
FIFA World Cup 2026ની શરુઆત પહેલા અમેરિકામાં અંધાધુંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. આ કોઈ મોટી વાત અમેરિકા માટે નથી પરંતુ હાલમાં આ ફાયરિંગની ચર્ચા એટલા માટે ચિંતાજનક છે કારણ કે,આ ફાયરિંગ ફીફા વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની ટીમના બેઝ કેમ્પની પાસે થઈ છે. ઈંગ્લેન્ડની ટીમનો બેસ મિસૌરીના કનસાસ સિટીમાં છે. જ્યાં ગોળીઓ ચાલી હતી. આ અંધાધુંધ ફાયરિંગમાં 9 લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવી રહ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ ગોળીબારની ઘટના ઈંગ્લેન્ડની ટીમના બેસ કેમ્પથી 10 મિનિટ દુર શનિવારે સવારે 6 કલાકે બની હતી. પોલીસના જણાવ્યા મુજબ ઈંગ્લેન્ડની ટીમની હોટલ થોડી દુર હતી. ઈંગ્લેન્ડની ટીમ હજુ ફીફા વર્લ્ડકપ 2026 માટે કનસાસ સિટીમાં પહોંચી નથી. કનસાસ સિટીમાં જ્યારે ઘટના બની તો ઈંગ્લેન્ડની ટીમ ફ્લોરિડાના પાલ્મ બીચમાં વર્લ્ડકપની પ્રેક્ટિસ કરી રહી હતી. ઈંગ્લેન્ડની ટીમ 13 જુનના રોજ કનસાસ સિટીમાં પહોંચશે.
કનસાસ સિટી પોલીસ ડિપાર્ટમેન્ટના કેપ્ટને જેવો ફાયરિંગનો અવાજ સાંભળ્યો તે ઘટના સ્થળે જવા રવાના થઈ હતી. ઘટના સ્થળે પહોંચી જોયું તો ભાગદોડ મચી ગઈ હતી. ઘટનામાં ઈજાગ્સ્ત 3 મહિલાને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી છે. ઈજાગ્સ્તોની સંખ્યા 9 પર પહોંચી છે. જેને આસપાસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઈજાગ્સ્તોમાં કોઈએ જીવ ગુમાવ્યો નથી. પોલીસના જણાવ્યા મુદબ હાલમાં કોઈ પણને કસ્ટડીમાં લાવવામાં આવ્યા નથી પરંતુ ઘટનાસ્થળે પેટ્રોલિંગ ચાલું છે.
ફીફા વર્લ્ડકપ 2026માં ઉતરતા પહેલા ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડ સામે વોર્મ અપ મેચ રમી. જેમાં તેમણે 1-0થી જીત મેળવી હતી. હવે બીજી વોર્મ અપ મેચ કોસ્ટા રિકા સાથે બુધવારના થશે. જ્યારે આ ટીમ 13 જૂનના રોજ કનસાસ સિટી માટે રવાના થશે. જ્યાં ગોળીબાર થયો છે. ફીફા વર્લ્ડકપ 2026 દરમિયાન કનસાસ સિટી જ ઈંગ્લેન્ડની ટીમનો બેઝ કેમ્પ હશે.
Published On - 9:50 am, Mon, 8 June 26