ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને (Lakshya Sen) જબરદસ્ત રમત દેખાડી ને પોતાની કારકિર્દીનો બીજો BWF Super 500 ખિતાબ જીત્યો હતો. લક્ષ્ય સેને કેનેડા ઓપનની ફાઇનલમાં ચીનના લી શી ફેંગને સીધા સેટમાં માત આપી હતી. 21 વર્ષીય લક્ષ્ય સેને પોતાની કારકિર્દીનું પ્રથમ સુપર 500 ખિતાબ 2022 ઇન્ડિયન ઓપનના રૂપમાં જીત્યુ હતુ.
Looking SENsational on 🔝of the Podium @lakshya_sen 😍
📸: @badmintonphoto#CanadaOpen2023#IndiaontheRise#Badminton pic.twitter.com/EvmeeP52EI
— BAI Media (@BAI_Media) July 10, 2023
લક્ષ્ય સેને કેનેડા ઓપનની ફાઇનલમાં પોતાની ઝડપ અને પાવર ગેમ સાથે ચીનના ખેલાડીને માત આપી હતી. ચીની ખેલાડી ફાઇનલમાં એક પણ સેટ જીતવામાં અસફળ રહ્યો હતો. લક્ષ્ય સેને પ્રથમ સેટ 21-18 થી જીત્યો હતો અને બીજો સેટ 22-20 થી જીત્યો હતો. સંપૂર્ણ મેચ દર્શકો માટે રોમાંચક રહી હતી અને તનાવથી ભરપૂર મેચમાં સેને જીત મેળવીને પાતોની આગવી છાપ કોર્ટ પર છોડી હતી.
Congratulations to @lakshya_sen on a phenomenal performance at the #CanadaOpen2023 🏸
Coming back from 4 points down in the second game to win in straight games is simply SENsational!
🌟 Splendid display of resilience and skill by our Champ 👏An incredible week for… pic.twitter.com/Kpy2WE3oMl
— Anurag Thakur (@ianuragthakur) July 10, 2023
લક્ષ્ય સેને ગત વર્ષ ઓગષ્ટમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ આ પ્રથમ વખત ટાઇટલ જીત્યો હતો. સેન આ વર્ષે ટાઇટલ જીતનાર બીજો ભારતીય ખેલાડી બન્યો છે, આ પહેલા મે મહિના માં એચ એસ પ્રણોયે મલેશિયા માસ્ટર્સનો ખિતાબ જીત્યો હતો.
આ પણ વાંચો: Asian Games: એશિયન ગેમ્સ માટે 36 સભ્યોની સ્વિમિંગ ટીમની જાહેરાત, માના પટેલ અને આર્યન નહેરા ટીમમાં સામેલ
બીજા સેટમાં લક્ષ્ય સેન 16-20 થી પાછળ ચાલી રહ્યો હતો અને તેની સામે ચીનના ખેલાડી પાસે ચાર ગેમ પોઇન્ટ હતા પણ સેને તે બાદ સતત 6 પોઇન્ટ જીતીને સેટની સાથે સાથે મેચ પણ જીતી લીધી હતી. બંને ખેલાડીની જો વાત કરીએ તો હેડ-ટુ-હેડ રેકોર્ડમાં લક્ષ્ય સેને આ જીત સાથે 5-2 થી સરસાઇ મેળવી લીધી છે. 7 વખત બંને ખેલાડીની ટક્કર થઇ છે પણ સેનનો દબદબો રહ્યો છે. સેન ખરાબ ફોર્મના કારણે રેન્કિંગમાં 19 માં ક્રમે પહોંચી ગયો હતો પણ ગત વર્ષ દરમિયાન કરાયેલ નાકની સર્જરી બાદ સેન ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો હતો. આ જીત બાદ સેનના આત્મવિશ્વાસમાં વધારો થશે તેવુ દેખાઇ રહ્યું છે.