Breaking News: Asian Games 2026માં પણ પાકિસ્તાની બેજજતી, 3 વાર ફેલ થતાં ઈજાનું બહાનું કાઢી ભાગી ખેલાડી

એશિયન ગેમ્સ 2026માં મહિલા પોલ વોલ્ટ સ્પર્ધા દરમિયાન પાકિસ્તાનની નૌરીન હુસૈનનું પ્રદર્શન ચર્ચામાં આવ્યું છે. નૌરીન ત્રણેય પ્રયાસમાં શરૂઆતની ઊંચાઈ પાર કરી શકી નહોતી. ત્યારબાદ નૌરીને ઈજાનું કારણ આપીને સ્પર્ધામાંથી બહાર થવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ છે અને પાકિસ્તાની ખેલાડીના પ્રદર્શન અંગે સવાલો ઉઠયા છે.

Breaking News: Asian Games 2026માં પણ પાકિસ્તાની બેજજતી, 3 વાર ફેલ થતાં ઈજાનું બહાનું કાઢી ભાગી ખેલાડી
noreen hussain
Image Credit source: X/INSTAGRAM
| Updated on: Sep 25, 2026 | 8:42 PM

એશિયન ગેમ્સ 2026માં મહિલા પોલ વોલ્ટ સ્પર્ધા દરમિયાન પાકિસ્તાનની નૌરીન હુસૈનનું પ્રદર્શન ચર્ચામાં આવ્યું છે. સ્પર્ધામાં શરૂઆતની ઊંચાઈ 3.45 મીટર રાખવામાં આવી હતી. નૌરીને આ ઊંચાઈ પાર કરવા માટે ત્રણ પ્રયાસ કર્યા, પરંતુ ત્રણેય પ્રયાસમાં તે સફળ રહી નહોતી. ત્રણેય પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ તેણે ઈજાનું કારણ આપીને સ્પર્ધામાંથી બહાર થવાનો નિર્ણય લીધો હતો. જોકે, ઈજા કેટલી ગંભીર હતી તેની સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

ઈજાનું બહાનું કાઢી ઈવેન્ટમાંથી બહાર થઈ

નૌરીન હુસૈનનો વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવ 3.88 મીટરનો હોવાનું જણાવવામાં આવે છે, જે તેણે અમેરિકામાં નોંધાવ્યો હતો. આ પૃષ્ઠભૂમિ જોતાં એશિયન ગેમ્સમાં શરૂઆતની 3.45 મીટરની ઊંચાઈ પણ પાર ન કરી શકવું તેના માટે નિરાશાજનક પરિણામ રહ્યું. પાકિસ્તાનની મહિલા પોલ વોલ્ટનો રાષ્ટ્રીય રેકોર્ડ 3.15 મીટરનો હોવાનું પણ અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. ત્રણેય પ્રયાસ નિષ્ફળ રહેતાં નૌરીનને આગળની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી નહોતી.

નૌરીન હુસૈનનું ખરાબ પ્રદર્શન

ગયા વર્ષે નૌરીન હુસૈને નેશનલ ગેમ્સમાં પાકિસ્તાની આર્મીનું પ્રતિનિધિત્વ કરતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ કારણે એશિયન ગેમ્સમાં તેના પ્રદર્શન પાસેથી પણ અપેક્ષા રાખવામાં આવી હતી. જોકે, અહીં તે શરૂઆતની ઊંચાઈ પાર કરવામાં પણ સફળ રહી નહોતી. બીજી તરફ, સ્પર્ધામાં અન્ય કેટલીક ખેલાડીઓએ 4 મીટરથી વધુની ઊંચાઈ પાર કરી હતી. ચીનની ખેલાડીએ 4.25 મીટરની ઊંચાઈ પાર કરીને પોતાનું મજબૂત પ્રદર્શન નોંધાવ્યું હતું.

સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

ભારત તરફથી પણ મહિલા પોલ વોલ્ટમાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતીય ખેલાડીઓમાં બારાનિકા એલાંગોવનનું નામ પણ સામેલ હતું અને તેણીએ 4.15 મીટરની ઊંચાઈ પાર કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સ જેવી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દરેક પ્રયાસ મહત્વનો હોય છે. નૌરીનના ત્રણેય પ્રયાસ નિષ્ફળ રહેતાં તેનું અભિયાન શરૂઆતમાં જ સમાપ્ત થયું. ત્યારબાદ ઈજાનું કારણ આપીને મેદાન છોડવાના નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ હતી.

Breaking News Asian Games 2026 : 75 વર્ષની રાહનો અંત… 29 વર્ષીય ખેલાડીએ પોલ વોલ્ટમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો

Published On - 8:41 pm, Fri, 25 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.