Paris Olympics 2024: ફ્રાન્સમાં ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહ પહેલા હાઈ-સ્પીડ રેલ નેટવર્કમાં તોડફોડ, ટ્રેન સેવાઓ ખોરવાઈ

|

Jul 29, 2024 | 4:49 PM

પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહના કલાકો પહેલા જ ફ્રાન્સની રેલ સેવાઓ ખોરવાઈ ગઈ છે. ફ્રાન્સના પરિવહન મંત્રીએ રેલ નેટવર્ક સામેના આ હુમલાઓને ગુનાહિત ગણાવ્યા છે. SNCFના ચીફ એક્ઝિક્યુટિવ જીન-પિયરે કહ્યું છે કે લગભગ 8 લાખ મુસાફરો આનાથી પ્રભાવિત થયા છે.

Paris Olympics 2024: ફ્રાન્સમાં ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહ પહેલા હાઈ-સ્પીડ રેલ નેટવર્કમાં તોડફોડ, ટ્રેન સેવાઓ ખોરવાઈ
Rail Network Attack in France

Follow us on

પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહના કલાકો પહેલા જ ફ્રાન્સની રેલ સેવાઓ ખોરવાઈ ગઈ છે. ફ્રાન્સના રાષ્ટ્રીય રેલ ઓપરેટર SNCF એ માહિતી આપી છે કે તેના હાઈ-સ્પીડ રેલ નેટવર્કમાં તોડફોડની ઘણી ઘટનાઓ બની હતી, જેના કારણે મોટા પાયે ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી.

ફ્રાન્સના હાઈ-સ્પીડ રેલ નેટવર્ક પર હુમલો

ફ્રાન્સની ટ્રેન ઓપરેટર કંપની SNCFએ ઓલિમ્પિક ઓપનિંગ સેરેમનીના થોડા કલાકો પહેલા ન્યૂઝ એજન્સી AFPને આ સમગ્ર મામલાની જાણકારી આપી છે. SNCFએ કહ્યું છે કે ફ્રાન્સના હાઈ-સ્પીડ રેલ નેટવર્ક પર આગચંપી કરી હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે સમગ્ર વાહનવ્યવહાર વ્યવસ્થા બિનઅસરકારક બની હતી.

ફ્રાન્સની રેલ્વે સેવાને માઠી અસર થઈ

મળતી માહિતી મુજબ, ફ્રાન્સના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ વિસ્તારની રેલ્વે લાઈનો પ્રભાવિત થઈ છે. આ કારણે માત્ર સ્થાનિક ટ્રેનો જ નહીં પરંતુ ચેનલ ટનલ દ્વારા પડોશી દેશો બેલ્જિયમ અને લંડન જતી ટ્રેનો પણ ખોરવાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ આ તોડફોડ અને આગચંપીના કારણે થયેલા નુકસાનને રિપેર કરવામાં ઓછામાં ઓછો રવિવાર સુધીનો સમય લાગી શકે છે.

રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન

ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહ પહેલા બની ઘટના

ફ્રેન્ચ આધિકારીઓએ પોલીસની આગેવાની અનુસાર કેસની તપાસ શરૂ કરી છે. SNCFએ આ ઘટનાઓને ‘દૂષિત કૃત્ય’ તરીકે વર્ણવી છે, પરંતુ તોડફોડ વિશે વધુ માહિતી આપી નથી. પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહના કલાકો પહેલા બનેલી આ ઘટનાની ફ્રાન્સના સરકારી અધિકારીઓએ સખત નિંદા કરી છે. ફ્રાન્સના અનેક ભાગોમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનું છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે પેરિસ ઓલિમ્પિક સાથે તેનો સીધો સંબંધ છે કે નહીં.

8 લાખ રેલવે મુસાફરોને અસર

એક અહેવાલ મુજબ, ફ્રાન્સના રમત મંત્રીએ આ હિંસા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે અને તેને ભયાનક ગણાવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રમતગમતને લક્ષ્ય બનાવવું એ ફ્રાન્સને જ લક્ષ્ય બનાવવા સમાન છે. ફ્રાન્સના પરિવહન પ્રધાને રેલ નેટવર્ક સામેના આ હુમલાઓને ગુનાહિત ગણાવ્યા છે. SNCFના ચીફ એક્ઝિક્યુટિવ જીન-પિયરે કહ્યું છે કે લગભગ 8 લાખ મુસાફરો આનાથી પ્રભાવિત થયા છે.

સીન નદી પર પેરિસ ઓલિમ્પિક્સનો ઉદ્ઘાટન સમારોહ

પેરિસ ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ ફ્રાન્સમાં અનોખી શૈલીમાં યોજાવા જઈ રહ્યો છે. ઉદઘાટન સમારોહનો સમગ્ર કાર્યક્રમ એફિલ ટાવર અને સીન નદી ખાતે યોજાનાર છે. આ સ્પર્ધામાં 10500 ખેલાડીઓ ભાગ લેશે. આ ઉપરાંત હજારો દર્શકો અને મહેમાનો આ કાર્યક્રમમાં આવવાના છે. ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત 1896માં થઈ હતી, ત્યારથી લઈને અત્યાર સુધી સ્ટેડિયમમાં ઉદ્ઘાટન સમારોહ યોજાય છે. આ પ્રથમ વખત છે જ્યારે સ્ટેડિયમની બહાર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. પરંતુ જોવાનું એ રહે છે કે ફ્રાન્સના રેલ નેટવર્ક પરના આ હુમલાથી ઉદ્ઘાટન સમારોહ પર કોઈ અસર પડશે કે નહીં.

આ પણ વાંચો: VIDEO: ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ રિંકુ સિંહની બહેનને ચોંકાવી દીધી, શ્રીલંકાથી આપ્યું ખાસ સરપ્રાઈઝ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 5:56 pm, Fri, 26 July 24

Next Article