
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં રમાઈ રહેલા મહિલા કબડ્ડી વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતે ચાઇનીઝ તાઈપેઈને હરાવીને વિશ્વ ચેમ્પિયન બન્યું હતું. ભારતે ફાઈનલ મેચ 35-28થી જીતી હતી. ભારતે સતત બીજી વખત વિશ્વ ચેમ્પિયન બનવાનું સન્માન પ્રાપ્ત કર્યું છે. ટુર્નામેન્ટમાં કુલ 11 ટીમોએ ભાગ લીધો હતો અને ભારતે એક પણ મેચ હાર્યા વિના વર્લ્ડ કપ જીત્યો હતો.
ચાઈનીઝ તાઈપેઈએ ભારતની મજબૂત ટીમ સામે એક મજબૂત પડકાર ઉભો કર્યો હતો, પરંતુ ભારતીય કેપ્ટન રીતુ નેગી અને વાઈસ કેપ્ટન પુષ્પા રાણાના નેતૃત્વ હેઠળ ટીમે રેડિંગ અને ટેકલિંગ બંનેમાં પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. સંજુ દેવીના સુપર રેડે મેચનું પાસું પલટી નાખ્યું અને ભારતે વર્લ્ડ કપ જીત્યો. ભારતે આ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે અગાઉની પાંચ મેચોમાં પણ દમદાર જીત નોંધાવી હતી.
The throne was theirs, and they refused to give it up India win the Women’s Kabaddi World Cup 2025 #WKWC25 #KabaddiWorldCup2025 pic.twitter.com/fm3kEIDzAn
— ProKabaddi (@ProKabaddi) November 24, 2025
Dominance of Indian Women’s Kabaddi Team
– 2/2 times World Champion
– 3/4 times Asian Games Gold Medalist
– 5/5 times Asian ChampionTHE GIRLS HAS MADE WHOLE INDIA PROUD pic.twitter.com/41jUklwryi
— The Khel India (@TheKhelIndia) November 24, 2025
ગ્રુપ સ્ટેજમાં પોતાની પહેલી મેચમાં ભારતે થાઈલેન્ડને 68-17 થી એકતરફી રીતે હરાવ્યું હતું. બીજી મેચમાં ભારતે નેપાળ સામે 50-12 થી જીત મેળવી હતી. ત્રીજી મેચમાં બાંગ્લાદેશને સામે એકતરફી રીતે 43-18 થી હરાવ્યું હતું. ચોથી મેચમાં ભારતે યુગાન્ડાને 51-16 ના માર્જિનથી હરાવ્યું. સેમિફાઈનલ મેચમાં ભારતનો સામનો ઈરાનની મજબૂત ટીમ સામે થયો અને તે 33-21 થી જીતી ગયું. ફાઇનલમાં ભારતીય ટીમે ચાઈનીઝ તાઈપેઈ સામે 35-28 થી વિજય મેળવ્યો.
આ પણ વાંચો: IND vs SA: બે મિનિટનો સમય લઈ આફ્રિકન કેપ્ટન મેદાન છોડી બહાર ગયો અને બાદમાં લીધો મોટો નિર્ણય