સેનાના સૂબેદાર નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને બ્રિટિશકાળનો કર્યો અંત, જાણો કેવી રીતે ?

|

Aug 08, 2021 | 5:13 PM

દેશનું માથું ઉંચુ રાખવામાં સેનાએ હંમેશા અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. દેશની સુરક્ષા હોય, કુદરતી આફત હોય કે રમતગમત, સેનાએ દરેક જગ્યાએ દેશને ગૌરવ અપાવ્યું છે.     

સેનાના સૂબેદાર નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને બ્રિટિશકાળનો કર્યો અંત, જાણો કેવી રીતે ?
Neeraj Chopra

Follow us on

Tokyo Olympics 2020 : દેશનું માથું ઉંચુ રાખવામાં સેનાએ હંમેશા અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. દેશની સુરક્ષા હોય, કુદરતી આફત હોય કે રમતગમત, સેનાએ દરેક જગ્યાએ દેશને ગૌરવ અપાવ્યું છે.

ભારતના જેવલીન થ્રોઅર નીરજ ચોપરાએ (Neeraj Chopra) ઓલિમ્પિક (Olympics) એથ્લેટિક્સમાં (Athletics) પ્રથમ વખત દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આપને જણાવી દઇએ કે નીરજ સેનામાં સૂબેદાર છે , આ રીત સેનાના સૂબેદારે ગોલ્ડ જીતેને બ્રિટિશ શાસનના અધ્યાયને પૂર્ણ કરી દીધુ છે. સાથે જ રમતોમાં પણ સેનાનુ નામ ઉંચુ કર્યુ છે.

હકીકતમાં  જ્યારે ભારત પર બ્રિટિશર રાજ કરતા હતા  ત્યારે નોર્મન પ્રિચાર્ડે બ્રિટિશ ભારત તરફથી રમ્યા અન તે વખતે વર્ષ 1900 માં યોજાયેલી ઓલિમ્પિક એથ્લેટિક્સમાં બે મેડલ જીત્યા હતા.ત્યારથી જ્યાર જ્યારે  પણ એથ્લેટિક્સમાં પ્રથમ મેડલ વિશે ચર્ચા થતી હતી, ત્યારે બ્રિટિશ સરકારના આ ખેલાડીનું નામ સામે આવતું.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

નીરજ રાજપૂતાના રાઇફલ્સ રેજિમેન્ટમાં છે સૂબેદાર 
22 વર્ષીય સેનાના સુબેદાર નીરજ ચોપરાએ ટોક્યોઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને બ્રિટિશ અધ્યાયને કાયમ માટે બંધ કરી દીધો. નીરજ આર્મીની 4 રાજપૂતાના રાઇફલ્સ રેજિમેન્ટમાં સુબેદાર છે. શનિવારે, જ્યારે નીરજે ગળામાં ગોલ્ડ મેડલ પહેર્યો  ત્યારે તેના રેજિમેન્ટના સાથીઓએ પણ ખૂબ ઉજવણી કરી.

સેનાના આ જવાનોનુ છે અભૂતપૂર્વ યોગદાન

નીરજ ચોપરા પહેલા, રાજ્યવર્ધન સિંહ રાઠોડે 2004 એથેન્સ ઓલિમ્પિકમાં શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 2012 ની લંડન ઓલિમ્પિકમાં શૂટર વિજય કુમારે પણ સિલ્વર મેડલ જીત્યો હતો. ઇવેન્ટમાં હોકીના જાદુગર મેજર ધ્યાનચંદે પણ દેશ માટે ત્રણ વખત મેડલ જીત્યો હતો.

આ પણ વાંચોNeeraj Chopra Gold: આ કારણોથી નિરજ ચોપરા માટે ગોલ્ડ મેડલ જીતવું હતું નક્કી, વાંચો રેકોર્ડ

આ પણ વાંચો : Neeraj Chopra પર ગોલ્ડ મેડલ જીતવાને લઇ પુરસ્કાર વરસ્યા, ધોનીની ટીમ પણ નથી રહી પાછળ, જાણો શું આપ્યુ

Next Article