England Cricket : ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને બોર્ડના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા, કહ્યું- તમને ખેલાડીઓની થાકવાની ચિંતા છે તો IPL માં કેમ મોકલ્યા ?

|

Sep 23, 2021 | 2:56 PM

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેનો પાકિસ્તાન પ્રવાસ રદ કરવાનો નિર્ણય કર્યો છે. તેના કારણે IPLમાં રમતા ખેલાડીઓને પ્લેઓફ મેચ રમવાની તક મળી છે.

England Cricket : ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને બોર્ડના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા, કહ્યું- તમને ખેલાડીઓની થાકવાની ચિંતા છે તો IPL માં કેમ મોકલ્યા ?
michael atherton questions ecb decision to cancel pak tour

Follow us on

England Cricket : ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ (England Cricket Team) 16 વર્ષ બાદ પાકિસ્તાન પ્રવાસે જવાની હતી. જો કે, તેણે પ્રવાસ શરૂ થાય તે પહેલા જ તેને રદ કરવાનો નિર્ણય કર્યો. ECB એ પાકિસ્તાનમાં મુસાફરી અંગે વધતી ચિંતાઓને આનું કારણ ગણાવ્યું છે. આ સિવાય તેણે યુએઈમાં યોજાનારા ટી 20 વર્લ્ડકપ (T20 World Cup) પહેલા ખેલાડીઓના થાકને પણ કારણ ગણાવ્યું હતું.

ઇસીબીનો આ નિર્ણય ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ એથર્ટન (Michael Atherton)ને પસંદ નથી. તેમણે આ નિર્ણયને ભારતના માન્ચેસ્ટર ટેસ્ટ રદ કરવાના નિર્ણય કરતા પણ ખરાબ ગણાવ્યો હતો. તેણે આ સમગ્ર મામલે IPLને પણ ખેંચ્યો છે. તેમનું કહેવું છે કે, જો ખેલાડીઓના થાકનો મુદ્દો છે તો પછી ઇંગ્લેન્ડના ખેલાડીઓ IPL (Indian Premier League)માં કેમ રમી રહ્યા છે.

આર્થન આઈપીએલમાં રમતા ઈંગ્લેન્ડના ખેલાડીઓથી ખુશ નથી

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

જો તેઓ બાયો બબલ અને થાક વિશે ખૂબ ચિંતિત હતા, તેઓએ IPL (Indian Premier League)માં ખેલાડીઓની ઉપલબ્ધતામાં વધુ રસ દાખવવો જોઈએ. હવે ખેલાડીઓ નોકઆઉટ સ્ટેજ માટે ઉપલબ્ધ છે. તે ભારત અને ઇંગ્લેન્ડને અનુકૂળ છે પરંતુ પાકિસ્તાનને નહીં કારણ કે તેમના ખેલાડીઓ IPLમાં નથી.

આર્થને ECBના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો

તેમણે આ નિર્ણય વિશે વધુમાં કહ્યું કે, ‘આ નિર્ણય દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની સીરિઝ હટાવવા અને માન્ચેસ્ટર ટેસ્ટ કરતાં પણ ખરાબ છે. આ નિર્ણયોમાં કોરોનાનો ભય હજુ પણ સમજી શકાય છે. ઇંગ્લેન્ડ સામે પાકિસ્તાનના ચાહકોમાં રોષ સાચો છે. ઈંગ્લેન્ડે કોઈ નક્કર કારણ વગર આ નિર્ણય લીધો.

આર્થટનનું કહેવું છે કે, ઇંગ્લેન્ડને આ વખતે દાખલો બેસાડવાની તક હતી. તેમણે કહ્યું કે, ‘ઈંગ્લેન્ડ ક્રિકેટ (England Cricket ), તેના મેનેજમેન્ટ અને ખેલાડીઓને આગળ આવવાની અને યોગ્ય નિર્ણય લેવાની અને એક દાખલો બેસાડવાની તક હતી. તેમને એવા દેશ સાથે ઉભા રહેવાની તક મળી જેણે આવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, જેની આપણે અને તમે કલ્પના પણ કરી શકતા નથી. ECB (England  Cricket Board)એ પ્રવાસ રદ કરીને ખોટો નિર્ણય લીધો છે.

 

આ પણ વાંચો : Narendra Giri Case: મહંત નરેન્દ્ર ગિરીના મોતનાં ત્રીજા આરોપી સંદીપ તિવારીની પણ ધરપકડ, હવે તપાસમાં વધુ તીવ્રતા આવશે

Next Article