Breaking News : ઇંગ્લેન્ડ ચોથી વખત ફિફા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં પહોંચ્યું

FIFA World Cup 2026ની સેમિફાઈનલમાં પહોંચનારી ઈંગ્લેન્ડ ત્રીજી ટીમ બની છે. ટીમે જૂડ બેલિંધમમાં કમાલની રમત બતાવી નોર્વેને ઘૂળ ચટાવી સેમિફાઈનલની ટિકિટ મેળવી છે.

Breaking News : ઇંગ્લેન્ડ ચોથી વખત ફિફા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં પહોંચ્યું
Image Credit source: AI
| Updated on: Jul 12, 2026 | 7:57 AM

ઈંગ્લેન્ડે સેમિફાઈનલની ટિકિટ મેળવી છે. ક્વાર્ટર ફાઈનલમાં નોર્વેને 2-1થી હાર આપી હતી. ઈંગ્લેન્ડ માટે બંને ગોલ તેના મિડફિલ્ડર જૂડ બેલિંધમે કર્યો હતો. આ 2 ગોલની સાથે બેલિંધમે પેલેની બરાબરી પણ કરી છે. આ ચોથી વખત છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચી છે. આ પહેલા 1966, 1990 અને 2018ના વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સેમિફાઈનલ સુધી પહોંચી હતી.

પહેલો ગોલ નોર્વેની ટીમે કર્યો

ઈંગ્લેન્ડ અને નોર્વે વચ્ચે ક્વાર્ટર ફાઈનલ મેચ મિયામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચનો પહેલો ગોલ નોર્વે તરફથી આંદ્રેસ શેલ્ડ્રેપે 36મી મિનિટની સાથે આંદ્રેસ ફીફા વર્લ્ડકપની ક્વાર્ટર ફાઈનલમાં ગોલ કરનાર નોર્વેનો પહેલો ખેલાડી પણ બન્યો છે.

આંદ્રેસના ગોલથી નોર્વેને લીડ તો મળી પરંતુ ઈંગ્લેન્ડે પહેલા હાફ પૂર્ણ થતાં પહેલા 1-1થી બરાબરી પણ કરી હતી. ઈંગ્લેન્ડ માટે પહેલો ગોલ જડ બેલિધંમે પહેલા હાફના એક્સ્ટ્રા ટાઈમની બીજી મિનિટમાં કર્યો હતો. તેમણે 47મી મિનિટમાં ઈંગ્લેન્ડને બરાબરી પર લાવ્યો હતો.

જૂ઼ડે ઈંગ્લેન્ડને અપાવી સેમિફાઈનલની ટિકિટ

પહેલો હાફ 1-1ની બરાબરી પર પૂર્ણ થયો હતો. ત્યારબાદ બીજા હાફમાં જ્યારે રમત શરુ થઈ તો ટક્કર વધુ રોમાંચક જોવા મળી હતી. બંને ટીમે નક્કી કરેલા સમયમાં ગોલ કર્યો નહી. પરંતુ બીજા હાફના એક્સ્ટ્રા ટાઈમની ત્રીજી મિનિટમાં ફરી એક વખત ઈંગ્લેન્ડના મિડફીલ્ડર જૂડ બેલિંધમે ગોલ કર્યો હતો. પરિણામ એ આવ્યું કે, ઈંગ્લેન્ડે 2-1થી નોર્વે વિરુદ્ધ મેચ જીતી સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

ઈંગ્લેન્ડ ત્રીજી ટીમ બની

જુડ બેલિંગહામ ઇંગ્લેન્ડ માટે એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ તોડવાની દિશામાં પણ આગળ વધી રહ્યો છે. હાલમાં, છ ગોલ સાથે, તે ગેરી લિનેકર અને હેરી કેન સાથે બરાબર છે.FIFA ફાઇનલ માટે સ્ટાન્ડર્ડ ટિકિટ 32,970 ડોલર છે, જેમાં ખાવા-પીવા સહિતની ટિકિટની કિંમત 34,500 ડોલર રાખવામાં આવી છે. હવે ચાહકોની નજર ફીફા વર્લ્ડકપની ફાઈનલ પર છે.FIFA World Cup 2026ની સેમિફાઈનલમાં પહોંચનારી ઈંગ્લેન્ડ ત્રીજી ટીમ બની છે. ટીમે જૂડ બેલિંધમમાં કમાલની રમત બતાવી નોર્વેને ઘૂળ ચટાવી સેમિફાઈનલની ટિકિટ મેળવી છે.

Breaking News : એક ઝટકામાં 60 ટકા ક્વાર્ટર ફાઈનલ મેચની ટિકિટનો ભાવ ઓછો થયો, જાણો કેમ ?  અહી ક્લિક કરો

Follow Us