Asian Games 2023: ભારતની ખરાબ શરૂઆત, પહેલી જ મેચમાં ચીને 5-1થી હરાવ્યું

|

Sep 19, 2023 | 8:28 PM

ભારતીય ફૂટબોલ ટીમને ચીનના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાની આ પ્રથમ મેચ હતી, તેથી ભારતીય ટીમને હજી વાપસી કરવાનો મોકો મળશે પરંતુ ટીમના ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કરવું પડશે. પહેલી જ મેચમાં ભારતની હાર થતાં ફેન્સ સાથે ખેલાડીઓ પણ નિરાશ થયા છે.

Asian Games 2023: ભારતની ખરાબ શરૂઆત, પહેલી જ મેચમાં ચીને 5-1થી હરાવ્યું
Asian Games 2023

Follow us on

ચીનના ગુઆંગઝૂ શહેરમાં આયોજિત એશિયન ગેમ્સ 2022 (Asian Games)માં ભારતની શરૂઆત ખરાબ રહી છે. મંગળવારે સાંજે રમાયેલી ફૂટબોલ મેચમાં ચીને (China) ભારતને 5-1થી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા તરફથી એકમાત્ર ગોલ આર. પ્રવીણે કર્યું અને આ વખતે કેપ્ટન સુનીલ છેત્રીનો જાદુ ચાલ્યો નહીં. આ કારમી હાર બાદ ટીમ ઈન્ડિયા (Team India) પોતાના ગ્રુપમાં ચોથા નંબર પર પહોંચી ગયું છે.

પહેલા હાફમાં બંને ટીમ બરાબરી પર રહી

આ મેચમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી, ચીને 17મી મિનિટે જ ગોલ કર્યો હતો. જોકે, પહેલા હાફમાં જ ભારત તરફથી આર. પ્રવીણે ગોલ કરીને સ્કોરને 1-1 સુધી પહોંચાડ્યો હતો. પરંતુ ટીમ ઈન્ડિયા માટે બીજો હાફ સારો સાબિત થયો ન હતો અને ચીને 51, 72, 76 અને 91 મિનિટે ગોલ કર્યા હતા.

શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો

ચીન સામેની મેચમાં ભારતની પ્લેઈંગ 11:

ગુરમીત સિંહ (ગોલકીપર), લાલચુનુંગા, સંદેશ, આયુષ, સુમિત, અમરજીત, રહીમ અલી, રાહુલ, સુનીલ છેત્રી (કેપ્ટન), બી. મિરાન્ડા, અબ્દુલ અંજુ

સબસ્ટિટ્યુટ : વિશાલ યાદવ (ગોલકીપર), સેમ્યુઅલ જેમ્સ, વી. બેરેટો, રોહિત દાનુ, ધીરજ સિંહ, અઝફર નૂરાની.

આ પણ વાંચો : વર્લ્ડ કપમાં રવિચંદ્રન અશ્વિનની એન્ટ્રી સાથે પ્લેઈંગ-11માં બદલાવ નિશ્ચિત, આ ખેલાડી થશે બહાર!

ભારત-ચીન મેચ બાદ ગ્રુપ-Aની સ્થિતિ

ચીન- 1 મેચ, 3 પોઈન્ટ
મ્યાનમાર- 1 મેચ, 3 પોઈન્ટ
બાંગ્લાદેશ- 1 મેચ, 0 પોઈન્ટ
ભારત- 1 મેચ, 0 પોઈન્ટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article