Breaking News : Hockey World Cup 2026ના શેડ્યુલની જાહેરાત, આ દિવસે ભારત-પાકિસ્તાનની હાઈવોલ્ટેજ ટકકર

Hockey World Cup 2026 Full Schedule: FIHએ હોકી વર્લ્ડકપ 2026ના શેડ્યુલની જાહેરાત કરવામાં આવી છે. જે 15 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધીઆ ટુર્નામેન્ટ બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં રમાશે. ભારતીય પુરુષ ટીમ 15 ઓગસ્ટે વેલ્સ સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે, જાણો પાકિસ્તાન સામે ક્યારે છે હાઈવોલ્ટેજ મેચ.

Breaking News :  Hockey World Cup 2026ના શેડ્યુલની જાહેરાત, આ દિવસે ભારત-પાકિસ્તાનની હાઈવોલ્ટેજ ટકકર
| Updated on: Mar 19, 2026 | 12:45 PM

Hockey World Cup 2026 Schedule : હોકી ચાહકો માટે એક ગુડ ન્યુઝ સામે આવ્યા છે. ઈન્ટરનેશનલ હોકી ફેડરેશને મહિલા અને પુરુષ હોકી વર્લ્ડકપ 2026નું શેડ્યુલ જાહેર કર્યું છે. બંન્ને ટૂર્નામેન્ટ આ વર્ષે 15 ઓગસ્ટથી 30 ઓગસ્ટ વચ્ચે નેધરલેન્ડ અને બેલ્જિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન સહિત કુલ 11 ટીમ બંન્ને વર્ગમાં આ વર્લ્ડકપ માટે ક્વોલિફાય કર્યું છે.આ FIH હોકી વર્લ્ડ કપની મેચ ભારતીય સમય મુજબ સાંજે 4.30 વાગ્યે શરૂ થશે.

ભારતીય પુરુષ ટીમ પોતાના અભિયાનની શરુઆત 15 ઓગસ્ટના રોજ વેલ્સ વિરુદ્ધ મેચથી કરશે. ત્યારબાદ ટીમ ગ્રુપ સ્ટેજમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનનો હાઈવોલ્ટેજ મુકાબલો જોવા મળશે. ભારતીય મહિલા ટીમ 16 ઓગસ્ટના રોજ પોતાની પહેલી મેચ ચીન સામે રમશે. તો ચાલો આપણે હોકી વર્લ્ડકપ 2026ના શેડ્યુલ પર એક નજર કરીએ.

 

 

આ દિવસે ભારત-પાકિસ્તાનની નજર

હોકી વર્લ્ડકપ 2026માં ભારતીય પુરુષ ટીમ પોતાના અભિયાનની શરુઆત 15 ઓગસ્ટના વેલ્સ વિરુદ્ધ મેચથી કરશે. ત્યારબાદ ટીમ 17 ઓગસ્ટના રોજ ઈંગ્લેન્ડનો સામનો કરશે. 19 ઓગસ્ટના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાશે. ભારતની તમામ ગ્રુપ સ્ટેજ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 6:30 કલાકે એમ્સેટલવીનના વૈગેનર હોકી સ્ટેડિયમમાં રમાશે.

ભારતીય મહિલા ટીમનું શેડ્યુલ

હોકી વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમ 16 ઓગસ્ટના રોજ પહેલી મેચ ચીન સામે રમશે. ત્યારબાદ 18 ઓગસ્ટના રોજ સાઉથ આફ્રિકા અને 20 ઓગસ્ટના રોજ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમશે. તમને જણાવી દઈએ કે,ટૂર્નામેન્ટની શરુઆત 15 ઓગસ્ટના રોજ ઓસ્ટ્રેલિયા અને જાપાનની મહિલા ટીમ વચ્ચે થશે. આ ટૂર્નામેન્ટ 30 ઓગસ્ટના સુધી રમાશે.

ભારતીય ટીમ પૂલ Dમાં

પુરુષ વર્ગમાં ભારતીય ટીમને પૂલ Dમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ભારત સાથે પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને વેલ્સ જેવી ટીમો સામેલ છે. આ ગ્રુપના તમામ મુકાબલા નેધરલેન્ડ્સમાં રમાશે.

હોકી એ ભારતની રાષ્ટિય રમત છે. આ એક આઉટડોર ગેમ છે. જે બે ટીમો વચ્ચે રમવામાં આવે છે. અહી ક્લિક કરો

Published On - 10:56 am, Thu, 19 March 26

Follow Us