દેશમાં હાલમાં રેસલર્સનું વિરોધ પ્રદર્શન ભારે ચર્ચામાં છે. મોટી ટુર્નામેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડીઓ હાલમાં જંતર મંતર પર ન્યાય માટે ધરણા કરી રહ્યા છે. તેવામાં યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલા ભાજપ સાંસદ અને ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહે એક નિવેદન આપ્યું છે. એક મીડિયા એજન્સીને તેમણે જણાવ્યું કે મને ખબર પડી છે કે મારા વિરુદ્ધ એફઆઈઆર થઈ શકે છે પણ મને ન્યાય વ્યવસ્થા પર પૂરેપૂરો ભરોસો છે.
તેમણે આગળ જણાવ્યું હતું કે, હું મજામાં છું, કોર્ટમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. દિલ્હી પોલીસ પોતાની રીતે તપાસ કરી શકે છે. મને પોલીસ પર ભરોસો છે. પૂરેપૂરુ સત્ય સામે આવી જશે. હવે હું કોઈની સાથે વાત નહીં કરુ, મને મીડિયા ટ્રાયલ નથી કરાવવું. બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ FIR નોંધવાના મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દિલ્હી પોલીસ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR દાખલ કરશે. સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસ બેકફૂટ પર આવી ગઈ.
દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું કે, તે આજે જ બ્રિજ ભૂષણ વિરુદ્ધ કેસ દાખલ કરશે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણા મોટા કુસ્તીબાજો બ્રિજ ભૂષણ વિરુદ્ધ કેસ નોંધવાની માંગ સાથે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, સંગીતા ફોગાટ જેવા ઘણા મોટા નામ સામેલ છે.
Supreme Court begins hearing wrestlers’ petition seeking registration of FIR against WFI president Brij Bhushan
Delhi Police tells the Court that they will register an FIR. pic.twitter.com/chVSkFn6ye
— ANI (@ANI) April 28, 2023
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેમને ફરિયાદીની સુરક્ષાને લઈને કોઈ વાંધો નથી. આ સાથે કોર્ટે દિલ્હી પોલીસ કમિશનરને ધમકી અંગે સંપૂર્ણ તપાસ કર્યા બાદ ફરિયાદીને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટ આ કેસની સુનાવણી હાલ પૂરતું અટકાવશે નહીં. આ મામલે આગામી સુનાવણી 5 મેના રોજ થશે.
VIDEO | Wrestlers exercise and practise at Jantar Mantar as their protest against WFI President Brij Bhushan Sharan Singh continues. pic.twitter.com/wxOZP2BUs1
— Press Trust of India (@PTI_News) April 26, 2023
When Jantar Mantar turns into sports ground.#IStandWithMyChampions pic.twitter.com/79Lt5FqwQd
— akhilesh kumar (@sattuakhilesh45) April 28, 2023
#WATCH | Wrestlers protesting at Delhi’s Jantar Mantar demanding an FIR against the WFI president hold their morning exercise and training session at the protest site pic.twitter.com/sRmf1YXPYo
— ANI (@ANI) April 26, 2023
બ્રિજ ભૂષણ પર મહિલા રેસલર્સનું યૌન શોષણ કરવાનો આરોપ છે. જાન્યુઆરીમાં બ્રિજ ભૂષણ વિશેના ખુલાસા બાદ વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક સહિત ઘણા સ્ટાર રેસલર્સ ધરણા પર બેઠા હતા. આ પછી રમત મંત્રાલયે એક તપાસ સમિતિની રચના કરી, પરંતુ 3 મહિના પછી કુસ્તીબાજોએ કહ્યું કે તેમની ફરિયાદ છતાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને કુસ્તીબાજો ભૂતકાળમાં ફરી ધરણા પર બેઠા હતા.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…