Breaking News: મીતેઈનો ઐતિહાસિક પંચ, ભારતે યુથ ઓલિમ્પિક્સ 2026નો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો

ડાકાર યુથ ઓલિમ્પિક્સ 2026માં ભારતની ગોલ્ડ મેડની રાહ આખરે પૂરી થઈ છે. મણિપુરના યુવા બોક્સર અંબેકર મીતેઈએ પુરુષોની 50 કિગ્રા કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે તે યુથ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો પ્રથમ બોક્સર બન્યો છે. ફાઇનલમાં તેણે આયર્લેન્ડના બોક્સરને 3-2થી હરાવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી.

Breaking News: મીતેઈનો ઐતિહાસિક પંચ, ભારતે યુથ ઓલિમ્પિક્સ 2026નો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો
Lairenlakpam Ambaker Meitei
Image Credit source: X
| Updated on: Nov 12, 2026 | 8:26 PM

ભારતે સેનેગલમાં 2026 યુથ ઓલિમ્પિકમાં પોતાનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. ગુરુવાર, 12 નવેમ્બરના રોજ, યુવા ભારતીય બોક્સર લૈરેનલકપમ અંબેકર મીતેઈએ ડાકાર યુથ ઓલિમ્પિક્સમાં પોતાની શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યો. આમ, ભારતની તેના પહેલા ગોલ્ડ મેડલની રાહનો અંત આવ્યો. મીતેઈએ પુરુષોની 50 કિગ્રા શ્રેણીમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. તે યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બોક્સર બન્યો.

યુથ ઓલિમ્પિકમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ

સેનેગલના ડાકારમાં 2026 યુવા ઓલિમ્પિક ગેમ્સના સમાપનના એક દિવસ પહેલા ભારતે આખરે પોતાનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો. 31 ઓક્ટોબરથી રમતો શરૂ થઈ ત્યારથી, ભારતે આઠ મેડલ જીત્યા છે, જેમાંથી બધા સિલ્વર અને બ્રોન્ઝ હતા. ગોલ્ડ મેડલની રાહ હતી. ગેમ્સના 13મા દિવસે યુવા બોક્સર મીતેઈએ ભારતના ગોલ્ડ મેડલના દુકાળનો અંત લાવ્યો, જેનાથી ભારતનો કુલ મેડલ 9 થયા.

 

3-2થી ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો

મણિપુરના મીતેઈનો મુકાબલો ફાઇનલમાં આયર્લેન્ડના ક્રિશ્ચિયન જુબાની સામે થયો હતો, અને શરૂઆત તેના માટે સારી રહી ન હતી. પાંચેય જજોએ પહેલા રાઉન્ડમાં આઇરિશ બોક્સરને વિજેતા જાહેર કર્યો હતો. જોકે, ભારતીય બોક્સરે બીજા રાઉન્ડમાં વાપસી કરી, રાઉન્ડ 3-2થી જીતીને મેચ બરાબર કરી દીધી. પછી, અંતિમ રાઉન્ડમાં, મીતેઈએ લગભગ સંપૂર્ણ પ્રભુત્વ જાળવી રાખ્યું અને આઇરિશ બોક્સરને હરાવી દીધું. ચાર જજોએ મીતેઈના પક્ષમાં નિર્ણય આપ્યો, અને ભારતીય બોક્સરે 3-2થી ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો.

 

ફાઇનલમાં પહોંચનાર માત્ર બીજો ભારતીય બોક્સર

મીતેઈએ પહેલેથી જ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી હતી. તે યુથ ઓલિમ્પિક ગેમ્સની ફાઇનલમાં પહોંચનાર માત્ર બીજો ભારતીય બોક્સર બન્યો. સોળ વર્ષ પહેલાં શિવ થાપાએ 2010 ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. બોક્સિંગમાં આ ભારતનો એકમાત્ર મેડલ હતો. હવે, મીતેઈએ માત્ર પોતાનો બીજો મેડલ જ નહીં, પણ તેને ગોલ્ડમાં પણ રૂપાંતરિત કર્યો, અને પોતાનું નામ હંમેશા માટે સુવર્ણ અક્ષરોમાં કોતર્યું.

IND vs NZ: ચોથી વનડેમાં મોહમ્મદ સિરાજનું રમવું નક્કી! આ ખેલાડીનું કાપશે પત્તું, પ્લેઈંગ ઈલેવનમાં થશે ફેરફાર

Follow Us
Loading...
Unable to load recommendations.