
ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) માં ભારતની પુરુષ બેડમિન્ટન ટીમે ઈતિહાસ રચ્યો હતો અને સિલ્વર મેડલ જીત્યો હતો. જો કે રવિવારે રમાયેલી ફાઈનલમાં ટીમ પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક હતી, પરંતુ ચીને તેને આમ કરવાથી ટીમ ઈન્ડિયા ( Team India) ને રોકી હતી. ભારતીય પુરૂષ ટીમે પ્રથમ વખત એશિયન ગેમ્સની ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને તેથી આ ટીમનો આ સિલ્વર મેડલ (Silver Medal) ઐતિહાસિક છે. ભારતે જે રીતે શરૂઆત કરી હતી તે જોઈને લાગતું હતું કે ગોલ્ડ નિશ્ચિત છે પણ એવું થયું નહીં.
ટક્કરના મુકાબલામાં ચીને ભારતને 3-2થી હરાવ્યું હતું. ભારતની ગોલ્ડ જીતવાની આશા છેલ્લી મેચ પર ટકી હતી, જેમાં પુરૂષ સિંગલ્સમાં મિથુન મંજુનાથનો સામનો ચીનના વાંગ હોંગ યાંગ સામે હતો. મિથુન આ મેચ જીતી શક્યો નહોતો અને ભારતને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
A Superb Silverfor our Boys of #Badmintonat #AsianGames2022.
Giving their first-ever finale performance at the #AsianGames, the team showed incredible grit during their fight against
Congratulations on theGUYS! You have just made history & we’re proud#Cheer4India… pic.twitter.com/Ej2zVEfS5m
— SAI Media (@Media_SAI) October 1, 2023
ફાઇનલમાં પ્રથમ મેચ સિંગલ્સની હતી જેમાં ભારતનો લક્ષ્ય સેન મેદાનમાં હતો અને તેનો સામનો ચીનના શી યુકી સામે હતો. લક્ષ્ય પ્રથમ ગેમ 22-20થી જીતવામાં સફળ રહ્યો હતો પરંતુ ચીનના ખેલાડીએ બીજી ગેમ જીતી લીધી હતી. લક્ષ્ય ત્રીજી ગેમ જીતવામાં સફળ રહ્યો હતો અને આ સાથે તે મેચ 22-20, 14-21, 21-18થી જીતવામાં સફળ રહ્યો હતો. આ સાથે ભારત 1-0થી આગળ હતું. આગળની મેચ ડબલ્સની હતી જેમાં સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ લિયાંગ વેઇકેંગ અને વાંગ ચાંગની જોડીને સીધી ગેમમાં સરળતાથી હરાવી હતી.
આ પણ વાંચો : World Cup 2023 : અફઘાનિસ્તાનને તક મળતા જ અન્ય ટીમોને રડાવી દેશે, પાકિસ્તાન માટે મોટો ખતરો
પૂર્વ નંબર-1 કિદામ્બી શ્રીકાંત પાસેથી ભારતને ગોલ્ડની અપેક્ષા હતી. જો શ્રીકાંત આ મેચ જીતી ગયો હોત તો ભારતનો ગોલ્ડ મેડલ નિશ્ચિત હતો. પરંતુ લી શિફેંગે આવું ન થવા દીધું. તેણે શ્રીકાંતને 24-22, 21-9થી હરાવીને ભારતને આંચકો આપ્યો હતો. શ્રીકાંતની હાર બાદ ધ્રુવ સાંઈ કપિલા અને સાંઈ પ્રતિકની જોડી મેન્સ ડબલ્સમાં મેચ જીતી શકી નહોતી. આ જોડીને લિયુ-ઓયુની જોડીએ 21-6, 21-15થી હાર આપી હતી અને સ્કોર ફરીથી 2-2થી બરાબર થઈ ગયો હતો. છેલ્લી મેચ સિંગલ્સની હતી અને નિર્ણાયક મેચ હતી. આ મેચમાં મિથુનને ચીનના ખેલાડીએ આસાનીથી 21-12થી હરાવ્યો હતો.