Breaking News : WWEના ફેમસ રેસલર હલ્ક હોગનનું નિધન, 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

WWEના ફેમસ રેસલર હલ્ક હોગનનું 71 વર્ષની વયે નિધન થયું હતું. હલ્ક હોગનનું મૃત્યુ તેમના ફ્લોરિડા સ્થિત ઘરમાં થયું હતું. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સુપરસ્ટાર રેસલરને હાર્ટ એટેક આવ્યો હતો, જેમાંથી તેઓ સ્વસ્થ થઈ શક્યા નહીં અને તેમનું મૃત્યુ થયું હતું.

Breaking News : WWEના ફેમસ રેસલર હલ્ક હોગનનું નિધન, 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Hulk Hogan
Image Credit source: Getty Images
| Updated on: Jul 24, 2025 | 10:25 PM

પ્રોફેશનલ રેસલિંગ સુપરસ્ટાર અને પ્રખ્યાત રેસલર હલ્ક હોગનનું અવસાન થયું છે. વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE)ના સૌથી મોટા સ્ટાર્સમાંના એક હોગનનું 71 વર્ષની વયે અવસાન થયું હતું. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હલ્ક હોગને ગુરુવારે, 24 જુલાઈના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

WWEના સૌથી મોટા સુપરસ્ટાર

હોગનના મૃત્યુથી WWE યુનિવર્સ અને તેના ચાહકોમાં શોક ફેલાયો છે અને દરેક વ્યક્તિ તેમને શ્રદ્ધાંજલિ આપી રહી છે. હોગન WWE ઈતિહાસના સૌથી સફળ સુપરસ્ટાર હતા, જેમણે WWEને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બનાવ્યું હતું. અમેરિકાના જ્યોર્જિયામાં જન્મેલા હલ્ક હોગને 1977માં પ્રોફેશનલ કુસ્તીની દુનિયામાં પ્રવેશ કર્યો અને ત્યારથી તે તેના શક્તિશાળી કુસ્તી અને સિગ્નેચર મૂવને કારણે સુપરહિટ બન્યા હતા.

હાર્ટ એટેકથી થયું મૃત્યુ

અમેરિકન વેબસાઈટ TMZના એક અહેવાલ મુજબ, હલ્ક હોગનનું મૃત્યુ તેમના ફ્લોરિડા સ્થિત ઘરમાં થયું હતું. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સુપરસ્ટાર રેસલરને હાર્ટ એટેક આવ્યો હતો, જેમાંથી તેઓ સ્વસ્થ થઈ શક્યા નહીં અને તેમનું મૃત્યુ થયું હતું. ગુરુવારે સવારે લગભગ 9.51 વાગ્યે, હલ્ક હોગનને હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ તાત્કાલિક તેમના ઘરે પહોંચી હતી, જ્યાંથી તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

 

1983માં WWEમાં પ્રવેશ કર્યો

હોગનનું સાચું નામ ટેરી જીન બોલિયા હતું. તેમનો જન્મ 11 ઓગસ્ટ,1953ના રોજ જ્યોર્જિયાના ઓગસ્ટામાં થયો હતો અને તેમણે 1977માં પોતાની પ્રોફેશનલ કુસ્તી કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ WWEમાં તેમનો પ્રવેશ 1983માં થયો હતો અને અહીંથી હોગને પ્રોફેશનલ કુસ્તીને દરેક ઘરમાં લોકપ્રિય બનાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. રિંગમાં તેમના સંવાદો તેમજ વિવિધ પ્રકારના નાટક અને “એટોમિક લેગ ડ્રોપ” અને “હલ્ક અપ” જેવા સિગ્નેચર મૂવ્સને કારણે તેઓ બાળકો અને યુવાનોમાં ખાસ લોકપ્રિય બન્યા હતા.

હલ્ક હોગનની કારકિર્દી

લગભગ 6.5 ફૂટ ઊંચા અને 130 કિલો વજન ધરાવતા હોગન, તેમના WWE કારકિર્દીમાં છ વખત WWE ચેમ્પિયનશિપ અને છ વખત WCW વર્લ્ડ હેવીવેઈટ ચેમ્પિયનશિપ જીત્યા હતા. હોગને તેના ફેન્સને ‘હલ્કમેનિયા’ યુનિવર્સનો ભાગ બનાવ્યા અને 1980ના દાયકામાં ઘણા દિગ્ગજ કુસ્તીબાજોને હરાવીને રાજ કર્યું. તે સમયગાળા દરમિયાન આન્દ્રે ધ જાયન્ટ, સ્ટિંગ, ધ અલ્ટીમેટ વોરિયર અને રેન્ડી સેવેજ જેવા કુસ્તીબાજો સાથે હોગનની ફાઈટ WWEની સૌથી લોકપ્રિય સ્ટોરી લાઈન હતી.

 

WWE હોલ ઓફ ફેમમાં સામેલ

હોગને પહેલા 9 રેસલમેનિયા ઈવેન્ટ્સમાંથી 8 માં ભાગ લીધો હતો. જોકે, નવા રેસલરોના આગમન સાથે, હલ્ક હોગનનો રિંગનો સમય ધીમે-ધીમે ઓછો થયો અને વધતી ઉંમરને કારણે, તેઓ WWEથી દૂર પણ જવા લાગ્યા. આ સમય દરમિયાન, તેમણે ઘણી હોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું અને કેટલાક રિયાલિટી શોમાં પણ ભાગ લીધો. જાન્યુઆરી 2012માં હોગને કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી. 2005માં જ તેમને WWE હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Asia Cup 2025 : એશિયા કપને મળી મંજૂરી, BCCI આ દેશમાં કરશે ટુર્નામેન્ટનું આયોજન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:19 pm, Thu, 24 July 25