
Marykom Controversy : 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી ભારતીય બોક્સર એમસી મેરી કોમ પર જૂનિયર બોક્સર સાથે અફેરનો આરોપ લાગ્યો છે. મેરી કોમ પર આ ગંભીર આરોપ તેના પૂર્વ પતિએ લગાવ્યો છે. પૂર્વ પતિ કરુંગ ઓનલરે કહ્યું કે, મેરી કોમના લગ્ન બાદ તેનું એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું હતુ. પૂર્વ પતિએ આ વાતનો ખુલાસો ન્યુઝ એજન્સી IANS સાથેની વાતચીતમાં કર્યો છે. પૂર્વ પતિ ઓનલરે મેરીકોમ પર આરોપ ત્યારે લગાવ્યો છે. જ્યારે તેમણે એક ટીવી શોમાં તેમની સામે કરોડોની છેતરપિંડી અને જમીન પચાવી પાડવા જેવા ગંભીર આરોપો લાગ્યા હતા.
કરુંગ ઓનલર IANSને જણાવ્યું કે,મેરી કોમનું 2013માં એક જૂનિયર બોક્સર સાથે અફેર ચાલતું હતુ.આને લઈ અમારા પરિવાર વચ્ચે પણ ઝગડો થયો હતો પરંતુ બાદમાં બધું જ યોગ્ય રીતે ચાલતું હતુ. મામલો શાંત પડ્યો હતો.
ઈન્ટરવ્યું દરમિયાન ઓખલેરે મેરી કોમના વધુ એક અફેર વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, 2017માં તે પોતાની એકેડમીમાં કામ કરનાર એક વ્યક્તિ સાથે રિલેશનમાં હતી. મારી પાસે તેના પુરાવા પણ છે. તેમણે વોટ્સએપ પર મેસેજ પણ કર્યા છે. આ વ્યક્તિનું નામ પણ મારી પાસે છે. મેરીકોમે અને ઓનલરે ગત્ત વર્ષ પોતાના છૂટાછેડાની વાત કરી હતી.
ઓનલરે મીડિયાની સામે આવી મોટા ખુલાસા કર્યા બાદ જ્યારે મેરી કોમે એક ટીવી શોમાં કહ્યું કે, તેના પૂર્વ પતિએ તેની સાથે છેતરપિંડી કરી હતી. મેરીકોમે આરોપ લગાવ્યો કે, ઓનલરે મેરીકોમને જાણ કર્યા વગર તેના નામ પર લોન પણ લીધી હતી. તેમજ કેટલીક સંપત્તિ પણ પોતાના નામે કરી લીધી છે. તેમણે કહ્યું કે, તેનો પતિ એક રુપિયો પણ કમાતો નથી. આખું ઘર તેની કમાણી પર ચાલે છે.
ઓનલરના જણાવ્યા મુજબ તેને યુઝ એન્ડ થ્રોની જેમ બહાર કરવામાં આવ્યો છે. જ્યારે મેરીકોમ એકેડમી ખોલી તો તેની મોટી ભૂમિકા હતી. ઓનલરે કહ્યું મેરીકોમે કહ્યું કે, મે કરોડો રુપિયાની ચોરી કરી છે. જો આવું છે તો તમે મારું અકાઉન્ટ ચેક કરી શકો છો.