IPL 2022માં આજે રોમાંચક રવિવારે બે મેચ રમાશે. પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. KKRનો કેપ્ટન શ્રેયસ અય્યર પોતાની જૂની ટીમ દિલ્હીને હરાવીને જીતની હેટ્રિક પૂરી કરવા માંગે છે. કોલકાતા ચાર મેચમાંથી ત્રણ જીત સાથે છ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. દિલ્હી છેલ્લી ત્રણમાંથી બે મેચ હારી ચૂક્યું છે અને ટીમ અત્યારે બે પોઈન્ટ સાથે સાતમા નંબર પર છે.
દિલ્હી કેપિટલ્સ : પૃથ્વી શો, ડેવિડ વોર્નર, રોવમેન પોવેલ, રિષભ પંત, સરફરાઝ ખાન, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહેમાન, એનરિક નોર્ત્યા
કોલકાતા નાઈટ રાઈડર્સ : અજિંક્ય રહાણે, વેંકટેશ અય્યર, શ્રેયસ અય્યર, સેમ બિલિંગ્સ, નીતીશ રાણા, આન્દ્રે રસેલ, સુનીલ નરેન, પેટ કમિન્સ, ઉમેશ યાદવ, રસિક સલામ, વરુણ ચક્રવર્તી
દિલ્હી કેપિટલ્સ ટીમે શાનદાર પ્રદર્શન કરતા 44 રને જીત મેળવી હતી. દિલ્હી તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.
કુલદીપ યાદવના પાંચમાં બોલ પર નરીને ડીપ એક્સ્ટ્રા કવર પર શોટ રમ્યો પણ રોવાન પોવેલે કેચ લઈને પોતાની ટીમને સાતમી સફળતા અપાવી હતી. તે બે બોલમાં ચાર રન બનાવીને પરત ફર્યો હતો. આ પછી ઉમેશ યાદવને આગલા બોલ પર ગોલ્ડન ડક પર આઉટ કર્યો.
ખલીલ અહેમદે 15મી ઓવરમાં સેમ બિલિંગ્સને આઉટ કર્યો. ઓવરના ચોથો બોલ બિલિંગ્સના બેટની કિનારી સાથે અથડાયો અને લલિત યાદવના હાથે કેચ થયો. તે 9 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો.
અક્ષર પટેલે 14મી ઓવરમાં 14 રન આપ્યા હતા. સેમ બિલિંગ્સે ઓવરના પહેલા બોલ પર રિવર્સ સ્વીપ કરતી વખતે ચોગ્ગો ફટકાર્યો હતો. તે જ સમયે, ઓવરના ચોથા બોલ પર તેણે લોંગ ઓફ પર સિક્સર ફટકારી.
KKR મુશ્કેલીમાં છે. 13 ઓવર બાદ KKRને જીતવા માટે 42 બોલમાં 98 રનની જરૂર છે. આવી સ્થિતિમાં KKRને ફરી એકવાર પેટ કમિન્સ જેવી તોફાની બેટિંગની જરૂર છે,
શ્રેયસ અય્યરે કુલદીપ યાદવના બોલ પર છગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. પરંતુ તે બીજા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. અય્યરે 33 બોલમાં 54 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
12મી ઓવરના પહેલા બોલ પર નીતિશ રાણા સામે એલબીડબલ્યુની અપીલ થઈ હતી. દિલ્હીનો રિવ્યુ લીધો, પણ રાણા બચી ગયો. જોકે, ઓવરના ચોથા બોલ પર લલિતે રાણાને પૃથ્વી શૉના હાથે કેચ કરાવીને KKRને ત્રીજો ઝટકો આપ્યો હતો. લલિતે 20 બોલમાં 30 રન બનાવ્યા હતા
અય્યરે 11મી ઓવરના 5માં બોલ પર સિંગલ લીધો અને આ સાથે KKRના 100 રન પૂરા થઈ ગયા. કેપ્ટન અય્યર અને રાણા સાથે મળીને KKRની હાર ટાળવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. બોલ અને રન વચ્ચેનો તફાવત વધી રહ્યો છે
રાણાએ પોવેલના બોલ પર સિક્સર ફટકારી અને આ સાથે જ અય્યર સાથે તેની 50 રનની ભાગીદારી પૂરી થઈ. 10 ઓવરની રમતમાં KKRએ 2 વિકેટના નુકસાને 91 રન બનાવ્યા હતા. અય્યર 39 અને રાણા 22 રન બનાવીને ક્રિઝ પર છે
કોલકાતા નાઈટ રાઈડર્સ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. ક્રિઝ પર કેપ્ટન શ્રેયસ ઐયર અને નીતિશ રાણાનો સંઘર્ષ ચાલુ છે. KKRની સામે એક મોટું લક્ષ્ય છે. આવી સ્થિતિમાં બંનેએ વધુ આક્રમક બેટિંગ કરવી પડશે.
