કુસ્તીબાજ સુશીલ કુમાર સહિત 20 લોકો સામે કોર્ટે ઘડ્યો હત્યાનો આરોપ

કુસ્તીબાજ સુશીલ કુમાર (Wrestler Sushil Kumar) સહિત કુલ 20 સામે ગંભીર કલમ સાથે આરોપ ઘડવામાં આવ્યા છે. કોર્ટે સાગર ધનખર હત્યા કેસમાં પોતાનો ચુકાદો આપ્યો હતો.

કુસ્તીબાજ સુશીલ કુમાર સહિત 20 લોકો સામે કોર્ટે ઘડ્યો હત્યાનો આરોપ
wrestler sushil kumar
| Edited By: | Updated on: Oct 12, 2022 | 5:49 PM

Wrestler Sagar murder case : જુનિયર કુસ્તીબાજ સાગર (Junior wrestler Sagar) નું, સુશીલ કુમાર અને અન્ય કુસ્તીબાજોએ સાથે મળીને અપહરણ કર્યું હતું. 4 મે 2021 ની રાત્રે છત્રસાલ સ્ટેડિયમમાં સાગરને માર મારવામાં આવ્યો હતો, જેના કારણે સાગરનું મૃત્યુ થયું હતું. આ કેસમાં પોલીસે સુશીલ કુમારની (Sushil Kumar) ધરપકડ કરી હતી. સાગર ધનખર હત્યા કેસમાં દિલ્હીની કોર્ટે કુસ્તીબાજ અને ઓલિમ્પિક મેડલ (Olympic medal) વિજેતા સુશીલ કુમાર સહિત 20 લોકો સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને અન્ય કેસમાં આરોપો ઘડ્યા છે.

મળતી માહિતી મુજબ આમાંથી બે આરોપીઓ ફરાર છે. તમામ પર હત્યા, હત્યાનો પ્રયાસ, રમખાણ, ગેરકાનૂની સભા અને અન્ય આરોપો લગાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે દિલ્હીની રોહિણી કોર્ટે જુનિયર રેસલર સાગર ધનખર હત્યા કેસમાં ફરિયાદ પક્ષ અને આરોપીઓની દલીલો સાંભળ્યા બાદ આરોપ ઘડવા પર પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે હવે 20 આરોપીઓ સામે આરોપો ઘડ્યા છે.

દિલ્હીની રોહિણી કોર્ટે કુસ્તીબાજ સાગર ધનખર હત્યા કેસમાં કુસ્તીબાજ સુશીલ કુમાર સહિતના આરોપીઓ સામે આરોપો ઘડ્યા છે. જેમા હત્યા, હત્યાનો પ્રયાસ, રમખાણ અને અન્ય ફોજદારી કલમો હેઠળ ગુનાહિત ષડયંત્ર માટે કોર્ટે આ આરોપ ઘડ્યો છે. આ કેસમાં હજુપણ 2 આરોપીઓ ફરાર છે, કોર્ટે તે ફરાર આરોપીઓ સામે આરોપો પણ ઘડ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 4 મે, 2021ની રાત્રે છત્રસાલ સ્ટેડિયમમાં સાગર અને સોનુને કથિત રીતે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાગરનું મોત નીપજ્યું હતું અને ઘટનામાં સોનુ મહેલ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

તમને જણાવી દઈએ કે દિલ્હીની રોહિણી કોર્ટે જુનિયર રેસલર સાગર ધનખર હત્યા કેસમાં ફરિયાદ પક્ષ અને આરોપીઓની દલીલો સાંભળ્યા બાદ આરોપ ઘડવા પર પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે હવે 17 આરોપીઓ સામે આરોપો ઘડ્યા છે.

Published On - 5:36 pm, Wed, 12 October 22