ફૂટબોલ એશિયન કપ ક્વોલિફાયર બુધવારથી શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં આજે ભારતીય ફુટબોલ ટીમ (Indian Football Team) નો પ્રથમ મુકાબલો કંબોડિયા સામે થવાનો છે. જે પોતાના કરતા ઓછી રેન્કિંગ ધરાવતી ટીમ છે. ભારત આ મેચ જીતીને ક્વોલિફાયરમાં જીત સાથે શરૂઆત કરવા ઈચ્છશે. ભારત અત્યાર સુધીમાં ચાર વખત AFC એશિયન કપ રમી ચૂક્યું છે. આ વખતે ફરીથી ક્વોલિફાયર્સમાં સારું પ્રદર્શન કરીને તેઓ પાંચમી વખત એએફસી એશિયન કપ ફાઇનલમાં જગ્યા બનાવવાની કોશિશ કરશે.
ભારતીય ટીમ હાલમાં વિશ્વ રેન્કિંગમાં 106મા ક્રમે છે. જ્યારે કંબોડિયા તેનાથી 65 સ્થાન નીચે 171મા ક્રમે છે. ગ્રુપ ડીમાં આ બે ટીમો સિવાય અફઘાનિસ્તાનની ફુટબોલ ટીમ 150 માં ક્રમે છે જ્યારે હોંગકોંગની ફુટબોલ 147 માં ક્રમે છે.
આ ટૂર્નામેન્ટમાં તમામની નજર ભારતીય ફુટબોલ ટીમના સ્ટાર સ્ટ્રાઈકર સુનીલ છેત્રી (Sunil Chhetri) પર રહેશે. તમને જણાવી દઇએ કે સુનીલ છેત્રી ટૂર્નામેન્ટમાં ઘણા રેકોર્ડ બનાવી શકે છે. તે હાલમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (188 મેચમાં 117 ગોલ) અને લિયોનેલ મેસ્સી (162 મેચમાં 86 ગોલ) બાદ ગોલ કરવામાં ત્રીજા ક્રમે આવે છે. સુનિલ છેત્રીના હાલ 125 મેચમાં 79 ગોલ થયા છે. સુનીલ છેત્રી આ મેચમાં 80મો ગોલ કરી શકે છે. ઉપરાંત ટૂર્નામેન્ટના અંત સુધીમાં તે હાલમાં સૌથી વધુ ગોલની બાબતમાં મેસ્સીને પાછળ છોડી શકે છે. પોતાની મેચ પહેલા સુનિલ છેત્રીએ પોતાનો ઈરાદો સ્પષ્ટ કર્યો અને કહ્યું, ‘હું ક્વોલિફાઈ કરવા ઈચ્છું છું. જો હું ત્યાં નહીં રહીશ તો મારો દેશ રહેશે.’
A sneak peek as we look at how the #BlueTigers 🐯 train ahead of the AFC Asian Cup Qualifiers 2️⃣0️⃣2️⃣3️⃣ opener against Cambodia #BackTheBlue 💙 #IndianFootball ⚽ pic.twitter.com/h6d00Bfwp3
— Indian Football Team (@IndianFootball) June 7, 2022
તો સુનિલ છેત્રીએ ટૂર્નામેન્ટ વિશે કહ્યું કે, ‘અમે કંબોડિયાની ટીમ સામે ટુર્નામેન્ટની પહેલી મેચ રમીશું. જો અમે કંબોડિયા સામે સારો દેખાવ નહીં કરીએ તો તેનો અર્થ એ છે કે તમે તમારી અડધી લડાઈ હારી ગયા છો. અત્યાર સુધી અમે ફક્ત કંબોડિયા વિશે જ વિચારીએ છીએ. જેટલા શક્ય હોય તેટલા વધુ વિડિઓઝ જોઈ રહ્યા છીએ. અમે એકવાર આ મેચ જીતી જઇશું ત્યાર બાદ અમે અફઘાનિસ્તાનની ટીમ વિશે વિચારીશું. જોકે અફઘાનિસ્તાનની ફુટબોલ ટીમ પણ ઘણી મજબૂત છે.