
સ્પેને ફીફા વર્લ્ડકપ 2026નો ખિતાબ જીત્યા બાદ પૂર્વ એડલ્ટ સ્ટાર અને સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર મિયા ખલીફા જશ્ન મનાવતી જોવા મળી હતી. ન્યુયોર્કમાં રમાયેલ ફીફા વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં સ્પેને આર્જેન્ટીનાને 1-0થી હરાવી ટ્રોફી પોતાને નામ કરી હતી. આ મેચમાં સ્પેનની જીત પર મિયા ખલીફાએ મોટો દાવ લગાવ્યો હતો. તેમણે અંદાજે 1.65 મિલિયન ડોલર ભારતીય રુપિયામાં 14 કરોડ રુપિયાની મોટી રકમ પોતાને નામ કરી છે.
સ્પેનિશ ખેલાડી લામિન યમાલની જર્સી પહેરી મેચ જોવા માટે પહોંચેલી મિયા ખલીફાએ મેચ પૂર્ણ થયા બાદ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. સ્ટેડિયમમાં પોતાનો ફોટો શેર કરી પોતાની સટ્ટાબાજીના કાગળનો સ્ક્રીનશોર્ટ પણ શેર કર્યો છે. તેમણે 1.65ના ઓડ્સ પર 1 મિલિયન ડોલર દાવ પર લગાવ્યા હતા. જેના કારણે સ્પેનની જીત થયા બાદ 1.65 મિલિયન ડોલરમળ્યા હતા.તેમણે મજાકમાં લખ્યું કે સ્પેનિશ લોહીનું એક ટીપું પણ ન હોવા છતાં, તેમને તેમના વતન સ્પેન પર સંપૂર્ણ વિશ્વાસ હતો અને તેમણે મોટું ઇનામ જીત્યું.
Mia Khalifa placed a bet of 1 Million dollars on Spain winning the FIFA
After Spain’s victory she got 1,650,0000$
But twist is, State will tax her winnings which will fund bombs against her own country Lebanon like she cried the other day pic.twitter.com/38vMWzlJrC
— Chota Don (@choga_don) July 20, 2026
મિયા ખલીફાના દાવ અને ત્યારબાદ આટલી મોટી રકમની જીતથી સોશિયલ મીડિયા યુઝર્સમાં કોમેન્ટ કરી રહ્યા છે. મિયાના ચાહકો તેને આ જેકપોટ જીત માટે અભિનંદન આપી રહ્યા છે, ત્યારે ઘણા ફૂટબોલ ચાહકો આશ્ચર્યચકિત છે કે તેણે લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિના ટીમ સામે દાવ લગાવવાનું જોખમ કેવી રીતે લીધું. ઘણા યુઝર્સે મજાકમાં લખ્યું કે મિયા ખલીફાએ એક જ મેચમાં આખી જિંદગીની કમાણી કરી હતી, જ્યારે અન્ય લોકોએ તેને “શુદ્ધ નસીબ” ગણાવ્યું હતું.
એક રિપોર્ટ મુજબ મિયા ખલીફાએ 2014 અને 2015માં થોડા મહિના માટે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતુ. આજે તે આ ક્ષેત્રે સૌથી મોટી ઓળખ માટે જાણીતા નામમાંથી એક છે. ઈન્ડસ્ટ્રી છોડ્યા બાદ તેમણે સોશિયલ મીડિયા ક્રિએટર અને કમેન્ટેટરના રુપમાં પોતાની ઓળખ બનાવી છે.
આજે તે રમત,ફેશન અને પોપ કલ્ચર સાથે જોડાયેલ પોસ્ટ શેર કરે છે તેના કરોડો ફોલોઅર્સ છે.