Asian Games Medal Tally : એશિયન ગેમ્સમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, 11માં દિવસે 12 મેડલ સાથે ભારતના ખાતામાં 81 મેડલ

નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 88.88 મીટર સાથે ગોલ્ડ જીત્યો હતો. જ્યારે કિશોર જેનાએ 87.54 મીટર સાથે સિલ્વર જીત્યો હતો. ભારતે પુરુષોની 4×400 મીટર રિલે રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતનો આ 18મો ગોલ્ડ મેડલ છે. કોઈપણ એશિયન ગેમ્સમાં ભારતનો આ સૌથી વધુ ગોલ્ડ મેડલ છે.

Asian Games Medal Tally : એશિયન ગેમ્સમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, 11માં દિવસે 12 મેડલ સાથે ભારતના ખાતામાં 81 મેડલ
Asian Games 2023
| Edited By: | Updated on: Oct 04, 2023 | 11:25 PM

China : એશિયન ગેમ્સના 11મા દિવસે ભારતે 12 મેડલ જીત્યા. આ દરમિયાન એશિયન ગેમ્સના (Asian Games)  બે મોટા રેકોર્ડ પણ તૂટ્યા હતા. સૌથી પહેલા ભારતે તેનો 69 મેડલનો રેકોર્ડ તોડ્યો અને પછી એક ગેમ્સમાં 16 ગોલ્ડ મેડલનો રેકોર્ડ પણ તોડ્યો. તેમજ 100 મેડલનો ટાર્ગેટ પણ દૂર નથી. 18 ગોલ્ડ, 31 સિલ્વર અને 31 બ્રોન્ઝ સહિત 81 મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ચોથા ક્રમે છે.

રેસ વોકની મિશ્ર ટીમ ઈવેન્ટ

ભારતે 19મી એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલના રૂપમાં પોતાનો 70મો મેડલ જીત્યો હતો. તેણે આ મેડલ રેસ વોકની મિશ્ર ટીમ ઈવેન્ટમાં જીત્યો હતો.

ભારતે તીરંદાજીમાં ગોલ્ડ સાથે રેકોર્ડ તોડ્યો

ભારતે તીરંદાજીની કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં 16મો ગોલ્ડ મેડલ જીત્યો. જેમાં ભારતે દક્ષિણ કોરિયાને હરાવ્યું હતું. ભારત માટે ઓજસ પ્રવીણ અને જ્યોતિ સુરેખાની જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ

ભારતની પ્રવીણે મહિલા બોક્સિંગ ઈવેન્ટની 57 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સેમિફાઈનલમાં તેને ચાઈનીઝ તાઈપેઈની બોક્સર સામે હાર મળી હતી.

કુસ્તી: ગ્રીકો-રોમનમાં ભારતને બ્રોન્ઝ મળ્યો

ભારતને કુસ્તીમાં પહેલો મેડલ મળ્યો છે. ગ્રીકો-રોમન કુસ્તીમાં, ભારતના સુનિલ કુમારે 87 કિગ્રા વર્ગમાં કિર્ગિસ્તાનના કુસ્તીબાજને 2-1થી હરાવીને બ્રોન્ઝ જીત્યો હતો. 2010 એશિયન ગેમ્સ બાદ ગ્રીકો-રોમનમાં આ પહેલો મેડલ છે.

હોકી: ભારતીય ટીમ ફાઇનલમાં

ભારતીય પુરુષ હોકી ટીમે એશિયન ગેમ્સની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમે સેમીફાઈનલમાં દક્ષિણ કોરિયાને 5-3થી હરાવીને ટાઈટલ મેચમાં જગ્યા બનાવી લીધી છે.

એથ્લેટિક્સ: હરમિલન બેન્સ માટે વધુ એક મેડલ

ભારતીય એથલીટ હરમિલન બેન્સે એશિયન ગેમ્સમાં પોતાનો બીજો સિલ્વર મેડલ જીત્યો છે. હરમિલને 800 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

અવિનાશ સાબલેના નામે સિલ્વર

 

 


ભારતના અંતરના દોડવીર અવિનાશ સાબલે વધુ એક મેડલ જીત્યો છે. ભારતીય એથ્લેટે 5000 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ પહેલા અવિનાશે 3000 મીટર સ્ટીપલ ચેઝમાં ગોલ્ડ જીત્યો હતો.

4x400m: ભારતને સિલ્વર મળ્યો

 

ભારતે મહિલાઓની 4×400 મીટર રિલે રેસમાં સિલ્વર મેડલ જીત્યો છે.

ભાલા ફેંક: નીરજે ગોલ્ડ જીત્યો

 


નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 88.88 મીટર સાથે ગોલ્ડ જીત્યો હતો. જ્યારે કિશોર જેનાએ 87.54 મીટર સાથે સિલ્વર જીત્યો હતો.

રિલે રેસઃ ભારત માટે વધુ એક ગોલ્ડ

 

 


ભારતે પુરુષોની 4×400 મીટર રિલે રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતનો આ 18મો ગોલ્ડ મેડલ છે. કોઈપણ એશિયન ગેમ્સમાં ભારતનો આ સૌથી વધુ ગોલ્ડ મેડલ છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો