IPL 2021: ધોનીનો વિનિંગ શોટ જોઈને પત્ની સાક્ષીની આંખમાં આસું આવ્યા, દીકરી જીવાને ગળે લગાવી, જુઓ વિડીયો

|

Oct 11, 2021 | 4:01 PM

IPL 2021 ધોનીએ વિનિંગ શોટ ફટકારતાં જ તેની પત્ની સાક્ષી ધોનીની આંખો ભીની થઈ ગઈ. ધોનીએ પોતાની તાકાત બતાવી અને છેલ્લી ઓવરમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચ ફેરવી અને હારના મોઢામાંથી જીત છીનવી હતી.

IPL 2021: ધોનીનો વિનિંગ શોટ જોઈને પત્ની સાક્ષીની આંખમાં આસું આવ્યા, દીકરી જીવાને ગળે લગાવી, જુઓ વિડીયો
ms dhoni ipl 2021 match wife sakshi dhoni emotional

Follow us on

IPL 2021: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS ધોની) એ દિલ્હી કેપિટલ્સ સામે IPL 2021 ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં પોતાના જૂના દિવસો યાદ કરાવીને પોતાને વિશ્વના સૌથી મોટા મેચ વિનર સાબિત કર્યા.

ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ચેન્નાઇ સુપર કિંગ્સને છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી. ધોનીએ પોતાની તાકાત બતાવી અને છેલ્લી ઓવરમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચ જીતી હતી.

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

સાક્ષીએ પ્રતિક્રિયા આપી

 

મહેન્દ્ર સિંહ ધોની (MS ધોની) એ 6 બોલમાં અણનમ 18 રન બનાવ્યા અને એક છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા. મેચ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી અને 5 બોલમાં 13 રનની જરૂર હતી. એક ક્ષણ માટે, એવું લાગતું હતું કે, 40 વર્ષનો ધોની આ મેચ પૂરી કરી શકશે નહીં, પરંતુ ધોનીએ પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવ્યું અને સતત 3 ચોગ્ગા ફટકાર્યા,ધોનીએ વિનિંગ શોટ ફટકારતાં જ તેની પત્ની સાક્ષી (sakshi)ધોનીની આંખો ભીની થઈ ગઈ.

સાક્ષી સાથે તેમની પુત્રી જીવા પણ સ્ટેડિયમમાં હાજર હતી. ધોનીએ વિનિંગ શોટ ફટકારતાં જ સાક્ષીએ જીવાને તેના ગળે લગાવી લીધી. ધોનીની પત્ની અને પુત્રીની આ ઉજવણી ખુબ વાયરલ થઈ રહી છે. CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Captain Mahendra Singh Dhoni)એ પોતાની જૂની શૈલીમાં દેખાયા અને યાદગાર જીત અપાવી ટીમ માટે ફિનિશરની ભૂમિકા ભજવી. ધોનીએ 6 બોલમાં અણનમ 18 રન બનાવ્યા અને ટીમને છગ્ગા અને ચોગ્ગા સાથે યાદગાર જીત અપાવી.

નવમી વખત ફાઇનલમાં CSK

કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છેલ્લી ઓવરમાં આવીને પોતાની ટીમને ઐતિહાસિક જીત અપાવી અને આ સાથે ચેન્નઈએ નવમી વખત IPL માં પ્રવેશ કર્યો. તે પણ જ્યારે છેલ્લી IPLમાં CSK સાતમા નંબરે હતો. એમએસ ધોની (MS Dhoni)એ પોતાની ઇનિંગમાં માત્ર 6 બોલ રમ્યા અને 18 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)2020માં સાતમા નંબરે આઉટ થઈ હતી, ત્યારે ધોનીએ કહ્યું હતું કે, અમારી ટીમ ફરી જબરદસ્ત વાપસી કરશે. હવે ફરી એક વખત ચેન્નાઈ સુપર કિંગ્સ એમએસ ધોનીના નેતૃત્વમાં ફાઇનલમાં પહોંચી છે. આ નવમી વખત છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ IPLની ફાઇનલમાં પહોંચી છે.

ધોનીએ મેચ બાદ પ્રતિક્રિયા આપી

ધોનીએ મેચ બાદ કહ્યું કે, ‘મારી ઇનિંગ મહત્વની હતી. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)નું બોલિંગ આક્રમણ સારું છે. તેણે કન્ડિશન્સનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો, તેથી અમને ખબર હતી કે, આ મેચ અમારા માટે સરળ નહીં રહે. પાંચ વિકેટ માટે 172 રનનો સ્કોર બનાવવામાં આવ્યો હતો. પોતાની ઇનિંગ્સ અંગે ધોની(MS Dhoni)એ કહ્યું કે, ‘મેં ટુર્નામેન્ટમાં બહુ સારી ઇનિંગ્સ રમી નથી, પરંતુ હું બોલ જોઈને રમવા માંગતો હતો. હું નેટ્સમાં સારી બેટિંગ કરી રહ્યો હતો, પણ વધારે વિચારતો ન હતો, કારણ કે, જો તમે બેટિંગ કરતી વખતે વધારે વિચારતા હોવ તો તમે તમારી વ્યૂહરચના બગાડી નાખો છો.

આ પણ વાંચો : mehbooba muftiએ શાહરૂખના પુત્ર પર કેન્દ્રની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા, કહ્યું- ખાન હોવાની ‘સજા’ મળી રહી છે

Next Article