Breaking News : Asian Games 2026માં મોટો વિવાદ, 30 કલાકની મુસાફરી બાદ જિમ્નાસ્ટ પ્રણતિ નાયક અને પુરુષ કોચને અડધી રાત્રે એક જ રુમ મળ્યો

Asian Games 2026માં ભારતીય ખેલાડીઓ જાપાન પહોંચવાની સાથે અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.મહિલા ખેલાડી અને તેના પુરુષ કોચને એક રુમ આપવામાં આવતા મોટો વિવાદ થયો હતો.

Breaking News : Asian Games 2026માં મોટો વિવાદ, 30 કલાકની મુસાફરી બાદ જિમ્નાસ્ટ પ્રણતિ નાયક અને પુરુષ કોચને અડધી રાત્રે એક જ રુમ મળ્યો
| Updated on: Sep 18, 2026 | 12:39 PM

જાપાનના નાગોયામાં આયોજિત એશિયન ગેમ્સ 2026માં ભારતીય ટીમને અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ગેમ્સ વિલેજ તરીકે ઉપયોગમાં લેવાતા ક્રુઝ શિપ પર તેમના રોકાણ દરમિયાન, સ્થાનિક આયોજકોએ શિષ્ટાચાર અને નિયમોનો ભંગ કરીને જિમ્નેસ્ટિક્સ કોચ અશોક મિશ્રા અને ભારતીય સ્ટાર મહિલા જિમ્નાસ્ટ પ્રણતિ નાયકને એક જ રૂમ ફાળવ્યો હતો. જોકે, પરિસ્થિતિ વધુ વણસી રહી જોઈને, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના અધિકારીઓએ મધ્યરાત્રિએ કાર્યવાહી કરી.

એશિયન ગેમ્સ વચ્ચે મોટી ધમાલ

ભારતીય સ્ટાર મહિલા જિમ્નાસ્ટિક પ્રણિત નાયક અને જિમ્નાસ્ટિક કોચ અશોક મિશ્રા અંદાજે 30 કલાકથી વધારેની હવાઈ મુસાફરી કર્યા બાદ અડધી રાતે નાગોયા પહોંચ્યા હતા. પરંતુ તેના હોશ ત્યારે ઉડી ગયા જ્યારે એક અજીબોગરીબ ઘટના બની હતી. ત્યારબાદ બંનેએ વિરોધ કર્યો અને અલગ રુમની માંગ કરી હતી. ત્યારબાદ ભારતીય ઓલિમ્પિક સંધે અડધી રાતે આ સમગ્ર મામલાને ઢાળે પાડ્યો હતો. બંનેને અલગ અલગ રુમમાં શિફ્ટ કર્યા હતા.

મોડી રાત સુધી કોચ બેઠા રહ્યા

આ ઘટનાની સાથે એક વધુ ધમાલ જોવા મળી હતી. જ્યારે કોચ અશોક મિશ્રા ક્રૂઝ શઇપની એન્ટ્રી પર પહોચ્યા ત્યાં રહેલા લિસ્ટમાં તેનું નામ ન હતુ. તેને અંદર આવવાની ના પાડી હતી. પરંતુ સાચો ખેલ રિસ્પેશન પર શરુ થયો હતો. અંદર રહેલા રજિસ્ટરમાં તેનું નામ ચેક કરવામાં આવ્યું તો. કર્મચારીઓએ કહ્યું તેનું નામ લિસ્ટમાં નથી. રજિસ્ટર્ડ પણ નથી. થાકેલા કોચ મોડી રાત 1થી 2 કલાકની વચ્ચે 45 મિનિટ સુધી બહાર બેસવા માટે મજબુર બન્યા હતા.

ત્યારબાદ તપાસમાં સામે આવ્યું કે, રજિસ્ટરમાં તેના નામનો સ્પેલિંગ MISHRA’ નો ‘I’ ગાયબ હતો. તેનું નામ‘MSHRA’ નોંધાયેલું હતુ. જેના કારણે સિસ્ટમમાં તેનું નામ શોધવું અધરું હતુ. ત્યારબાદ આઈઓએના અધિકારીઓએ નાગોયામાં સ્થાનીક આયોજન સમિતિ સાથે વાતચીત કરી અને અંદાજે 1:30 થી 2:00 કલાલ સમગ્ર મામલો શાંત થયો હતો. ત્યારબાદ જિમ્નાસ્ટિક પ્રણિત નાયકને અલગથી રુમ આપવામાં આવ્યો હતો. જિમ્નાસ્ટિક કોચ અશોક મિશ્રાને વેટલિફ્ટિંગના હેડ કોચ વિજય શર્માની સાથે રુમ શેર કરવાની પરવાનગી આપવામાં આવી હતી.

Breaking News : એશિયન ગેમ્સમાં ગુજરાતનો દબદબો, 9 ખેલાડીઓ કરશે દેશનું પ્રતિનિધિત્વ અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.