નીતીશ રાણાએ કુલદીપ યાદવના બોલ પર બોલને બાઉન્ડ્રીની પાર કર્યો હતો. કેકેઆરને આ સમયે આટલા મોટા શોટની જરૂર છે
દિલ્હી કેપિટલ્સના પ્રથમ બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું કોલકાતાના 50 રન 7મી ઓવરના 5માં બોલ પર પૂરા થયા હતા.
5 ઓવરમાં KKR 2 વિકેટે 40 રન બનાવ્યા હતા. નીતિશ રાણા 2 રન અને શ્રેયસ અય્યર 11 રન બનાવીને ક્રિઝ પર છે. 5મી ઓવરમાં રહાણેના રૂપમાં KKRને મોટો ઝટકો લાગ્યો હતો
5 ઓવરના ચોથા બોલ પર અજિંક્ય રહાણેના રૂપમાં ખલીલ અહેમદે KKRને બીજો ઝટકો આપ્યો હતો. રહાણે માત્ર 8 રન બનાવી શક્યો હતો. KKR મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે
શાર્દુલ ઠાકુરે ઇનિંગના છેલ્લા બોલ પર સિક્સ ફટકારીને દિલ્હી કેપિટલ્સનો સ્કોર નિર્ધારિત 20 ઓવરમાં 215/5 સુધી પહોંચાડ્યો હતો. દિલ્હીએ કોલકાતા સામે 216 રનનો મોટો લક્ષ્યાંક રાખ્યો હતો.
પૃથ્વી શૉ અને ડેવિડ વોર્નરે દિલ્હીને સારી શરૂઆત અપાવી હતી પરંતુ KKRએ છેલ્લી બે ઓવરમાં ત્રણ વિકેટ ઝડપીને સારી વાપસી કરી હતી. વિકેટની સાથે તેણે રન પર પણ નિયંત્રણ રાખ્યું છે.
17મી ઓવરના ચોથા બોલ પર ઉમેશ યાદવે વોર્નરને પોતાની જાળમાં ફસાવી દીધો હતો. ઉમેશે 61 રનના સ્કોર પર વોર્નને ડીપ મિડ-વિકેટ પર રહાણેના હાથે કેચ કરાવ્યો હતો. વિકેટના એક બોલ પહેલા ઉમેશના બોલ પર અક્ષરને જીવનદાન મળ્યું હતું. જોકે ચોથા બોલ પર ઉમેશે ટીમને મોટી સફળતા અપાવી હતી.
ઉમેશ યાદવે દિલ્હીને પાંચમો ઝટકો આપ્યો છે. તેણે ડેવિડ વોર્નરને 61 રને આઉટ કર્યો હતો.
UMESH GETS HIS MAN! WARNER DEPARTS! 💪#KKRHaiTaiyaar #KKRvDC #IPL2022 pic.twitter.com/BVPfWNbUgw
— KolkataKnightRiders (@KKRiders) April 10, 2022
16મી ઓવરના પહેલા બોલ પર સુનીલ નરેને પોવેલને પેવેલિયન મોકલી દીધો હતો. KKRને મોટી સફળતા. પોવેલ માત્ર 8 રન બનાવી શક્યો હતો. છેલ્લા 15 બોલમાં દિલ્હીએ માત્ર 13 રન બનાવ્યા હતા અને 3 વિકેટ પણ ગુમાવી હતી.
15 ઓવર રમાઈ ગઈ છે અને દિલ્હીએ 3 વિકેટના નુકસાને 161 રન બનાવી લીધા છે. પોવેલ 8 અને વોર્નર 60 રન પર બેટિંગ કરી રહ્યા છે. બંને વિસ્ફોટક બેટ્સમેન ક્રિઝ પર હાજર છે, જેઓ છેલ્લી ઓવરોમાં મોટી હિટ ફટકારવામાં માહિર છે.
