લવલીનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંભળાવ્યો ગ્લાસગોમાં થયેલા નકશાનો વિવાદ, PMએ કર્યા વખાણ

2026 કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ગ્લાસગોની એક રેસ્ટોરન્ટમાં ભારતનો ખોટો નકશો દેખાડવા પર બોક્સર લવલીના બોરગોહેને આપત્તિ વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લવલીનાના આ પગલાના વખાણ પણ કર્યા હતા.

લવલીનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંભળાવ્યો ગ્લાસગોમાં થયેલા નકશાનો વિવાદ, PMએ કર્યા વખાણ
| Updated on: Aug 10, 2026 | 2:23 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ બોક્સર લવલીના બોરગોહેનના વખાણ કર્યા હતા. લવલીનાએ 2026 કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ગ્લાસગોની એક રેસ્ટોરન્ટમાં ભારતનો ખોટો નકશો દેખાડવા પર આપત્તિ વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કોટલેન્ડમાંથી પરત ફરેલા કોમનવેલ્થ ગેમ્સના ચેમ્પિયન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન લવલીના આ પગલાના વખાણ કર્યા હતા.

ગ્લાસગોની રેસ્ટોરન્ટમાં ખોટા નકશા પર પડી લવલીનાની નજર

આ મામલો ત્યારે સામે આવ્યો હતો.ત્યારે લવલીના બોરગોહને ભારતીય બોક્સિંગ ટીમની સાથે કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી જશ્ન મનાવવા માટે ગ્લાસગોની એક રેસ્ટોરન્ટમાં ડિનર કરવા પહોંચી હતી. આ દરમિયાન તેમણે રેસ્ટોરન્ટના મેનુ પર ભારતના એક એવા નકશાને જોઈએ. જેમાં પૂર્વોતર ભારતનો ભાગ ગાયબ હતો.

લોવલીનાએ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સામે આનો વાંધો ઉઠાવતા કહ્યું કે, ભારતના નકશામાં ઉત્તરપૂર્વ દર્શાવવામાં આવ્યું નથી, અને ઉત્તરપૂર્વના વ્યક્તિ તરીકે, તે આનાથી ખૂબ જ દુઃખી છે. તેમણે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટને કહ્યું આને ખોટો ન સમજો. પરંતુ આનાથી મને થોડું દુખ થયું હતુ. ભારતના નકશામાં આપણો પૂર્વોતર દૂર છે. બહાર પણ જે નકશો લગાવવામાં આવ્યો છે. તેમાં પણ પૂર્વોતરનો ભાગ નથી. પૂર્વોતરથી હોવાથી ખુબ દુખ થાય છે.

 

 

 

લવલીનાની આપત્તિ પછી સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો હતો. તેના પર મિસ્ટર સિંહ ઈન્ડિયાના ખોટા નકશાને લઈ નિવેદન જાહેર કર્યું હતુ અને સ્પષ્ટ રુપથી માફી માંગી હતી.રેસ્ટોરન્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, ખોટા નકશાને બદલવામાં આવશે. હવે ભારતના સાચા નક્શાનો ઉપયોગ કરવામાં આવશે.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સરનું શાનદાર પ્રદર્શન

2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સિંગ ટીમે શાનદાર પ્રદર્શન કરી કુલ 10 મેડલ જીત્યા છે. આ ઐતિહાસિક પ્રદર્શન પછી ભારતીય બોક્સિંગ દળ માટે ગ્લાસગોમાં આયોજિત જશ્ન દરમિયાન લવલીનાની નજર ખોટા નકશા પર પડી હતી.

3 દિકરીઓના ભવિષ્ય માટે પિતાએ દિવસ-રાત મહેનત કરી, પરંતુ દિકરીએ તો ઓલિમ્પિકમાં મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.