોજનાનો ભાગ ગણાવે છે.

માન્ચેસ્ટર યુનાઈટેડએ ઓગસ્ટ 2021 માં જુવેન્ટસ ફુટબોલ ક્લબમાંથી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને તેમની ક્લબ માં સામેલ કર્યો હતો. તેણે છેલ્લી સિઝનમાં શાનદાર રમત બતાવી હતી. રોનાલ્ડોએ છેલ્લી સિઝનમાં માનચેસ્ટર યુનાઈટેડ માટે કુલ 24 ગોલ કર્યા હતા. જોકે રોનાલ્ડોના આ જોરદાર પ્રદર્શન છતાં માન્ચેસ્ટર યુનાઈટેડની ટીમ વધુ સફળતા મેળવી શકી નથી.

 

રોનાલ્ડો ચેલ્સી અને બાયર્ન મ્યુનિખ સાથે જોડાવાની અટકળો વધી

જોકે મહત્વનુ છે કે સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને માન્ચેસ્ટર યુનાઈટેડ ફુટબોલ ક્લબ (Manchester United) વચ્ચેનો કરાર પૂરો થવામાં હજુ એક વર્ષ બાકી છે. પરંતુ તે પહેલા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) એ તેને છોડવાનું મન બનાવી લીધું છે. મળતા અહેવાલો પ્રમાણે 37 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને વિશ્વાસ છે કે તે આગામી 3 થી 4 વર્ષ સુધી રમી શકે છે. હાલ માં તેના ચેલ્સી અને બાયર્ન મ્યુનિક માં જોડાવાની અટકળો ચાલી રહી છે.