14મી ઓવરના 5માં બોલ પર લલિત યાદવ એલબીડબ્લ્યુ આઉટ. લલિત માત્ર 1 રન બનાવી શક્યો હતો. દિલ્હીને 151 રન પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. બીજા છેડે શોની વિદાય પછી વોર્નરને કોઈ મજબૂત ટેકો મળ્યો નથી.
13મી ઓવરના 5માં બોલ પર રસેલે પંતને પોતાનો શિકાર બનાવ્યો હતો. પંતે શોર્ટ બોલ પર ઉમેશ યાદવને પોતાનો કેચ આપ્યો હતો. દિલ્હીના કેપ્ટને 14 બોલમાં 27 રન બનાવ્યા હતા.
ડેવિડ વોર્નરે રસેલના બોલ પર જોરદાર સિક્સર ફટકારી અને આ સાથે જ પોતાના પચાસ રન પૂરા કર્યા. તેણે 35 બોલમાં અડધી સદી ફટકારી હતી. શો બાદ વોર્નરની શાનદાર ઇનિંગ
ડેવિડ વોર્નરે13મી ઓવરના બીજા બોલ પર શાનદાર સિક્સ ફટકારી હતી
વોર્નરે 12મી ઓવરના છેલ્લા બોલ પર સિક્સ ફટકારી,12 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સે એક વિકેટના નુકસાને 137 રન બનાવ્યા
વરુણ ચક્રવર્તીની ખૂબ ખર્ચાળ ઓવર. 11મી ઓવરમાં 24 રન આપ્યા. ચક્રવર્તીનો આ ઓવર KKRને ભારે પડી શકે છે. પંત અને વોર્નરે માત્ર ચોગ્ગા અને છગ્ગા જ ફટકાર્યા હતા. આ સિવાય તેણે નો બોલ પર રન પણ આપ્યા હતા.
કેકેઆરના બોલરોની રણનીતિ આજે દિલ્હીના બેટ્સમેનો પર કામ કરી રહી હોય તેવું લાગતું નથી.
ચક્રવતી 11મી ઓવર લઈને આવ્યો હતો , આ ઓવરમાં રિષભ પંતે પહેલા બોલ પર સિકસ ફટકારી બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ત્રીજા બોલ પર શૂન્ય રન ચોથા રન પર એક રન આવ્યો ફ્રી હિટમાં વોર્નરે ચોગ્ગો ફટકાર્યો , રિષભ પંત 17 ડેવિડ વોર્નર45 રન બનાવી રમી રહ્યા છે
પંતે 10મી ઓવરના પાંચમા બોલ પર શાનદાર ચોગ્ગો ફટકાર્યો
વરુણ ચક્રવર્તીએ પણ 9મી ઓવરના ચોથા બોલ પર શોને પોતાનો શિકાર બનાવીને વોર્નર સાથેની મજબૂત ભાગીદારી તોડી હતી. ચક્રવર્તીએ શૉને બોલ્ડ કર્યો હતો. શો 29 બોલમાં 51 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
પૃથ્વી શૉએ 27 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. શૉના બેટ માંથી આ સતત બીજી અડધી સદી છે
8મી ઓવરના ત્રીજા બોલ પર સિક્સ અને ચોથા બોલ પર શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો.
સુનીલે છઠ્ઠી ઓવરમાં 10 રન આપ્યા હતા. પૃથ્વી શૉ ઓવરના બીજા બોલ પર સિંગલ લેવાના પ્રયાસમાં રનઆઉટ થવાથી બચી ગયો. ઓવરના ત્રીજા બોલ પર વોર્નલે શોર્ટ થર્ડ પર ચોગ્ગો ફટકાર્યો હતો. શૉએ ઓવરના છેલ્લા બોલ પર ફાઇન લેગ પર ચોગ્ગો ફટકાર્યો.
પૃથ્વી શો અને ડેવિડ વોર્નર વચ્ચે મજબૂત ભાગીદારી છે. બંનેએ 6 ઓવરમાં 68 રનની ભાગીદારી કરી છે. આ ભાગીદારી KKR માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. KKRના બોલરોની ભાગીદારી તોડવાની જરૂર છે
છઠ્ઠી ઓવરમાં ડેવિડ વોર્નરે વરુણ ચક્રવર્તીની બોલ પર સ્લોગ સ્વીપ કરીને મિડ-વિકેટ પર સિક્સર ફટકારી હતી. દિલ્હીના બેટ્સમેનો બંને તરફથી શાનદાર ફોર્મમાં છે.
