All England Open Badminton 2023માં ભારતના અભિયાનનો અંત, ગાયત્રી ગોપીચંદ-ત્રિસા જોલીની જોડી સેમિ ફાઈનલમાં હારી

કોમનવેલ્થ ગેમ્સ 2022માં કાસ્ય મેડલ જીતનાર ગાયત્રી ગોપીચંદ અને ત્રિસા જોલીની જોડીને આજે સેમિ ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. કોરિયન જોડી સામે આ ભારતીય જોડીને 10-21થી હારનો સામનો કરવો પડયો હતો. આ સામે ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન 2023ની તમામ કેટેગરીમાં ભારતના અભિયાનનો અંત આવ્યો છે. ભારતનો કોઈપણ ખેલાડી આ વર્ષે ટુર્નામેન્ટમાં મેડલ જીતવામાં સફળ રહ્યો નથી.

All England Open Badminton 2023માં ભારતના અભિયાનનો અંત, ગાયત્રી ગોપીચંદ-ત્રિસા જોલીની જોડી સેમિ ફાઈનલમાં હારી
All England Open Badminton 2023
| Edited By: | Updated on: Mar 18, 2023 | 10:57 PM

ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન 2023માંથી ભારત માટે આજે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં કાસ્ય મેડલ જીતનાર ગાયત્રી ગોપીચંદ અને ત્રિસા જોલીની જોડીને આજે સેમિ ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. કોરિયન જોડી સામે આ ભારતીય જોડીને 10-21થી હારનો સામનો કરવો પડયો હતો. આ સાથે ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન 2023ની તમામ કેટેગરીમાં ભારતના અભિયાનનો અંત આવ્યો છે. ભારતનો કોઈપણ ખેલાડી આ વર્ષે ટુર્નામેન્ટમાં મેડલ જીતવામાં સફળ રહ્યો નથી.

જણાવી દઈએ કે ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ ગાયત્રી ગોપીચંદ અને ત્રિસા જોલીની જોડીએ સતત બીજી વાર ઓલ ઈંગ્લેન્ડન ઓપન બેડમિન્ટનની સેમિ ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. છેલ્લી સેમિ ફાઈનલ મેચમાં આ જોડીને શૂ જિયાન ઝાંગ અને યૂ ઝેંગની જોડી સામે હારનો સામનો કરવો પડયો હતો. ભારતીય ફેન્સને આશા હતી કે આ વખતે આ જોડી સેમિ ફાઈનલમાં જીત મેળવશે. પણ આ વખતે સતત બીજી વાર આ જોડીને સેમિ ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો છે.

ઓલ ઈંગ્લેન્ડ ઓપન 2023માં ભારતીય બેડમિન્ટન ખેલાડીઓનું પ્રદર્શન

મંગળવાર, માર્ચ 14 – દિવસ 1

-મેન્સ સિંગલ્સ રાઉન્ડ ઓફ 32

એચએસ પ્રણોય (ભારત)એ વાંગ ત્ઝુ વેઈ (ચીની તાઈપેઈ)ને 21-19, 22-20થી હરાવ્યો

લક્ષ્ય સેન (ભારત)એ ચાઉ ટિએન ચેન (ચીની તાઈપેઈ)ને 21-18, 21-19થી હરાવ્યો

બુધવાર, માર્ચ 15 – દિવસ 2

-મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 32

પીવી સિંધુ (ભારત) ઝાંગ યી મેન (ચીન) સામે 21-17, 21-11થી હારી ગઈ

-મેન્સ સિંગલ્સ રાઉન્ડ ઓફ 32

કિદામ્બી શ્રીકાંત (ભારત) એ ટોમા જુનિયર પોપોવ (ફ્રાન્સ) ને 19-21, 21-14, 21-5 થી હરાવ્યો

-મહિલા ડબલ્સ રાઉન્ડ ઓફ 32

ગાયત્રી ગોપીચંદ-ટ્રીસા જોલી (ભારત) એ જોંગકોલ્ફન કીતિથારાકુલ-રવિંદા પ્રજોંગજાઈ (થાઈલેન્ડ) ને 21-18, 21-14 થી હરાવી

અશ્વિની ભટ-શિખા ગૌતમ (ભારત) હા ના બેક-સો હી લી (દક્ષિણ કોરિયા) સામે 21-9થી હારી ગયા.

