Tokyo Paralympics 2020 : નોઇડાના ડીએમ સુહાસ યથીરાજે જીત સાથે શરૂઆત કરી, પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર દેશના પ્રથમ IAS અધિકારી

|

Sep 02, 2021 | 10:20 AM

સુહાસ યથીરાજે 2020 માં બ્રાઝિલ ઓપન અને પેરુ ઓપનમાં ગોલ્ડ મેડલ જીત્યા અને પછી વર્લ્ડ રેન્કિંગના આધારે પેરાલિમ્પિક ગેમ્સની ટિકિટ મેળવી.

Tokyo Paralympics 2020 : નોઇડાના ડીએમ સુહાસ યથીરાજે જીત સાથે શરૂઆત કરી, પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર દેશના પ્રથમ IAS અધિકારી
Noida DM Suhas Yathiraj won his first match at tokyo paralympics 2020

Follow us on

Tokyo Paralympics 2020 : ભારતના બેડમિન્ટન ખેલાડી (Badminton Player) સુહાસ યથીરાજે (Suhas Yathiraj) ટોક્યો પેરાલિમ્પિક્સ -2020 માં શાનદાર શરૂઆત કરી છે. તેણે તેની પુરુષ સિંગલ્સ શ્રેણી SL4- ગ્રુપ A ની પ્રથમ મેચ જીતી છે. સુહાસે આ મેચ સરળતાથી જીતી લીધી. આ મેચમાં તેણે જર્મનીના નિકલાસ પોટના પડકારનો સામનો કર્યો હતો.

સુહાસે એક તરફી રમત રમી અને 21-9, 21-3 થી જીત મેળવી. સુહાસે (Suhas Yathiraj) જીતવા માટે માત્ર 19 મિનિટનો સમય લીધો. તેની આગામી મેચમાં સુહાસનો સામનો ઇન્ડોનેશિયાના હેરી સુસાન્ટો સામે થશે.

સુહાસ ઉત્તર પ્રદેશના નોઈડાના ડીએમ (Noida DM) છે. પેરાલિમ્પિક ગેમ્સમાં (Tokyo Paralympics) ભાગ લેનાર તે દેશના પ્રથમ IAS અધિકારી છે. કોરોના વચ્ચે, તેના પર ઘણી જવાબદારીઓ હતી, પરંતુ આ બધું સંભાળતી વખતે, તેણે તેની રમત પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને પેરાલિમ્પિક રમતોમાં ભાગ લેવામાં સફળ રહ્યા. અહીં તેમણે પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

તેણે બ્રાઝિલ ઓપન (જાન્યુઆરી 2020) અને પેરુ ઓપન (ફેબ્રુઆરી 2020) માં ભાગ લીધો હતો જ્યાં તે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. આ પ્રદર્શનના આધારે તેની વર્લ્ડ રેન્કિંગ ત્રણ પર આવ્યા હતા. આ પછી સુહાસ કોઈ ટુર્નામેન્ટ ન રમી શક્યા, પરંતુ વર્લ્ડ રેન્કિંગ તેને પેરાલિમ્પિક (Tokyo Paralympics) ગેમ્સની ટિકિટ મળી.

તરુણ ઢિલ્લોને જીત મળી

મેન્સ સિંગલ્સ કેટેગરીમાં સુહાસ સિવાય ભારત માટે વધુ એક જીત મળી છે. ભારતના તરુણ ઢિલ્લોને મેન્સ સિંગલ્સ કેટેગરીમાં SL4ના ગ્રુપ B ની પોતાની પ્રથમ મેચ જીતી છે. તરુણે 21-7, 21-13થી મેચ જીતી હતી. આ મેચ જીતવામાં તેમને 23 મિનિટ લાગી. પોતાની બીજી મેચમાં તરુણનો સામનો કોરિયાના ક્યાંગ હ્વાન શિન સાથે થશે.

મહિલા ડબલ્સ કેટેગરીમાં નિરાશ

જોકે મહિલા ડબલ્સ કેટેગરીમાં ભારત નિરાશ થયું છે. પલક કોહલી અને પારુલ પરમારની જોડી SL3-SU5- ગ્રુપ B ની પોતાની પ્રથમ મેચ હારી ગઈ છે. આ જોડીની સામે હેફાંગ ચેન અને ચીનની હુઇહુઇ માની જોડી હતી. ચીની જોડીએ ભારતીય જોડીને માત્ર 20 મિનિટમાં હરાવી હતી.

ચીની જોડીએ આ મેચ 21-7 અને 21-5 થી જીતી હતી. આગામી મેચમાં ભારતીય જોડીનો સામનો મોરિન લેનાઈગ અને ફોસ્ટિન નોએલની ફ્રેન્ચ જોડી સામે થશે. પલક બુધવારે પણ હારી હતી. તેણીએ એક દિવસ પહેલા તેની બંને મેચ હારી હતી. તેણીને જાપાનની આયાકો સુઝુકીએ મહિલા સિંગલ્સ ગ્રુપ A ક્લાસ SU5 મેચમાં માત્ર 19 મિનિટમાં 21-4, 21-7થી હરાવી હતી.

બીજી બાજુ, પ્રમોદ ભગત અને કોહલીની મિક્સ્ડ ડબલ્સની જોડી લુકાસ મઝુર અને ફોસ્ટિન નોએલની બીજી ક્રમાંકિત જોડીની તેમની શરૂઆતની ગ્રુપ બી મેચમાં હારી ગઈ.

 

આ પણ વાંચો : Suresh Raina પોતાને જોન સીના માને છે, જુઓ શાનદાર video

Next Article