Naman Ojha Retirement: યુવા ક્રિકેટર નમન ઓઝાએ ભીની આંખે ક્રિકેટને કહ્યું અલવિદા, જુઓ VIDEO
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન Naman Ojhaએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.
Naman Ojha Retirement: ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન Naman Ojhaએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે સોમવારે સાંજે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં પોતાની નિવૃતિ અંગેના નિર્ણય અંગેની માહિતી આપી હતી.
#namanojharetires pic.twitter.com/80YGIzXk9l
— ANOOP DEV (@AnoopCricket) February 15, 2021
રડી પડ્યો નમન ઓઝા
જે ઉપરના વિડીયોમાં જોઈ શકાય છે તે રીતે આ પ્રસંગે, નમન ઓઝા ભાવુક બની ગયો હતો અને તેની આંખમાંથી રીતસર આંસુ સારી પડ્યા હતા. 37 વર્ષીય વિકેટકીપર બેટ્સમેને કહ્યું કે હવે તે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીને વધુ ધપાવી શકે તેમ નથી, કમરનો દુખાવો પણ સતત પરેશાન કરી રહ્યો છે, જ્યારે કે હવે પોતાના પરિવારને સમય આપવો તે સૌથી મોટી પ્રાથમિકતા છે. જણાવી દઈએ કે નમન મધ્યપ્રદેશના રતલામ શહેરના નિવાસી છે.
I’m grateful to all who supported me in achieving dream of playing for my country and State – my coaches, trainers, physios and selectors, my captains and teammates, my family and well wishers, and MPCA, BCCI and my IPL teams.
— Naman Ojha (@namanojha35) February 15, 2021
રણજી ટ્રોફીમાં વિકેટની પાછળ સૌથી વધુ કર્યા શિકાર
MS Dhoniનું ટીમ ઈન્ડિયામાં આગમન થયા બાદ પછી આ વિકેટકિપર બેટ્સમેનને ફરીથી ટીમમાં ચાન્સ મળી શક્યો નહીં.આપણે જણાવી દઈએ કે ઓઝાએ 17 વર્ષની ઉંમરે મધ્યપ્રદેશ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે બે દાયકાથી ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌથી સફળ વિકેટકીપર બેટ્સમેન રહ્યો હતો. ઓપનિંગની સાથે જ કોઈ પણ સ્થાન પર રમી શકવાની ક્ષમતાના આધારે જ તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદના બાળકો હવે ધોની અને રૈના પાસેથી લેશે Cricket Training, જાણો વિગત
