Breaking News : FIFA World Cup 2026 મેચ દરમિયાન મેસ્સી કેમ રડ્યો? તેનું મોટું કારણ હવે સામે આવ્યું

લિયોનેલ મેસ્સીના પિતા જોર્જ મેસ્સી, સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તબીબી દેખરેખ હેઠળ છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. મેસ્સી પરિવારે તેમની બીમારીને લગતી અફવાઓ પર નારાજગી વ્યક્ત કરી છે.

Breaking News : FIFA World Cup 2026 મેચ દરમિયાન મેસ્સી કેમ રડ્યો? તેનું મોટું કારણ હવે સામે આવ્યું
| Updated on: Jun 19, 2026 | 8:52 AM

ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સીના પરિવારે ગુરુવારે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને પુષ્ટિ આપી છે કે સ્ટાર ફૂટબોલરના પિતા જોર્જ મેસ્સી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મેસ્સી અને આર્જેન્ટિનાના ચાહકો માટે આ હૃદયદ્રાવક સમાચાર છે, અને તે મેસ્સી માટે એક મોટો આઘાત છે. મેસ્સી પરિવારે જણાવ્યું હતું કે, જોર્જ મેસ્સી હાલમાં તબીબી દેખરેખ હેઠળ છે; તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે,

મેસ્સીનો પરિવાર દુખી

લિયોનેલ મેસ્સી પર ફીફા વર્લ્ડકપ 2026 વચ્ચે દુખનો પહાડ તુટ્યો છે. આર્જેન્ટીનાના દિગ્ગજ ફુટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીના પિતાની તબિયત બગડી છે. તેઓ હોસ્પિટલમાં દાખલ છે. જેનાથી મેસ્સીનો પરિવાર દુખી છે. પરંતુ તેના પિતાને શું બીમારી થઈ તેનો ખુલાસો થયો નથી. થોડા સમય પહેલા એવી અફવાઓ ફેલાય હતી કે, મેસ્સીના પિતાનું નિધન થયું છે. પરંતુ પરિવારે આ અફવાઓ વિશે કહ્યું કે, આ ખોટી વાત છે. મેસ્સીના પરિવારે લોકોને કહ્યું કે, આવી ખોટી અફવા ન ફેલાવો.

તમને જણાવી દઈએ કે, ફીફા વર્લ્ડકપ 2026માં આર્જિન્ટિનાની પહેલી મેચ અલ્ઝીરિયા સાથે થઈ હતી. જેમાં મેસ્સીએ હેટ્રિક ફટકારી હતી. ટીમને 3-0થી જીત અપાવી હતી. આ મેચમાં ગોલ કર્યા બાદ મેસ્સીની આંખમાં આંસુઓ આવ્યા હતા. તે સમયે મેસ્સીએ કોઈ ખુલાસો કર્યો ન હતો. કે તેના પિતાની તબિયત ખરાબ છે. કહી શકાય કે, એટલા માટે પહેલો ગોલ કર્યા બાદ રડ્યો હતો.

 

 

 

લિયોનેલ મેસ્સીની વાત કરીએ તો 16 જૂનના રોજ ફીફા વર્લ્ડકપ 2026ની પહેલી મેચમાં તેમણે અલ્ઝીરિયા વિરુદ્ધ હેટ્રિક ફટકારી હતી. આ હેટ્રિક તેમણે વર્લ્ડકપમાં સૌથી વધારે ગોલ કરવા મામલે જર્મનીના મિરોસ્લાવ ક્લોઝે સાથે બરાબરી પર છે. મેસી એક વધુ ગોલ કરી ઈતિહાસ રચી શકે છે. આર્જિન્ટિનાની આગામી મેચ 22 જૂનના રોજ ઓસ્ટ્રેલિયાની સાથે છે.આ ફિફા વર્લ્ડ કપમાં મેસ્સીની પહેલી હેટ્રિક જ નહીં, પણ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 11મી હેટ્રિક પણ છે.

100 કરોડનું જેટ, 100 કરોડનું ઘર, 77 બેડરૂમની હોટલ, કલાકમાં કરોડોમાં કમાય છે મેસ્સી, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us