DC- 68/0
શો અને વોર્નરની બંને છેડેથી બેટિંગના આધારે દિલ્હીએ 4 ઓવરમાં 50 રન બનાવ્યા હતા. શૉએ કમિન્સની ઓવરના છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને દિલ્હીનો સ્કોર 50 સુધી પહોંચાડ્યો હતો.
શો અને વોર્નર બંને છેડેથી ચોગ્ગાનો વરસાદ કરી રહ્યા છે. ત્રીજી ઓવરના છેલ્લા 3 બોલમાં શૉએ સતત 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પછી વોર્નરે ચોથી ઓવરના પહેલા 2 બોલને બાઉન્ડ્રી ફટકારી હતી. પાંચમી બોલના બીજા બોલ પર શોએ સિક્સ ફટકારી હતી
પાંચમી ઓવરના બીજા બોલ પર પૃથ્વી શોએ શાનદાર સિક્સ ફટકારી
શો 30 અને વોર્નર 15 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે,ચોથી ઓવર બાદ દિલ્હીનો સ્કોર 50/0 , પૃથ્વી શોએ ચોથી ઓવરના છેલ્લા બોલ પર સિક્સ ફટકારી હતી
બીજી ઓવર બાદ પૃથ્વી શો 15 અને વોર્નર 5 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યો છેદિલ્હી કેપિટલ્સે 2 ઓવર બાદ 20 રનના સ્કોર પર છે.ઉમેશ યાદવે પ્રથમ ઓવરમાં 10 રન અને બીજી ઓવરમાં રસિક સલામે પણ 10 રન આપ્યા હતા. KKR ની શરૂઆત અપેક્ષા મુજબ થઈ હોય તેવું લાગતું નથી
ઉમેશ યાદવે પહેલી જ ઓવરમાં 10 રન આપ્યા હતા. શૉએ આ ઓવરમાં 2 જબરદસ્ત ચોગ્ગા ફટકારીને પોતાનો દમ બતાવી દીધો.
પૃથ્વી શો અને ડેવિડ વોર્નર દિલ્હીની ઇનિંગ્સની શરૂઆત કરવા મેદાન પર ઉતર્યા છે. શૉએ પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારીને દિલ્હીનું ખાતું ખોલાવ્યું હતું.
Match Ready 🏟️ 👌 #TATAIPL | #KKRvDC pic.twitter.com/AreByaevis
— IndianPremierLeague (@IPL) April 10, 2022
🚨 Team News 🚨@KKRiders remain unchanged. @DelhiCapitals make 1⃣ change as Khaleel Ahmed is named in the team.
Follow the match ▶️ https://t.co/4vNW3LXMWM#TATAIPL | #KKRvDC
A look at the Playing XIs 🔽 pic.twitter.com/AoIeiV4OD0
— IndianPremierLeague (@IPL) April 10, 2022
KKRએ ટોસ જીત્યો દિલ્હી કેપિટલ્સ પ્રથમ બેટિંગ કરશે
🚨 Toss Update 🚨@KKRiders have elected to bowl against @DelhiCapitals.
Follow the match ▶️ https://t.co/4vNW3LXMWM#TATAIPL | #KKRvDC pic.twitter.com/KZqJgNQoTQ
— IndianPremierLeague (@IPL) April 10, 2022
પંત અને અય્યર બંનેને ભારતીય ટીમના ભાવિ કેપ્ટન તરીકે ગણવામાં આવે છે અને આ મેચમાં બંને કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે. જો કે, વિકેટ કીપર બેટ્સમેન થોડું દબાણ અનુભવતા હોવા જોઈએ કારણ કે તેની ટીમ અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતી શકી છે.
ઐયરની કપ્તાની હેઠળ, KKR ચાર મેચમાંથી છ પોઈન્ટ સાથે ટેબલમાં મોખરે છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તેની એકમાત્ર હાર થઈ છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સે જીત સાથે શરૂઆત કરી અને પછી તેને સતત હારનો સામનો કરવો પડ્યો, જેના કારણે તે સાતમા સ્થાને છે.
IPL 2022માં રવિવારે ડબલ હેડરની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો કરશે. દિલ્હી કેપિટલ્સનો જૂનો સુકાની અય્યર આ વખતે KKRનો કેપ્ટન છે અને રવિવારે તેની ટીમને સતત ત્રીજી જીત અપાવવા ઉતરશે.
Published On - 2:59 pm, Sun, 10 April 22