ક્યારેય વિચાર્યું છે બાજીપત્તામાં કેમ હોય છે 52 પત્તા? આની પાછળ છે બહુ મોટું કારણ

|

May 28, 2021 | 3:56 PM

બાજી પત્તાને માત્ર જુગાર સાથે જોડીને જોવામાં આવે છે, પરંતુ તે જુગારથી પણ વિશેષ છે. પત્તા એ કાળ એટલે કે સમયની ગણતરી કરતા શીખવે. જાણો આ કાર્ડ્સ વિશે.

ક્યારેય વિચાર્યું છે બાજીપત્તામાં કેમ હોય છે 52 પત્તા? આની પાછળ છે બહુ મોટું કારણ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

બાજી પતા કહો કે કાર્ડ્સ કહો ઘણા લોકો આ રમતને ખરાબ કહે છે તો ઘણાને રમવાની ખુબ મજા આવે છે. જ્યારે ઘણી જગ્યાએતો કાર્ડ્સની અલગ અલગ ગેમ રમવાના રિવાજ પણ જોવા મળે છે. તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી વેબ સિરીઝ વિઠ્ઠલ તીડી ખુબ પ્રચલિત થઇ છે. જેમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિક ગાંધી તાસ એટલે કે બાજી પત્તા સાથે અદ્દભુત ખેલ કરતો જોવા મળે છે.

બાજી પત્તાને માત્ર જુગાર સાથે જોડીને જોવામાં આવે છે, પરંતુ તે જુગારથી પણ વિશેષ છે. પત્તા એ કાળ એટલે કે સમયની ગણતરી કરતા શીખવે. તમને પણ ક્યારેક પ્રશ્ન થયો હશે કે બાજી પત્તામાં 52 પત્તા જ કેમ હોય છે. તો ચાલો તમને જણાવી દઈએ કે આ પત્તા સમય ગણતરી સાથે સંબંધ ધારાવે છે. કાર્ડ્સના 52 પત્તા એ વર્ષના 52 અઠવાડિયાની આસાનીથી ગણતરી કરી લે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગણતરી માટે જ કાર્ડ્સમાં જોકર ઉમેરવામાં આવ્યો.

1 વર્ષમાં 52 અઠવાડિયા હોય છે, અને 4 ઋતુઓ હોય છે. પ્રત્યેક ઋતુ 3 માસની કહેવાય છે. જેના આધાર 4 અલગ અલગ જેમ કે કાળી, ચટ્ટઈ, ફુલ્લઈ, અને લાલ એમ પ્રકારના કુલ 52 પત્તા હોય છે. 4 ઋતુ કાળી ♠, ચટ્ટઈ ♦, ફુલ્લઈ ♣, અને લાલ ♥ આ ચાર પ્રકાર ઋતુઓ ઉનાળો, પાનખર, વસંત, ઠંડી માટે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

દરેક પ્રકારમાં 13 કાર્ડ હોય છે. કહેવામાં આવે છે કે હિંદુ પંચાંગ અનુસાર 13 મો દિવસ તેરસ હોય છે. જે ભગવાન શિવને સમર્પિત છે. બાજી પત્તાના પત્તાની ગણતરી કરવામાં આવે તો વર્ષના અઠવાડિયા જેટલા જ થાય છે. તેમજ આ કાર્ડ પર રહેલા ચિન્હો ગણવામાં આવે તો તે 364 થાય છે.

હવે આ ગણતરીમાં જોકર ઉમેરી દેવામાં આવે તો 365.25 નો આંકડો આવે છે. જોકર માટે 1.25 ગણતરી કરવામાં આવે છે. ઓરીજીનલ કાર્ડમાં જોકર પર ચિન્હ પણ એ પ્રમાણે હોય છે. આ આંકડો આપણા કેલેન્ડરના દિવસો જેટલો થાય છે. તો હવે તમને ગણિત સમજાયું હશે કે આ પત્તા પાછળ શું લોજીક છે.

 

આ પણ વાંચો: શું તમને ખબર છે બાહુબલીનું માહિષ્મતી રાજ્ય ક્યાં આવ્યું હતું? આ સ્થળ છે અમદાવાદથી માત્ર 400 KM દુર, જાણો

Next Article