
ચીનમાં ભારતીય ત્રિરંગો લહેરાવ્યો છે. મધ્યપ્રદેશના છોકરાએ એશિયાઈ દેશોમાં ભારતને ગૌરવ અપાવ્યું. દરેક ભારતીયને ગર્વ કરવાનો મોકો આપ્યો. અમે 10 મીટર એર રાઈફલની ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર ત્રણ ભારતીય શૂટર્સમાંથી એક ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર ( Aishwarya Pratap Singh Tomar) વિશે વાત કરી રહ્યા છીએ. આ 22 વર્ષના શૂટરે પોતાના સાથી ખેલાડીઓ સાથે મળીને ચીનમાં માત્ર ગોલ્ડ જ નહીં જીત્યો પરંતુ તેને હાંસલ કરીને વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો.
#WATCH | Hangzhou Asian Games: “I had never thought that I would win two medals in a single day. It is not a gold medal (in a team event) but also our world record so it is very special. We are very happy that we won gold in the team event & created a new world record in Asian… pic.twitter.com/XSbBZKdG0h
— ANI (@ANI) September 25, 2023
એશ્વર્ય તોમરે ચીનની ધરતી પર એશિયાઈ રમતોમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ અન્ય 2 મેડલ પણ જીત્યા છે. આ વખતે તેમણે બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે. શું તમે જાણો છો કે, એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જીતનાર એશ્વર્ય તોમેરે કેવી રીતે નિશાન લગાવવાનું શીખ્યું છે. જેની રાઈફલમાંથી નીકળતી ગોળી સીધા તેના મેડલ પર જાય છે.
ઐશ્વર્ય તોમરનો જન્મ 3 ફેબ્રુઆરી 2001ના રોજ મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના રતનપુર ગામમાં એક રાજપૂત પરિવારમાં થયો હતો. તે તેના માતાપિતાના ત્રણ બાળકોમાં સૌથી નાનો છે. તેના પિતા એક જમીનદાર હતા અને શિકારના પણ શોખીન હતા. આવી સ્થિતિમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર તેમના પિતા સાથે બાળપણથી જ જંગલોમાં સમય વિતાવતા હતા. આ દરમિયાન તેને જંગલી પ્રાણીઓનો પણ સામનો કરવો પડતો હતો. આ કારણે ઐશ્વર્યએ ગન વાપરવાની ટ્રેનિંગ લીધી. અને પછી શૂટિંગની રમતમાં પ્રવેશ કર્યો.
ઐશ્વર્યએ એશિયન ગેમ્સ 2023ના બીજા દિવસે 2 મેડલ જીત્યા અને પોતાની સિદ્ધિ પર કહ્યું કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે આવું થશે. પોતાના ગોલ્ડ મેડલ જીતવા અંગે ઐશ્વર્યએ કહ્યું કે આ ખૂબ જ ખાસ છે, કારણ કે આ દરમિયાન અમે વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો છે.
19મી એશિયાઈ રમતોમાં એશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે હિન્દુસ્તાન માટે મહત્વની ભુમિકા નિભાવી છે. જેવું તેનું પ્રદર્શન રહ્યું છે. જેનાથી તેનો ઉત્સાહ ખુબ વધેલો જોવા મળે છે. જે આગળ રમાનારી શૂટિંગ ઈવેન્ટમાં ભારતનો ઝંડો ફરી લહેરાવી શકે છે.