-મેન્સ ડબલ્સ રાઉન્ડ ઓફ 32

ચિરાગ શેટ્ટી-સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ કૃષ્ણ પ્રસાદ ગરાગા-વિષ્ણુવર્ધન ગૌડ પંજલાને 21-13, 21-13થી હરાવ્યાં

એમઆર અર્જુન-ધ્રુવ કપિલા (ભારત) શિયાંગ યુ રેન-કિઆંગ તાન (ચીન) સામે 21-16, 21-15થી હારી ગયા

ગુરુવાર, માર્ચ 16 – દિવસ 3

-મહિલા ડબલ્સ રાઉન્ડ ઓફ 16

ગાયત્રી ગોપીચંદ-ટ્રીસા જોલી (ભારત) એ યુકી ફુકુશિમા-સાયાકા હિરોટા (જાપાન) ને 21-14, 24-22 થી હરાવી

મેન્સ ડબલ્સ રાઉન્ડ ઓફ 16

ચિરાગ શેટ્ટી-સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી (ભારત) લિયાંગ વેઈ કેંગ-વાંગ ચાંગ (ચીન) સામે 21-10, 17-21, 19-21થી હારી ગયા

મેન્સ સિંગલ્સ રાઉન્ડ ઓફ 16

લક્ષ્ય સેન (ભારત) એન્ડર્સ એન્ટોનસેન (ડેનમાર્ક) સામે 21-13, 21-15થી હારી ગયો

કિદામ્બી શ્રીકાંત (ભારત) કોડાઈ નારોકા (જાપાન) સામે 21-17, 21-15થી હારી ગયો

એચએસ પ્રણોય (ભારત) એન્થોની સિનિસુકા ગિંટીંગ (ઇન્ડોનેશિયા) સામે 22-20, 15-21, 21-17થી હારી ગયો

શુક્રવાર, માર્ચ 17 – દિવસ 4

-મહિલા ડબલ્સ ક્વાર્ટર ફાઈનલ

ગાયત્રી ગોપીચંદ-ટ્રીસા જોલી (ભારત)એ લી વેન મેઈ-લિયુ ઝુઆન ઝુઆન (ચીન)ને 21-14, 18-21, 21-12થી હરાવ્યાં

ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ

રાઉન્ડ 1 – 14મી માર્ચ 2023

રાઉન્ડ 2 – 16મી માર્ચ 2023

ક્વાર્ટર ફાઈનલ – 17મી માર્ચ 2023

સેમિફાઇનલ – 18મી માર્ચ 2023

અંતિમ – 19મી માર્ચ 2023

ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપનો ઈતિહાસ

ઓલ ઈંગ્લેન્ડ ઓપન એ સૌથી જૂની બેડમિન્ટન ટુર્નામેન્ટમાંની એક છે. 1899માં ઈંગ્લેન્ડના ગિલ્ડફોર્ડમાં પ્રથમ ઓપન ટૂર્નામેન્ટ યોજાયા બાદ આ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી હતી. ભૂતકાળથી જ આ ટુર્નામેન્ટ સૌથી પ્રતિષ્ઠિત હતી. રમતના કેટલાક મોટા નામો તેને ભૂતકાળમાં પણ રમતા હતા અને અત્યાર સુધી પણ રમે છે. ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ હાલમાં Yonex દ્વારા પ્રાયોજિત છે અને ટુર્નામેન્ટનો કુલ ઈનામી રકમ $1,250,000 છે.

ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતીયોનું ભૂતકાળનું પ્રદર્શન

ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપના ઈતિહાસમાં માત્ર બે વખત ભારતીય ખેલાડીઓએ ટ્રોફી ઉપાડી છે. વર્ષ 1980 માં પ્રકાશ પાદુકોણ ટ્રોફી ઉપાડનાર પ્રથમ ભારતીય બન્યા અને વર્ષ 1981 માં તેઓ રનર-અપ થયા હતા. બીજા ભારતીય ખેલાડી વર્ષ 2001માં પુલેલા ગોપીચંદ હતા. વર્ષ 1947માં પ્રકાશ નાથ, વર્ષ 2015માં સાનિયા નેહવાલ અને વર્ષ 2022માં લક્ષ્ય સેન જેવા ખેલાડીઓ રનર્સ-અપ બન્યા હતા.

Published On - 6:21 pm, Sat, 18 March 23