BBL 2026-27 Schedule : બિગ બેશ લીગનું શેડ્યુલ જાહેર, ચેન્નાઈમાં રમાશે પહેલી મેચ, તારીખ નોંધી લો

બિગ બેશ લીગની આગમી સીઝનને લઈ તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. હવે ભારતમાં ટૂર્નામેન્ટની પહેલી મેચ રમાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બાનીઝે આની જાહેરાત કરી છે.

BBL 2026-27 Schedule : બિગ બેશ લીગનું શેડ્યુલ જાહેર, ચેન્નાઈમાં રમાશે પહેલી મેચ, તારીખ નોંધી લો
Image Credit source: AI
| Updated on: Jul 14, 2026 | 9:43 AM

ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગની 16મી સીઝન ટુંક સમયમાં શરુ થશે. આજે 14 જુલાઈના રોજ બીબીએલ દ્વારા શેડ્યુલની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ઓપનિંગ મેચ ભારતમાં રમાશે. થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બાનીઝે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની જાહેરાત કરી હતી. પહેલી મેચ ચેન્નાઈના એમ.એ ચિંદબરમ સ્ટેડિયમમાં 12 ડિસેમ્બરના રોજ રમાશે.

12 ડિસેમ્બરથી BBL 2026-27 શરુ થશે

બિગ બૈશ લીગ BBL 2026-27ની શરુઆત 12 ડિસેમ્બરથી થશે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેલબર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોર્ચર્સ આમને-સામને હશે. આ ઐતિહાસિક મેચમાં મેલબોર્ન રેનેગેડ્સ હોમ ટીમ હશે. ભારતમાં પહેલી BBL મેચે ભારતીય ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે. દેશના ક્રિકેટ ક્રેઝને જોતાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સ્ટેડિયમ ચાહકોથી ભરેલું હશે.

 

 

 

ભારતમાં વાનખેડે સ્ટેડિયમ, એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ અને ઇડન ગાર્ડન્સ જેવા ઐતિહાસિક ક્રિકેટ મેદાનો છે. જોકે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ (સીએ) એ ભારતમાં બીબીએલની ડેબ્યૂ મેચ માટે ચેન્નાઈને કેમ પસંદ કર્યું તે પ્રશ્ન હજુ પણ યથાવત છે. ઓસ્ટ્રેલિયન બોર્ડે એક સત્તાવાર નિવેદનમાં તેનું કારણ જાહેર કર્યું છે.

ચેન્નાઈ કેમ પસંદ કર્યું?

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં કહ્યું કે,ચેન્નાઈને આ માટે એક આદર્શ વેન્યુ માનવામાં આવ્યું છે, કારણ કે, અહી લોકોમાં ક્રિકેટ પ્રતિ જુનુન છે અને તે પોતાની આઈપીએલ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખુબ વફાદાર છે. CSK સોશિયલ મીડિયા પર સૌથી વધારે પસંદ થનારી ફ્રેન્ચાઈઝી છે. જેનાથી તમામ પ્લેટફોર્મ પર કુલ 48.4 મિલિયન ફોલોઅર્સ છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીને એક મોટી બ્રાન્ડ બનાવવા માટે એમએસ ધોનીનું મહત્વનું યોગદાન રહ્યું છે. CSKના ચાહકો પોતાની ટીમ અને ધોની માટે ખુબ વફાદાર છે. આ માટે ધોનીને થાલા પણ કહેવામાં આવે છે.

કઈ ટીમો વચ્ચે પહેલી મેચ રમાશે ?

BBL 2026-27 સીઝનની સૌથી પહેલી મેચ 6 વખતની ચેમ્પિયન પર્થ સ્કોર્ચર્સ અને મેલબર્ન રેનીગેડ્સ વચ્ચે રમાશે. આ મેચ 12 ડિસેમ્બરના રોજ ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે. આ પહેલી વખત છે. જ્યારે બિગ બૈશ લીગની કોઈ મેચ ઓસ્ટ્રેલિયા બહાર રમાશે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

Follow Us