Paris: દિગ્ગજ ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચે (Novak Djokovic) આજે ઈતિહાસ રચ્યો છે. નોવાક જોકોવિચે એવું કર્યું છે જે પુરુષોની ટેનિસમાં ક્યારેય બન્યું નથી. સર્બિયાના સુપરસ્ટાર નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપન 2023માં મેન્સ સિંગલ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો છે. જોકોવિચે રવિવારે રમાયેલી ફાઇનલમાં નોર્વેના કેસ્પર રુડને હરાવીને રેકોર્ડ 23મો સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ જીત્યો અને આ સાથે તે રાફેલ નડાલથી આગળ નંબર 1 બની ગયો. જોકોવિચનું આ ત્રીજું ફ્રેન્ચ ઓપન ટાઈટલ છે.
આજે રવિવારે 11મી જૂને ફિલિપ ચેટ્રિઅર કોર્ટ પર રમાયેલી ફાઈનલમાં જોકોવિચે કેસ્પર રુડને એકતરફી મેચમાં હરાવ્યો હતો. જોકોવિચે નોર્વેના કેસ્પર રુડનેને 7-6, 6-3, 7-5થી જીત મેળવી હતી. આ મેન્સ સિંગલની ફાઈનલ મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો આવ્યા હતા.
Forever raising the bar @DjokerNole masters Casper Ruud 7-6(1), 6-3, 7-5 to win a third Roland-Garros title and an unprecedented 23rd Grand Slam men’s singles title.
⁰#RolandGarros pic.twitter.com/9IfTi39alB
— Roland-Garros (@rolandgarros) June 11, 2023
One of the best speeches after winning a grand slam
Special achievement, special speechNEVER GIVE UP#RolandGarros #RolandGarros2023 #Djokovic #NovakDjokovic
— Vaibhav Sharma (@vaibhav_4x) June 11, 2023
જોકોવિચે ત્રીજી વખત ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું છે. તે ઓપન એરાનો પ્રથમ પુરૂષ ટેનિસ સ્ટાર બન્યો છે જેણે ઓછામાં ઓછા 3 વખત તમામ ચાર ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા હોય. નડાલની સાથે તે પણ સૌથી વધુ ટાઇટલની રેસમાં આગળ નીકળી ગયો છે. જોકોવિચે આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ પણ જીત્યો હતો.
Australian Open : 10 Titles
Roland Garros : 3 Titles
Wimbledon : 7 Titles
US Open : 3 Titles
23 Grand Slam Championships.
The Greatest Of All Times.#NovakDjokovic#FrenchOpen2023 #GOAT pic.twitter.com/5DnjhXL7Ze— Sami Ullah Afridi (@khanai_mdk) June 11, 2023
Many congrats on this amazing achievement @DjokerNole
23 is a number that just a few years back was imposible to think about, and you made it!
Enjoy it with your family and team!— Rafa Nadal (@RafaelNadal) June 11, 2023
આ રેકોર્ડ જીત બદલ જોકોવિચને રાફેલ નડાલ તરફથી પણ અભિનંદન મળ્યા હતા. જોકોવિચની ઐતિહાસિક જીત બાદ નડાલે ટ્વીટ કર્યું અને કહ્યું કે થોડા વર્ષો પહેલા સુધી 23નો આંકડો અસંભવ હતો, જે હવે જોકોવિચે શક્ય બનાવ્યો છે. હાલમાં આખી દુનિયામાંથી તેના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.