
ભારતમાં ઓલિમ્પિક રમતની મેજબાનીનું સપનું પૂર્ણ કરવા માટે એક ડગલું ભર્યું છે. વર્ષ 2036માં રમાનારી ઓલિમ્પિક અને પેરાલમ્પિક રમતની મેજબાની મેળવવા માટે ભારતે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સીમિતિ IOCની સામે પોતાનું વિઝન અને તૈયારીનો રોડમેપ રજુ કર્યો છે. 26 નવેમ્બરના રોજ IOCના ફ્યુચર હોસ્ટ કમીશનની સાથે ઓનલાઈન બેઠક થઈ હતી. આ બેઠકમાં ભારતે સ્પોર્ટસ ફેસેલિટીના ડેવલપમેન્ટને લઈ આયોજનનો પ્લાન સુધીની જાણકારી આપી હતી. આ દરમિયાન સંભવિત મેજબાન શહેર અમદાવાદની ક્ષમતાઓ પર ખાસ જોર આપ્યું હતુ.
ભારતીય ઓલિમ્પિક સંધ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ ભારતની પ્રેઝેન્ટેશન અંદાજે 30 મિનિટ સુધી ચાલી હતી. ત્યારબાદ આઈઓસીના ફ્યુચર હોસ્ટ કમીશનના 9 સભ્યોની સાથે અંદાજે 20 મિનિટ સુધી ચર્ચા થઈ હતી. આ કમીશનની અધ્યક્ષતા કોલિંડા ગ્રાબર કિતારોવિચ કરી રહી છે.
પ્રેઝેન્ટેશનમાં અમદાવાદમાં રહેલા હાલના રમતના સ્ટ્રક્ચર, પ્રસ્તાવિત સ્પોર્ટસ વેન્યુ અને તેના વિકાસના પ્લાનની જાણકારી આપી હતી. આ સિવાય કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને અમદાવાદ પ્રશાસન દ્વારા ભારતીય ઓલિમ્પિક સંધને મળી રહેલા સહયોગનો ઉલ્લેખ કર્યો હતો. ભારતે ઈન્ટરનેશનલ લેવલની મોટી રમતનું આયોજનની મેજબાની પોતાના અનુભવ અને ઓલિમ્પિક માટની તૈયારીઓ પણ સામે રાખી છે.
2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારત એકલું નથી. જર્મની, હંગેરી, કતાર,સાઉથ કોરિયા, સાઉથ આફ્રિકા અને તુર્કી પણ આ ઇવેન્ટનું આયોજન કરવામાં રસ દાખવી રહ્યા છે. આનાથી ભારત સહિત આ રેસમાં સામેલ દેશોની કુલ સંખ્યા વધી ગઈ છે. તુર્કીએ ફ્યુચર હોસ્ટ કમિશન સમક્ષ પોતાનું પહેલું પ્રેઝન્ટેશન રજૂ કરી દીધું હોવાના અહેવાલ છે.
ભારતની દાવેદારીમાં આગામી મહત્વપૂર્ણ પગલું ડિસેમ્બરમાં લેવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર, IOC ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં ઓલિમ્પિકની યજમાની માટે ભારતની દાવેદારી અંગે લોકોના અભિપ્રાય જાણવા માટે એક અનામી સર્વે કરશે.
ભારત તરફથી, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, રમતગમત સચિવ હરિ રંજન રાવ, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOC)ના પ્રમુખ પીટી ઉષા, IOC માં ભારતના પ્રતિનિધિ નીતા અંબાણી, IOA એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ અને બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને ગુજરાત સરકારના મંત્રી હર્ષ સંઘવી પણ આ મહત્વપૂર્ણ બેઠકમાં હાજર રહ્યા હતા. IOA ના CEO રઘુરામ ઐયર અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.