Lovlina Borgohain :ભારતીય મહિલા બોક્સર (Boxer) લવલીના બોરગોહેન (Lovlina Borgohain) ટોક્યો ઓલિમ્પિક (Olympic)ની બોક્સિંગ રિંગમાં પોતાના મેડલનો રંગ બદલવામાં નિષ્ફળ રહી હતી. સેમિફાઇનલ મેચમાં તેણીને વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની બોક્સર બુસેનાજ હરાવી હતી. આ હાર સાથે તેણે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડશે.
લવલીના (Lovlina) ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારત માટે મેડલ જીતનાર ત્રીજી અને બીજી મહિલા બોક્સર છે. તેમના પહેલા વિજેન્દર સિંહે 2008 ના બેઇજિંગ ઓલિમ્પિક (Olympic)માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે પછી મેરી કોમે 2012 લંડન ઓલિમ્પિક (Olympic)માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. લવલીના માટે આશ્ચર્યજનક બાબત એ હતી કે, તેણીએ પ્રથમ ઓલિમ્પિક્સ રમતી વખતે મેડલ પોતાને નામ કર્યો છે.
તુર્કીની બોક્સર (Boxer) શરૂઆતથી જ મેચ પર શાનદાર પંચ મારી રહી હતી. તેના વજન વર્ગમાં બુસેનાજ ટોચનું સ્થાન ધરાવતી હતી, તેણે ત્રણેય રાઉન્ડમાં રેફરીની નિર્ણયથી જીત મેળવી હતી.
વિશ્વ ચેમ્પિયનશિપમાં બે વખત બ્રોન્ઝ મેડલ વિજેતા લવલીના (Lovlina)પાસે વિજેન્દર અને મેરી કોમને પાછળ છોડી ટોક્યો રિંગમાં તેના મેડલનો રંગ બદલવાની દરેક તક હતી. પરંતુ, તે બંનેને પાછળ છોડી શકતી નહિ. ભારતને ફરી એક વખત ઓલિમ્પિક બોક્સિંગ રિંગમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ગત્ત શુક્રવારે લવલીનાએ ચાઈનીઝ તાઈપેઈ બોક્સરને 4-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ પાક્કો કર્યો હતો.
ગામલોકો હવે તેમની લાડલી લવલીનાની રાહ જોઈ રહ્યા છે.
Published On - 11:24 am, Wed, 4 August 21