બ્રિજ ભૂષણ સામે સમિતિની તપાસ પૂર્ણ, જાણો મહિલા રેસલર અને પુરાવા વિશે શું કહ્યું રિપોર્ટમાં?

|

Mar 14, 2023 | 3:58 PM

બ્રિજભૂષણ શરણ સિંહ પર વિનેશ ફોગટે મહિલા રેસલરનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ દેશના ટોચના રેસલર્સ ધરણા પર બેસી ગયા હતા.

બ્રિજ ભૂષણ સામે સમિતિની તપાસ પૂર્ણ, જાણો મહિલા રેસલર અને પુરાવા વિશે શું કહ્યું રિપોર્ટમાં?

Follow us on

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર લાગેલા યૌન શોષણના આરોપની તપાસ માટે એક સમિતિએ રમત મંત્રાલયને પોતાનો રિપોર્ટ આપ્યો હતો. ભારતની સ્ટાર મહિલા રેસલર વિનેશ ફોગાટે કેટલાક મહિના પહેલા બ્રિજ ભૂષણ પર મહિલા ખેલાડીની સાથે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ વિનેશ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિત કેટલાક મોટા સ્ટાર રેસલર જાન્યુઆરી મહિનામાં જંતર-મંતર પર ધરણા પર બેઠા હતા. દેશભરમાં રેસલરને લઈ મામલો ગરમાયો હતો.

રેસલરનો ગુસ્સો જોઈ આ મામલે તપાસ સમિતિ બનાવવામાં આવી હતી. મેરીકોમની આગેવાની વાળી સમિતિમાં યોગેશ્વર દત્ત, પૂર્વ બેડમિન્ટન ખેલાડી તૃપ્તિ મુર્ગંડે, સાંઈ સભ્ય રાધિકા, ઓલિમ્પિક પોડિયમના પૂર્વ સીઈઓ રાજેશ રાજગોપાલન અને ભારતની સ્ટાર પહેલવાન બબીતા ફોગાટ પણ સામેલ હતી.

સામે આવી અનેક પહેલવાન

મીડિયા રિપોર્ટસ મુજબ સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે બ્રિજભૂષણ વિરુદ્ધ ન તો કોઈ યોગ્ય સબુત છે ના કોઈ સાક્ષી, આટલુ નહીં યૌન શૌષણના આરોપ સાબિત કરવા માટે બનાવેલી સમિતિની સામે કોઈ રેસલર રજુ થયા નહીં, સમિતિએ કહ્યું કે, યૌન શોષણ કોની સાથે ક્યા સમયે અને ક્યાં થયું છે તેની જાણકારી સમિતિને મળી શકી નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ખરાબ વ્યવહારની અલોચના કરી

રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ કોઈ પુરાવા મળી શક્યા નથી, પરંતુ રિપોર્ટમાં તેમના ખરાબ વર્તનની ટીકા કરવામાં આવી છે. ગયા મહિને બ્રિજ ભૂષણ પણ સમિતિ સમક્ષ હાજર થયા હતા અને તેમના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા. તેઓ 20 જેટલા સમર્થકો સાથે સુનાવણીમાં પહોંચ્યા હતા.

બ્રિજ ભૂષણ શરણ સિંહ સામેના જાતીય સતામણીના આરોપોની તપાસ માટે સાત સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં મેરી કોમ, ડોલા બેનર્જી, અલકનંદા અશોક, યોગેશ્વર દત્ત, સહદેવ યાદવ અને બે એડવોકેટ સભ્યો છે.

શું હતો સમગ્ર મામલો?

બ્રિજ ભૂષણ શરણ સિંહ પર દેશના દિગ્ગજ કુસ્તી ખેલાડીઓએ મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના માટે રમત મંત્રાલયે તપાસ માટે એક સમિતિની રચના કરી હતી.

Next Article