ઐતિહાસિક મેન્સ વૉલીબૉલ કલબ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023 માટે અમદાવાદની ટીમ જાહેર

મેન્સ વૉલીબૉલ કલબ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સામેલ થનાર ભારતની તે પ્રથમ પ્રથમ ટીમ બની છે. બેંગલોર શહેર આ ઐતિહાસિક સ્પર્ધાનુ યજમાન છે. આ ટુર્નામેન્ટ માટે અમદાવાદ ડિફેન્ડર્સે પોતાની ટીમ જાહેર કરી દીધી છે, અને ખેલાડીઓમાં અનુભવીની સાથે સાથે અને ઉભરતી પ્રતિભાઓનો સમન્વય કરવામાં આવ્યો છે.

ઐતિહાસિક મેન્સ વૉલીબૉલ કલબ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023 માટે અમદાવાદની ટીમ જાહેર
Ahmedabad Defenders
| Edited By: | Updated on: Dec 04, 2023 | 10:31 PM

ભારતીય વૉલિબૉલના ઈતિહાસમાં એક અભૂતપૂર્વ પ્રકરણ આલેખીને રૂપે પ્રાઈમ વૉલિબૉલ લીગ સીઝન-2ની ચેમ્પિયન અમદાવાદ ડિફેન્ડર્સ, મેન્સ વૉલીબૉલ કલબ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023માં સામેલ થઈને ભારતીય વૉલિબૉલના ઈતિહાસમાં એક નવુ પ્રકરણ આલેખશે.

આ સ્પર્ધામાં સામેલ થનાર ભારતની તે પ્રથમ પ્રથમ ટીમ બની છે. બેંગલોર શહેર આ ઐતિહાસિક સ્પર્ધાનુ યજમાન છે. આ ટુર્નામેન્ટ માટે અમદાવાદ ડિફેન્ડર્સે પોતાની ટીમ જાહેર કરી દીધી છે, અને ખેલાડીઓમાં અનુભવીની સાથે સાથે અને ઉભરતી પ્રતિભાઓનો સમન્વય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  ભારત-સાઉથ આફ્રિકાના સમયમાં છે 3 કલાકનું અંતર, જાણો ટી20, વનડે અને ટેસ્ટના ભારતીય સમય

સ્પર્ધાની શરૂઆત પહેલાં અમદાવાદ ડિફેન્ડર્સના હેડ કોચ, દક્ષિણામૂર્તિ સુંદરેશને આ પ્રસિધ્ધ સ્પર્ધામાં ટીમના ભવિષ્ય અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “અમારી ટીમ ખૂબ જ પ્રતિભાશાળી છે. આ સ્પર્ધા માટે તેમણે કેમ્પમાં તૈયારી કરી છે. અમે તાલિમ દરમ્યાન શારિરિક, ટેકનિકલ અને વ્યુહાત્મક પાસાંમાં અમારૂ ધ્યાન વ્યાપકપણે કેન્દ્રિત કર્યુ છે. દુનિયા સમક્ષ ભારતીય વૉલિબૉલ પ્રદર્શિત કરવાની આ ઉત્તમ તક છે. મને ખાત્રી છે કે અમે ઉત્તમ પ્રદર્શન કરીશું.

15 ખેલાડીની બનેલી આ ટેમનુ નેતૃત્વ મુથ્થુસ્વામિ અપ્પાવુ કરશે. જ્યારે તામિલવનમ શ્રીકાંત અને રામનાથન રામમૂર્તિ લીબરર્સ તરીક કામ કરશે. એટેકર્સમાં ઓસ્ટ્રેલિયન મેક્સ સેનિકા, અમિત ગુલીયા, એઝમથ ઉલ્લા, સંતોષ સહાય એન્ટની, અને રાજ નંદગોપાલ સુબ્રમણ્યમનો સમાવેશ કરાયો છે. મિડલ બ્લોકર્સ તરીક અશ્વલ રાય, શમીમુદ્દીન અમરામ્બાથ, સર્જન યુ શેટ્ટી, પાર્થ પટેલ અને મનોજ મંજૂનાથનનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત કેપ્ટન મુથ્થુસ્વામી અપ્પાવુ અને ઉકારા પાંડિયન મોહન ટીમના સેટર તરીકે કામ કરશે. અંગામુથ્થુ રામસ્વામી યુનિવર્સલ પોઝિશનમાં સ્થાન ધરાવે છે.

અમદાવાદ ડિફેન્ડર્સ ને હાલના ચેમ્પિયન સાથે પુલ “એ” માં ઈટાલીના સર સિકોમા પેરૂજીયા અને અને બ્રાઝિલની મિનાસ ટેનિસ કલબ સાથે મુકવામાં આવ્યા છે. દરમ્યાનમાં પુલ “બી” માં તુર્કીની હલ્કબેંક સ્પોર કુલુબી, બ્રાઝીલની સાદા ક્રૂઝેરીયો અને જાપાનના સુનતોરી સનબર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ ડિફેન્ડર્સ પોતાની ઝુંબેશનો તારીખ 6 ડિસેમ્બરના રોજ મિનાસ ટેનિસ કલબ સામે પ્રારંભ કરશે.

ક્યાં જોઈ શકાશે મેન્સ વૉલીબૉલ કલબ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023 ?

મેચની ટિકિટસ લાઈવ છે અને બુક માય શો ઉપરથી ખરીદી શકાશે.મેન્સ વૉલીબૉલ કલબ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023નુ સોની સ્પોર્ટસ નેટવર્કની સાથે સાથે સોની ટેન-1 અને સોની ટેન -3 ચેનલ ઉપર ભારતમાં લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે અને વૉલિબૉલ વર્લ્ડ ઉપર દુનિયાભરમાં તેને બ્રોડકાસ્ટ કરવામાં આવશે.

 

આ પણ વાંચો: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનો પહેલો વીડિયો આવ્યો સામે, કેપ્ટનશીપને લઈને કહી મોટી વાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો