Oman : હોકી મેન્સ જુનિયર એશિયા કપ 2023ની ફાઈનલ મેચ આજે ઓમાનમાં રમાઈ હતી. આ ફાઈનલ મેચમાં કટ્ટર વિરોધી ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ટ્રોફી જીતવા માટે જંગ થઈ હતી. મેન્સ જુનિયર એશિયા કપની 10મી આવૃતિમાં ભારતીય ટીમ એ શાનદાર જીત મેળવી છે. ફાઈનલ મેચમાં ભારતીય ખેલાડીઓ એ પાકિસ્તાની ખેલાડીઓને 2-1ના સ્કોરથી હરાવ્યા છે.પ્રથમ સેમિફાઈનલમાં કોરિયાની ટીમને ભારતની ટીમ એ 9-1થી હરાવી હતી. જ્યારે બીજી સેમિફાઈનલ મેચમાં મલેશિયાની ટીમને પાકિસ્તાનની ટીમ એ 2-6થી હરાવી હતી.
મેન્સ જુનિયર એશિયા કપ 2023 એ આગામી FIH જુનિયર મેન્સ વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ હશે, જે આ વર્ષે 5 થી 16 ડિસેમ્બર દરમિયાન મલેશિયામાં રમાશે. 23 મેથી 1 જૂન વચ્ચે ઓમાનમાં 10 ટીમો વચ્ચે મેન્સ જૂનિયર હોકી એશિયા કપ 2023નું આયોજન થયું હતું. 31 મેના રોજ 2 સેમિફાઈનલ મેચનું આયોજન થયું હતું. ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમ પૂલ Aમાં પાકિસ્તાન, જાપાન, થાઈલેન્ડ અને ચાઈનીઝ તાઈપેની સાથે છે. કોરિયા, મલેશિયા, ઓમાન, બાંગ્લાદેશ અને ઉઝબેકિસ્તાન પૂલ Bમાં હતા.
10 ટીમો વચ્ચે ટ્રોફી જીતવા માટે જંગ થયો હતો. જેમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. પાકિસ્તાનની ટીમ રનર અપ રહી હતી. સાઉથ કોરિયાની ટીમ ત્રીજા ક્રમે રહી છે, જ્યારે મલેશિયાની ટીમ ચોથા ક્રમે રહી છે. ભારતે 2004, 2005 અને 2015 બાદ ચોથી વખત આ ખિતાબ જીત્યો છે જ્યારે પાકિસ્તાન 1987, 1992 અને 1996માં ચેમ્પિયન રહ્યું છે.
આ પહેલા બંને ટીમો જુનિયર મેન્સ હોકી એશિયા કપની ફાઇનલમાં ત્રણ વખત આમને-સામને આવી ચુકી છે. 1996માં પાકિસ્તાન જીત્યું હતું જ્યારે ભારત 2004માં જીત્યું હતું. મલેશિયામાં રમાયેલી છેલ્લી ટુર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને 6.0થી હરાવ્યું હતું. 2ને હરાવીને ટાઇટલ જીત્યું હતુંઆ વખતે ટૂર્નામેન્ટ આઠ વર્ષ પછી થઈ રહી છે. 2021 માં કોરોના રોગચાળાને કારણે તેનું આયોજન કરવામાં આવ્યું ન હતું.
India are in the driving seat and hold a comfortable lead in the first half. Can we put the match beyond all doubt in the second half? Stay tuned.
Catch all the action LIVE on https://t.co/pYCSK2hYka app.#HockeyIndia #IndiaKaGame #AsiaCup2023 #GoldToIndianColts… pic.twitter.com/uvvaivh17S
— Hockey India (@TheHockeyIndia) June 1, 2023
Sweet Victory ✌️
India win a well fought encounter against arch nemesis Pakistan in the finals of Men’s Junior Asia Cup 2023.#HockeyIndia #IndiaKaGame #AsiaCup2023 #GoldToIndianColts#GloryToIndianColts pic.twitter.com/LYcGHypdcW
— Hockey India (@TheHockeyIndia) June 1, 2023
India storms it’s way to the Finals of Men’s Junior Asia Cup 2023 ⚡#IndiaKaGame #HockeyIndia #AsiaCup2023 pic.twitter.com/WCflUAqSoY
— Hockey India (@TheHockeyIndia) May 31, 2023
Line Up 📄
Here is the team that will take on Korea in the Semi Final Match of Men’s Junior Asia Cup 2023.
Catch all the action live on https://t.co/pYCSK2hquC app 8pm onwards.#HockeyIndia #IndiaKaGame #AsiaCup2023 pic.twitter.com/URCL0smuA7
— Hockey India (@TheHockeyIndia) May 31, 2023
પૂલ Aમાં ભારતીય ટીમ 4 માંથી 3 મેચમાં જીતી હતી. જ્યારે પાકિસ્તાન સામેની એક મેચ ડ્રો રહી હતી. પાકિસ્તાનની ટીમ પણ ભારતીય ટીમની જેમ 10 પોઈન્ટ સાથે હતી. પણ ગોલ ડિફરેન્સને કારણે પાકિસ્તાન આ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે રહ્યું, જ્યારે ભારતીય ટીમ પહેલા નંબર પર રહ્યું હતું.
પૂલ Bમાં 4માંથી 4 મેચ જીતીને 12 પોઈન્ટ સામે મલેશિયાની ટીમ ટોપ પર રહી, જ્યારે કોરિયાની ટીમ 4માંથી 3 મેચમાં જીત અને 1 હાર સાથે બીજા ક્રમે રહી. આજે 31 મેના રોજ પહેલા ભારત અને કોરિયાની પ્રથમ સેમિફાઈનલ અને બીજી સેમિફાઈનલ મલેશિયા-પાકિસ્તાન વચ્ચે આયોજિત થઈ હતી.
Published On - 11:18 pm, Thu, 1 June 23